અવસર
ABHIYAAN|Abhiyaan Magazine 08/06/2024
પર્યાવરણ દિવસની ઉજવણી આપણે કયા મોઢે કરીશું?
બેલા ઠાકર
અવસર

અમદાવાદની કાળી આસ્ફાલ્ટની સડક પરથી પસાર થતાં આભમાંથી વરસી રહેલી અગનજ્વાળા આંખમાં કાચની કણીની જેમ ખૂંચે છે. આધુનિક હાઇરાઇઝ ઇમારતોમાં લગાવવામાં આવેલ મોટીમોટી ગ્લાસ વૉલ્સ વધુ ગરમી ઓકે છે. તાપમાન ૪૫ સે છે.રસ્તાની ધારે ક્યાંક કોઈક લીમડો કે ગરમાળાનું એકાકી વૃક્ષ દેખાઈ જાય છે. બાકી, દસેક કિલોમીટરની મારી એ સફરમાં તન-મનને અને આંખને ઠારતાં લીલાંછમ, ઘટાદાર વૃક્ષોનું નામોનિશાન નથી. બધા કહે છે કે, અમદાવાદ ખૂબ વિકસી ગયું છે. મારે હરખાવું જોઈએ, મારું શહેર છે એ, પરંતુ મનમાંથી ઊંડો નિસાસો સરી પડે છે. મને યાદ આવે છે, મારાં બાળપણમાં જોયેલા આ શહેરની, જ્યારે તેના રસ્તાઓ પર વડ, પીપળ, ગોરસઆંબલી, જાંબુ, આમલી, લીમડો, ગુલમહોર જેવાં અનેક ઘટાદાર વૃક્ષોનો હરિયાળો વૈભવ હતો અને મને યાદ આવે છે, વાંગારી માથાઈની પણ....

મૂળ નામ હતું એનું વાંગારી મુટા

૧૯૬૬માં પચીસ વર્ષની એ યુવતીએ પાંચ વર્ષ પછી પોતાની માતૃભૂમિ કેન્યામાં પગ મૂક્યો ત્યારે અજબ ઉત્સાહ અને આશાથી તે તરવરતી હતી. કેમ ન હોય? આખરે તે દેશના એ મુઠ્ઠીભર વિદ્યાર્થીઓમાંની એક હતી, જેમને અમેરિકામાં ભણવા માટે ધ કેનેડી ઍરલિફ્ટ' સ્કોલરશિપ મળી હતી. વાંગારી પિટસબર્ગ યુનિવર્સિટીમાંથી બાયોલૉજી વિષયમાં માસ્ટરની ડિગ્રી લઈને વતન કેન્યા પાછી ફરી હતી. માસ્ટરની ડિગ્રી મેળવનાર તે સૌ પહેલી પૂર્વ આફ્રિકન સ્ત્રી હતી. તે પાછી ફરી ત્યારે કેન્યા બ્રિટિશ શાસનમાંથી મુક્તિ પામીને સ્વતંત્ર દેશ બની ચૂક્યો હતો. સ્વતંત્ર દેશમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવાનું તેનું સ્વપ્ન હતું, પણ તેણે જોયું કે આ સ્વતંત્રતા બહુધા પુરુષો પૂરતી જ સીમિત હતી. તેણે જ્યાં જ્યાં નોકરી માટે અરજી કરી તે દરેક જગ્યાએથી તેને જાકારો મળ્યો. કેમ કે તે એક સ્ત્રી હતી! છેવટે રોષ અને હતાશા સાથે તેણે નૈરોબી યુનિવર્સિટીમાં રિસર્ચ આસિસન્ટન્ટની પોસ્ટ સ્વીકારી લીધી.

Esta historia es de la edición Abhiyaan Magazine 08/06/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición Abhiyaan Magazine 08/06/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 minutos  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 minutos  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 minutos  |
Abhiyaan Magazine 26/10/2024