માતૃભાષામાં બાળકોને શિક્ષણ આપવાના બદલે અંગ્રેજી ભાષામાં ભણાવવાનું વલણ વધ્યું છે, ત્યારે સંસ્કૃત જેવી વીતેલા જમાનાની ભાષામાં પોતાના સંતાનને ભણાવવાનું આજના જમાનાના કોઈ વાલી વિચારી પણ શકતા નથી. આમ છતાં કચ્છમાં બે સરકાર માન્ય સંસ્કૃત પાઠશાળા ચાલી રહી છે અને એક ખાનગી વિદ્યાલય પણ ચાલે છે અને અત્યારે ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓ સંસ્કૃતમાં શિક્ષણ લઈ રહ્યા છે. આ ઉપરાંત સંસ્કારભારતી દ્વારા આખા વર્ષ દરમિયાન અઠવાડિયામાં એક દિવસ ચાલતા વર્ગોમાં ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ નિયમિત રીતે આવે છે. તેમ જ વૅકેશન દરમિયાન એક અઠવાડિયાના નિવાસી વર્ગ પણ ચાલે છે. તેમાં પણ આ વર્ષે ૫થી ૭૦ વર્ષની વયના ૯૦ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ જોવા જઈએ તો સંસ્કૃત ભાષા પ્રત્યેનું લોકોનું આકર્ષણ વધી રહ્યું છે, પરંતુ પાઠશાળામાં આવતા મોટા ભાગના વિદ્યાર્થીઓ કર્મકાંડ શીખીને તેમાંથી આજીવિકા મેળવવાના ધ્યેય સાથે આવતા હોવાનું જણાય છે. ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ પૈકી યજુર્વેદનું શિક્ષણ અહીં અપાય છે. યજુર્વેદમાં દેવીદેવતાઓના પૂજનના મંત્રો, વિધિઓ છે. જ્યારે બીજા વેદોના જાણકાર બહુ ઓછા છે. તેથી તેનું શિક્ષણ અપાતું નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓ બ્રાહ્મણ હોય છે. તેઓ કર્મકાંડ શીખીને તેને પોતાનો વ્યવસાય બનાવે છે, જ્યારે અન્ય જ્ઞાતિના વિદ્યાર્થીઓ ક્યારેક આવતા હોવા છતાં તેઓ અભ્યાસક્રમ પૂરો કરતાં નથી.
કચ્છમાં ભુજ તાલુકાના સુખપરમાં અને ભચાઉ તાલુકાના સામખિયાળીમાં રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત બે સંસ્કૃત પાઠશાળા ચાલે છે. જ્યારે અંજાર તાલુકાના ખેડોઈ પાસે મહર્ષિ વેદવ્યાસ પ્રતિષ્ઠાન, આણંદી, પૂણે દ્વારા શ્રી ગાયત્રીદેવી વેદ વિદ્યાલય ચલાવાય છે. આ બધી જ પાઠશાળાઓનો મુખ્ય હેતુ છે, ભૂલાતી જતી સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિ, સંસ્કારનું પુનઃઉત્થાન થાય. આ બધી જ પાઠશાળા આવાસીય કે નિવાસી શાળાઓ છે. વિદ્યાર્થીઓ અહીં રહીને ભણે છે. તેમને રહેવા, જમવા, ભણવાનું નિઃશુલ્ક જ હોય છે. આ શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓ વર્તમાન પ્રવાહથી વિખૂટા પડી ન જાય તે હેતુથી તેમને સંસ્કૃત અને વૈદિક જ્ઞાનની સાથે-સાથે અંગ્રેજી, કોમ્પ્યુટર કે સંગીત જેવા વિષયોનું શિક્ષણ અપાય છે. આઝાદીનાં થોડાં વર્ષો પછી માંડવી તાલુકાના મઉં ગામમાં અને તીર્થસ્થાન નારાયણ સરોવરમાં સંસ્કૃત પાઠશાળા ચાલતી હતી. જોકે પાછળથી તે બંધ થઈ ગઈ હતી.
Esta historia es de la edición June 01, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 01, 2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ફેમિલી ઝોન બ્યુટી
આંખોની સુંદરતા વધારતી પાંપણોનું ધ્યાન કેવી રીતે રાખવું?
કુંભ પર્વ જ્યોતિષશાસ્ત્ર આધારિત છે
કુંભ પર્વનું આયોજન ગ્રહ યોગ પર આધારિત છે.ગુરુને આકાશનું (એટલે કે સૂર્યનો) એક ચક્કર લગાવતાં ૧૧ વર્ષ ૮૬ દિવસ લાગે છે. તેથી કુંભ પર્વ દર ૧૧ વર્ષ અને ૮૬ દિવસના અંતરાલે યોજાય છે
નાક અને શરદી - મેઇડ ફોર ઇચ અધર!
નજર સામે જ પ્રવાહીનું પતન જોયું નથી જાતું!
કવર સ્ટોરી
સ્ટારલિન્કની હરીફ કંપનીઓ કઈ છે?
વાયરલ પેજ
કહેતાં હૈ જોકર, સારા જમાનાઃ વાત એક જીવલેણ જોકની
ચર્નિંગ ઘાટ
શરત વિનાનો પ્રેમ યોગ્ય છે?
રાજકાજ
મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો વિકલ્પ શા માટે વિચારાતો નથી?
રાજકાજ
કૈલાશ ગહેલોતના આપમાંથી રાજીનામાનું અસલી કારણ શું છે?
મનપાંચમના મેળામાં મળેલા જીવ, આપણા જીવનની સાચી મૂડી કઈ?
આ મનપાંચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે, કોઈ આવ્યા છે સપનું લઈને, કોઈ રાત લઈને આવ્યા છે.
જગતની ગત ન્યારી
પિરામિડના અડીખમ ઊભા રહેવા પાછળનું કારણ શું છે?