મહાન વિજ્ઞાનકથા લેખક આર્થર સી. ક્લાર્કની ચારેક વાર્તાઓના કૉન્સેપ્ટ અને પ્લોટના સંમિશ્રણ પરથી, એવા જ મહાન ફિલ્મસર્જક સ્ટેનલી ક્યૂબ્રિકે ‘૨૦૦૧: ઍ સ્પેસ ઑડિસી' ફિલ્મ બનાવેલી. એમાં શરૂઆતનાં દશ્યોમાં, મનુષ્યો તરીકે હજુ સંપૂર્ણ ઉત્ક્રાંતિ પામ્યા પહેલાંના વાનરોનો સમુદાય એક દિવસ કંઈક અજુગતું જુએ છે. રહસ્યમય રીતે કાળા રંગનો ‘મૉનોલિથ' યાને લંબચોરસ સ્તંભ જેવો પથ્થર ક્યાંકથી પ્રગટ થયો છે. કોઈ અન્ય જ વિશ્વની વસ્તુ જેવા એ ચોસલાથી અંજાઈ ગયેલા વાનરો એની આસપાસ એકઠા થઈ એને જિજ્ઞાસાથી તપાસે છે. મૉનોલિથની અસર એ થાય છે કે વાનરો ઝડપથી ઉત્ક્રાંતિનું આગળનું પગથિયું ચડીને, હાડકાંને હથિયાર તરીકે વાપરવાનું જ્ઞાન મેળવી લે છે.
મહાન ફિલ્મસર્જક સ્લૅનલી ક્યૂબ્રિક
આ મૉનોલિથનો અર્થ શું થાય એના વિશે ૧૯૬૮માં ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી લઈ આજ સુધી કેટલીયે ચર્ચાઓ ચાલી છે. એમાંનો એક મત એવું કહેતો હતો કે, સિનેમા મૉનોલિથ હૉલની સ્ક્રીનનું પ્રતીક છે, પણ સ્માર્ટફોનનું આગમન થયા બાદ, એ વિશ્વના મહત્તમ લોકોના હાથમાં પહોંચ્યા બાદ, નવો મત એવો બંધાયો કે મૉનોલિથ ખરેખર તો સ્માર્ટફોનના પ્રતીક તરીકે વધુ બંધ બેસે છે. કેમ કે, ‘૨૦૦૧: ઍ સ્પેસ ઑડિસી’માં જે રીતે મૉનોલિથ વાનરોની ઉત્ક્રાંતિને ધક્કો મારે છે, એ જ રીતે સ્માર્ટફોને પણ ટૅક્નોલૉજીના ક્ષેત્રમાં મનુષ્યોને ધક્કો મારીને થોડાં જ વર્ષોમાં ઘણા આગળ પહોંચાડી દીધા છે. આ થિયરી બંધબેસતી લાગવાનું એક કારણ મૉનોલિથ અને સ્માર્ટફોનના દેખાવમાં રહેલી સમાનતા છે. એકદમ કાળા રંગનો મૉનોલિથ અને કાળી સ્ક્રીન ધરાવતા આજના ઘણા સ્માર્ટફોનમાં ડિઝાઇનની દૃષ્ટિએ ખાસ કશું અંતર દેખાતું નથી. ઉપરાંત, મૉનોલિથની અસર તળે વાનરો જે રીતે હાડકાંનું હથિયાર વાપરી હિંસા આચરે છે, એ જ રીતે સ્માર્ટફોન પણ એના ઘણા ફાયદાઓ હોવા છતાં, અનેક નકારાત્મક પ્રવૃત્તિઓનું પ્રેરક કે જનક સાબિત થયા છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 29/06/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 29/06/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ