દુ:ખ, પીડા, ગ્લાનિ, વ્યથા, શોક, ઇત્યાદિ જીવનની રંગોળીના અનિવાર્ય રંગો છે. ભલે એમાંથી પસાર થવું ક્યારેક કાળઝાળ તડકામાં ખુલ્લા પગે ચાલવા જેવું લાગે, પણ એવા સંતાપમાં તપ્યા પછી સુખની અનુભૂતિની કદર કરવાની ક્ષમતા વિકસે. વ્યથા ક્યારેક બિહામણા જંગલ જેવી, ક્યારેક દલદલ તો ક્યારેક દવ જેવી અને ક્યારેક આપણને ભરખી જવા તત્પર દરિયા જેવી પણ લાગે. દુઃખના દાવાગ્નિમાંથી ઊજળા થઈને બહાર આવવું સરળ નથી હોતું, પરંતુ જો આ કપરી યાત્રાના તબક્કાઓ વિશે થોડી જાણકારી મળી જાય તો આ ‘સફર’ સરળ થઈ શકે, એ દરમિયાન સમજદારી સાથે સહન કરવામાં સહાય મળે.
૧૯૨૬માં એકસાથે જન્મેલાં ત્રણ સંતાનોમાંથી એક હતાં એલિઝાબેથ ક્યુબ્સર-રોસ. જન્મતાં જ શરૂ થઈ ચૂકેલી ગંભીર શારીરિક વ્યાધિઓમાંથી હેમખેમ પસાર થઈને તેઓ જીવી ગયાં. એ રીતે એમને મૃત્યુને નિકટથી જોવાનો અનુભવ હતો. નાનપણથી જ ડૉક્ટર બનવા ઇચ્છુક એલિઝાબેથ બીજા વિશ્વયુદ્ધમાં યુરોપમાં થોડાં સ્થળે રાહતકાર્યમાં પ્રવૃત્ત રહ્યાં. ત્યાં પણ મૃત્યુના વિકરાળ રૂપનું દર્શન થયું. ૧૯૫૭માં યુરિક યુનિવર્સિટીમાંથી મેડિસિનનો અભ્યાસ કર્યાં પછી એલિઝાબેથ અમેરિકા આવીને મનોચિકિત્સક તરીકેનો અભ્યાસ અને કારકિર્દી આરંભે છે. અહીં પણ તેમને જિંદગીની છેલ્લી ક્ષણો ગણી રહેલા દર્દીઓ સાથે કામ કરવાનું બને છે. કિન્તુ એ બાબત તેમને આઘાત આપે છે કે જીવલેણ રોગના અંતિમ તબક્કે આવી પહોંચેલાં લોકોને મૃત્યુની હકીકતથી વાકેફ કરાવવા, એમને આ કઠિન ગાળામાંથી પસાર થવામાં મદદરૂપ થવાને બદલે એમના પ્રત્યે ઉપેક્ષા રાખવામાં આવતી. મૃત્યુ વિશે ખાસ કોઈ ચર્ચા જ ન થતી. આવું ઠંડું વલણ એલિઝાબેથને ખૂંચ્યું. તેમણે કોઈ ઉપાય શોધવાનું શરૂ કર્યું. મેડિકલના વિદ્યાર્થીઓ માટે પરિસંવાદ યોજીને તેમણે મૃત્યુની સમીપ પહોંચેલા દર્દીઓ સાથે વાતચીત કરી, એમના અંતરની લાગણીઓને અભિવ્યક્ત કરવામાં મદદ કરી. આનો વિરોધ પણ થયો.
Esta historia es de la edición Abhiyaan Magazine 18/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 18/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ