કવર સ્ટોરી
ABHIYAAN|Abhiyaan Magazine 15/06/2024
મોદીનું મિશન ૨૦૨૯ સ્ટાર્ટ
તરુણ દત્તાણી
કવર સ્ટોરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી ભારતના તમામ રાજકીય નેતાઓ કરતાં તદ્દન જુદા પ્રકારની છે અને તેની સાથે કોઈની પણ સરખામણી થઈ શકે તેમ નથી. ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો આવી રહ્યાં છે. તમામ રાજકીય પક્ષો, રાજકીય વિશ્લેષકો અને રાજકીય પંડિતો પરિણામને પગલે નવી સરકાર શું કરશે તેના વિશે ચર્ચા અને અનુમાન કરવામાં વ્યસ્ત છે, ત્યારે મોદીની કાર્યશૈલીથી પરિચિત લોકોને એક વાતની તો ખાતરી છે કે મોદી આ પરિણામો પછી તરત જ ૨૦૨૯ની ચૂંટણી માટે કામ શરૂ કરી દેશે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીનાં પરિણામો વખતે પણ મોદીએ દિલ્હીમાં ભાજપના વડામથકે પક્ષના કાર્યકરોને સંબોધન કરતા આ પ્રકારની જ વાત કહી હતી અને કહ્યું હતું કે, ૨૦૨૪ની ચૂંટણી માટે અત્યારથી જ કામે લાગી જવાનું છે. અન્ય તમામ રાજકીય પક્ષો અને નેતાઓ પરિણામોનાં કારણો અને તારણોમાં વ્યસ્ત હશે અને દિવસો સુધી પરિણામો વિશે આકલન કર્યા કરશે ત્યારે નરેન્દ્ર મોદી અને ભાજપ આગામી પાંચ વર્ષ માટે અને આગામી ચૂંટણીના વિજય માટે શું કરવાનું છે તેનો એજન્ડા નિશ્ચિત કરવામાં લાગી ગયા હશે. આવું કામ કોઈ પણ નેતા કરી શકે નહીં. જેમની પાસે ભવિષ્યનું રાજકીય વિઝન અને ભવિષ્યની સંભવિત ઘટનાઓ વિશેનું આકલન હોય છે તેઓ જ આવું કરી શકે. સાથોસાથ જેમનામાં ભવિષ્યની ઘટનાઓને પોતાની રીતે વળાંક આપવાની ક્ષમતા જેમનામાં હોય એ લોકો જ આવું કામ કરી શકે. તેને માટે એક અનોખી પ્રતિભાની જરૂર હોય છે, જે આજના કોઈ રાજકીય નેતાઓમાં જોઈ શકાતી નથી. આ વખતે નરેન્દ્ર મોદીએ ૨૦૨૯ની ચૂંટણી માટેની તૈયારીઓ વહેલી શરૂ કરી દીધી છે. એટલા માટે કે ૨૦૨૪ની ચૂંટણીનાં પરિણામો વિશે તેઓ પહેલેથી જ ચોક્કસ અને આશ્વસ્ત રહ્યા છે. તેમને ખબર છે કે ૨૦૨૪ની ચૂંટણીમાં વિજય નિશ્ચિત છે અને એટલે હવે જે વિચારવાનું છે એ આગળનાં પાંચ વર્ષનું વિચારવાનું છે અને એટલે ૨૦૨૪ની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય એ પહેલાં તેમણે ૨૦૨૯ વિશે વિચારવાનું શરૂ કરી દીધું હતું.

Esta historia es de la edición Abhiyaan Magazine 15/06/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición Abhiyaan Magazine 15/06/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ABHIYAAN

‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ

ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.

time-read
3 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
બીંજ-થિંગ
ABHIYAAN

બીંજ-થિંગ

કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા

time-read
5 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
શિક્ષણ
ABHIYAAN

શિક્ષણ

પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે

time-read
7 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
સોશિયલ મીડિયા
ABHIYAAN

સોશિયલ મીડિયા

ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો

time-read
2 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
ABHIYAAN

સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ

અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.

time-read
2 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
ABHIYAAN

ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું

૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

નાલંદાના પતનનું એક પ્રકરણ

time-read
5 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

નવી નાલંદા યુનિવર્સિટી કેવી છે?

time-read
6 minutos  |
Abhiyaan Magazine 06/07/2024
એનાલિસિસ
ABHIYAAN

એનાલિસિસ

સમાજકારણ અને રાજકારણનું દ્વંદ્વયુદ્ધ રૂપાલા સામે શા માટે?

time-read
5 minutos  |
Abhiyaan Magazine 06/07/2024