આરંભમાં વેપાર કરવાના ઇરાદાથી યુરોપ બહાર પ્રસરીને ત્યાંની પ્રજાએ વિશ્વના અન્ય ભૂભાગોમાં વસાહતો સ્થાપી અને એક આખો કોલોનિઅલ યુગ ઇતિહાસમાં અંકાઈ ગયો. ત્યારે યુરોપિયન પ્રજાએ સદેહે વતન છોડીને મોટે ભાગે જળમાર્ગે એશિયા, આફ્રિકા અને ઉત્તર-દક્ષિણ અમેરિકાના ખંડોમાં પ્રસરવું પડ્યું હતું. બ્રિટિશ અને ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની જેવી નાની-મોટી ડઝનો કંપનીઓના નેજા હેઠળ એમણે કરેલા છળકપટયુક્ત અને પાશવી પરિશ્રમના પુરસ્કાર સ્વરૂપે એમણે જગતના વિશાળ હિસ્સા પર આધિપત્ય ભોગવ્યું. બીજાવિશ્વયુદ્ધ પછી કોલોનિઅલ યુગ ત્વરાથી અસ્ત પામવાનું શરૂ થાય છે અને સૌને પોતાનો ખુદનો દેશ, ખુદનું રાષ્ટ્ર જોઈએ છે. કિન્તુ એક પ્રકારની ગુલામીમાંથી મુક્ત થયા પછી પણ ડિજિટલ એજમાં પ્રવેશતા વિશ્વ માટે જાણે નવી ગુલામીનો ફાંસલો તૈયાર થઈ રહ્યો હોય એમ નવા યુગની ‘ઇસ્ટ ઇન્ડિયા કંપની'ઓનો વાવટો આખા વિશ્વ પર ફરકવા લાગે છે. એમાં સામેલ છે ગૂગલ, મેટા, ઍપલ, એમેઝોન તથા ચીનની બાઇડુ, અલીબાબા અને ટેન્સન્ટ જેવી ટૅક-જાયન્ટ કંપનીઓ, જે ડેટાના માધ્યમથી મૉડર્ન હ્યુમનને નવા પ્રકારના ગુલામમાં તબદીલ કરી રહી છે.
આ ગુલામીકરણ માટે એક પરિભાષા પ્રયોજાય છે - ડેટા કોલોનિઅલિઝમ'. એને સરળ શબ્દોમાં સમજીએ તો એવી પ્રક્રિયા કે નીતિ જેનાથી સરકારી કે બિનસરકારી સંગઠનો યુઝરના અંગત ડેટાનો ફાયદા કે નિયંત્રણ માટે દુરુપયોગ કરે. આ શબ્દ અને એની પાછળના વિચાર પહેલીવાર જાહેર ચર્ચામાં લાવનાર ૨૦૧૯ના પુસ્તક ‘ધી કૉસ્ટ ઑફ કનેક્શન'ના લેખકો છે, પ્રોફેસર નિક કુડ઼ી અને યુલાઇસસ મેહિઆસ. ‘ડેટા કોલોનિઅલિઝમ’ના પર્યાયવાચી તરીકે ‘ડિજિટલ કોલોનિઅલિઝમ' પણ પ્રયોગમાં લેવાય છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 06/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 06/04/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ