બજેટની લીલા ન્યારી છે. ફૂટપાથ પર બેસીને આરામથી ભીખ માગતો ભિક્ષુક પણ તેના બિરાદરી ભિક્ષુક સાથે બજેટનું સંશયાત્મક વિશ્લેષણ કરતો હોય છેઃ ‘જોયું, આપણા શ્રમનો, આપણી મહેનતનો અને આપણી મજૂરીનો ઉત્તરોત્તર વિકાસ થતો રહે એ વાતને ધ્યાનમાં રાખીને સરકારે આ બજેટમાં પણ આપણા જેવા સ્વપ્નસેવી - સ્વપ્નજીવી માણસો માટે કોઈ જ બેનિફિટ સૂચવ્યો નથી. નથી તો આપણી ભિક્ષાવૃત્તિને પ્રોત્સાહન આપતી રાહતો સૂચવી કે નથી તો આપણી ભિક્ષાપ્રવૃત્તિને કોઈ સબસડી સૂચવી. સાચું કહું? ગયા અઠવાડિયે જ મેં જૂની લોન પૂરી કરી અને આ અઠવાડિયે બીજી લોન મારે લેવી પડી.’ તરત જ પહેલા ભિક્ષુકે કહ્યું, ‘એ તો સારું જ કહેવાય ને! બજેટ આપણને લોન લેતા ન કરી દેતું હોત તો આપણે કામચોર બનીને આળસુ થઈ ગયા હોત અને બૅન્કોમાં પૈસા સડી ગયા હોત! એમ કહે કે, બજેટ આપણને ઊંઘવા દેતું નથી એટલે આપણે જાગતા રહીને કામ કરતા રહીએ છીએ!
બજેટની રચનાત્મક અસરો જોતાં એવું લાગે છે કે સરકારે બૅન્ક કૌભાડિયાઓને પકડવાને બદલે એમના ગોડફાધર ગણાતા ચાર્વાક ઋષિને જ પકડીને જેલ ભેગા કરી દેવા જોઈએ. ચાર્વાક મુનિએ જ શીખવાડ્યું છે ને કે ‘દેવું કરીને પણ ઘી પીવું!’ જોકે ચાર્વાક મુનિને એ વખતે એવો તો ખ્યાલ જ નહીં હોય કે બૅન્કના વહીવટદારો ‘દેવું’નો અર્થ લોન કરશે?
અમારો બાબુ બૉસ છેલ્લા કેટલાય સમયથી ‘લોનલી’ થઈને જીવે છે. ‘લોનલી’ એટલે એકલવાયો નહીં, પણ જાત-જાતની લોન લઈને એણે એની વાઇફને ‘લોનલી’ બનાવી દીધી છે. એ તો સારું છે કે એણે પોતાની ‘બૉસ’ અટકને બદલીને ‘બ્રુસ લી’ની જેમ ‘લોન લી’ અટક નથી કરી! બાકી, બાબુને લોન માટે પુરો પ્રેમ!
હજુ તો ગયા જાન્યુઆરીમાં જ બાબુના ઘેર દીકરીનો જન્મ થયો. નામ તો એણે રાશિ પ્રમાણે જ પાડ્યું છે, પણ બાબુનો લોનપ્રેમ એ નામમાં દેખાવા લાગ્યો. વાત જાણે એમ બની કે બેબીની રાશિ આવી વૃષભ. બાબુએ પ્રેમથી એનું નામ (બ, વ, ઉ, પરથી) ‘બેબીલોન’ પાડ્યું! પહેલાં તો મને થયું કે બાબુને ઐતિહાસિક સંસ્કૃતિ માટે કેટલો બધો પ્રેમ છે, પણ પછી ખબર પડી કે મૅટરનિટી હૉસ્પિટલમાંથી વાઇફ અને બેબી બંનેનું પઝેશન લેવા એણે લોન ઉપાડીને હૉસ્પિટલમાં પૈસા ભરેલા!
Esta historia es de la edición March 02, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 02, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ