ઇમિગ્રન્ટો અને એમાં પણ ખાસ કરીને એશિયાઈ ઇમિગ્રન્ટો, જેઓ અમેરિકામાં આવીને વસે છે, એનો ઉગ્રપણે વિરોધ કરતા હતા, એવા અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવાર, ૨૦ જૂન, ૨૦૨૪ના પોડકાસ્ટમાં જાહેરાત કરીને સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે. એ સૂચવે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પના ઇમિગ્રન્ટોની બાબતના વિચારોમાં હ્રદયપલટો થયો છે. રિપબ્લિકન પાર્ટીના અમેરિકાની આગામી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ, જેઓ પહેલાં પણ એક વાર અમેરિકાના પ્રેસિડન્ટ રહી ચૂક્યા છે, એમણે હમણાં જ એમની ઇન્ટરનેટ ઉપરની ડિજિટલ ઓડિયો ફાઇલ એટલે કે પોડકાસ્ટમાં એવું જણાવ્યું છે કે, ‘પરદેશી ગ્રેજ્યુએટો, જેઓ અમેરિકાની યુનિ.માં ભણ્યા હોય અને ત્યાંથી જ સ્નાતક થયા હોય, બેચલર્સનો કોર્સ યા માસ્ટર્સનો કોર્સ કર્યો હોય એમને ગ્રીનકાર્ડ આપવા જોઈએ.’ આ આનંદ પામવાની વાત છે. ભારતમાંથી છેલ્લાં બે-ત્રણ વર્ષથી લગભગ ત્રણ લાખ જેટલા વિદ્યાર્થીઓ અમેરિકાની જુદી-જુદી યુનિ.માં અભ્યાસ કરવા જાય છે. એમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓની અમેરિકાનું ગ્રીનકાર્ડ મેળવવાની ઇચ્છા હોય છે.
Esta historia es de la edición Abhiyaan Magazine 13/07/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 13/07/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ,
યુએસએ વિઝા વિન્ડો (3)
કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ
કચ્છ એક્સપ્રેસ' માટે માનસી પારેખને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ
પ્રકૃતિ
હવે સિંહનું નવું ઘર બનશે ભાવનગરનો બૃહદગીર વિસ્તાર
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.
બગીચાને તરોતાજા રાખવાતી જુદી-જુદી પદ્ધતિઓ
ફેમિલી ઝોન ફેશન
ટેક્સટાઇલ વેસ્ટ અને ગ્લોબલ વોર્મિંગ રિસાઇકલ અને રિયુઝ
જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!
એક અંધારી રાત્રે એક છોકરીને બે યુવાનો લિફ્ટ આપવા ઊભા રહે છે, ત્યારે ગભરાઈને છોકરી પૂછે છે કે, ‘તમે બેઉ મને કેમ લિફ્ટ આપવા માગો છો?' બેઉ યુવાનો કહે છે કે, ‘કેમ કે અમારાં માતા-પિતાએ સારા સંસ્કાર આપ્યા છે.'
સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા
કચ્છની ધરતી પોતાના પેટાળમાં અનેક રહસ્યો ધરબીને બેઠી છે. સિંધુ સંસ્કૃતિના મહત્ત્વનાં શહેરો હજારો વર્ષો પહેલાં કચ્છમાં હતાં. અહીં બૌદ્ધ ધર્મનો પણ એક સમયે ભારે પ્રભાવ હતો. સેટેલાઇટ તસવીરોમાં ઈશાન કચ્છમાં- લખપત તાલુકામાં એંસી જેટલા બૌદ્ધ મઠો જોવા મળે છે. આટલા બધા મઠો એક સાથે હોવાનો અર્થ ત્યાં શિક્ષણનું મોટું કેન્દ્ર હતું તેવો થઈ શકે. આ અંગે હજુ સુધી કોઈ વિશેષ સંશોધન થયું નથી, પરંતુ કચ્છની ધરતીમાં દટાયેલાં નગરો અને સિંધુ સંસ્કૃતિ તથા તે પછીના સમયની વસાહતો જોતાં અહીં જો સંશોધન થાય તો ચોક્કસ કચ્છના ઇતિહાસમાં વધુ એક નવી દિશા જોવા મળી શકે.
પ્રવાસન
રંગદુમ બૌદ્ધ મઠ : લદ્દાખ
કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ
ડીપ-ડિપ્રેશનના કારણે પડેલા સચરાચર વરસાદના પગલે કચ્છનાં નદી, નાળાં, ડેમ, તળાવો છલકાઈ ગયાં છે. જેનો લાભ ખેતીને થશે, ભૂગર્ભજળ ઊંચા આવશે. જોકે સતત વરસતા વરસાદે ચારેક લોકોએ જીવ ગુમાવ્યા છે, રસ્તાઓને ભારે હાનિ પહોંચી છે, રેલવે વ્યવહાર ખોરવાયો છે. શહેરો અને ગ્રામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી જનજીવનને ભારે અસર પહોંચી છે. અમુક જગ્યાએ સંદેશાવ્યવહાર ઠપ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાયા છે.
મોસમ
મેઘરાજાની સૌરાષ્ટ્રમાં ક્યાંક મહેર તો ક્યાંક કહેર