સાંપ્રત
ABHIYAAN|Sambhaav METRO 19-10-2024
ટ્રમ્પ જીતશે તો મૂળ ભારતની ઉષા ખીલશે, નહીં તો કમલા તો છે જ!
વિનોદ પંડ્યા
સાંપ્રત

અમેરિકાના પ્રમુખ તરીકે રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવે કે પછી ડોમોક્રેટ કમલા હેરિસ ચૂંટાઈ આવે, કોઈ પણ પરિણામમાં ભારતને જરૂર યાદ કરવામાં આવશે. કમલા હેરિસનું આખું નામ કમલાદેવી હેરિસ છે અને એમનાં માતા શ્યામલા ગોપાલન મૂળ તામિલનાડુનાં છે, જે ૧૯૫૮માં વધુ અભ્યાસ માટે અમેરિકા જતાં રહ્યાં હતાં. એ કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં સ્તન કૅન્સર વિષે વધુ સંશોધનો માટેનો અભ્યાસ કરી રહ્યાં હતાં. એ દિવસોમાં ૧૯૬૧થી જમૈકાનો ડોનાલ્ડ જે. હેરિસ નામનો તેજસ્વી વિદ્યાર્થી સેનફોર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના વધુ અભ્યાસ માટે આવ્યો હતો. સ્ટેનફોર્ડમાં પ્રવેશ મેળવનાર એ પ્રથમ અશ્વેત યુવાન હતો. શ્યામલા ગોપાલન અને ડોનાલ્ડ હેરિસ પરિચયમાં આવ્યાં અને પરણી ગયાં. કમલા નાની હતી ત્યારે તેઓ બર્કલે, કેલિફોર્નિયાના એક નાનકડા મકાનમાં રહેતાં હતાં. ૧૯૭૦માં ડોનાલ્ડ હેરિસ સાથે છૂટાછેડા લીધા અને ત્યાર બાદ શ્યામલાએ જ કમલા અને એની નાની બહેન માયાદેવીનો ઉછેર કર્યો હતો. કમલા અને માયા ચેન્નાઈમાં એમના નાના અને મામાના ઘરે વૅકેશનમાં અવારનવાર આવતી હતી. કમલા હેરિસ તો અમેરિકાનાં ઉપપ્રમુખ છે. પ્રથમ અશ્વેત અને અમેરિકામાં પ્રથમ મહિલા ઉપપ્રમુખ બન્યાં, ત્યાર બાદ એમના વિશે અવારનવાર લખાતું રહે છે.

કમલા હેરિસ જીતે તેવી શક્યતા વધુ છે, પણ ધારો કે ટ્રમ્પ ચૂંટણી જીતી જાય તો પણ ભારતનું નામ લેવાશે. ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ પદ માટે એમના રનિંગ મેટ તરીકે જે.ડી. વાન્સ નામના એમના એક સાથીદારની પસંદગી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવે તો જે.ડી. વાન્સ આપોઆપ ઉપરાષ્ટ્રપતિ બને. આ વાન્સનાં પત્ની મૂળ આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની બ્રાહ્મણ કુટુંબની ઉષા ચિલુકુરી વાન્સ છે. ઉષા અને કમલા બંનેનો જન્મ અમેરિકામાં થયો છે, પણ ઉષા પોતાને ભારતીય હિન્દુ તરીકે ઓળખાવે છે અને હિન્દુ હોવાનો એમને ગર્વ છે. જે.ડી. વાન્સ સાથે એમણે લગ્ન કર્યાં ત્યારે એમણે ભારતીય ઢબે વસ્ત્રો અને શણગાર સજ્યાં હતાં.

Esta historia es de la edición Sambhaav METRO 19-10-2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición Sambhaav METRO 19-10-2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

માઉન્ટ એવરેસ્ટ કેમ દર વર્ષે ઊંચો વધી રહ્યો છે?

time-read
1 min  |
Sambhaav METRO 19-10-2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

૪૮ વર્ષે નોકરી માટે કરેલી અરજી પાછી આવી

time-read
1 min  |
Sambhaav METRO 19-10-2024
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

તમે આવું હવાલાનું કૌભાંડ કરો છો?

time-read
3 minutos  |
Sambhaav METRO 19-10-2024
કંગના રનૌત હવે ટ્રિપલ રોલમાં!
ABHIYAAN

કંગના રનૌત હવે ટ્રિપલ રોલમાં!

કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આવેલા ભામ્બલા (અત્યારના સુરાજપુર) ગામમાં જન્મી છે. આજે મંડી પ્રદેશની સાંસદ છે. તેની ઈમરજન્સી' ફિલ્મ સેન્સર સર્ટિફિકેટને લઈને અટકેલી છે. તેની સફળ ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ-૩'ના પણ સમાચાર છે.

time-read
2 minutos  |
Sambhaav METRO 19-10-2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

પોલ્કા-ડૉટ્સ ક્વીન કલાકાર યાયોઈ કુસામા

time-read
6 minutos  |
Sambhaav METRO 19-10-2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ટ્રમ્પ જીતશે તો મૂળ ભારતની ઉષા ખીલશે, નહીં તો કમલા તો છે જ!

time-read
5 minutos  |
Sambhaav METRO 19-10-2024
ત્રણ દાયકા પહેલાં શોધાયેલી ધોળાવીરાની પથ્થરની ખાણ હવે રક્ષિત થઈ
ABHIYAAN

ત્રણ દાયકા પહેલાં શોધાયેલી ધોળાવીરાની પથ્થરની ખાણ હવે રક્ષિત થઈ

ધોળાવીરામાં હજારો વર્ષો પહેલાં વસતાં લોકોએ નજીકમાં જ મળતાં સારા પથ્થરોનો ઉપયોગ પોતાના શહેરના બાંધકામ માટે કર્યો હતો. પથ્થરોનાં મણકા, વજનિયાં બનાવતાં હતાં. ૧૦૦ કિલો કે તેથી વધુ વજનના પથ્થરોને યોગ્ય ઘાટ આપીને, ઘડીને તેની નિકાસ સિંધુ સભ્યતાનાં અન્ય શહેરો, મેસોપોટામિયા સુધી કરાતી હોવાના પુરાવા મળ્યા છે. આ પથ્થરો જમીનની અંદરથી નહીં, પણ જમીન ઉપરથી જ મળતાં હતા. તેના પુરાવા આજે પણ જોવા મળે છે, અણઘડ કે અર્ધઘડ પથ્થરો તથા તે કાપતાં વધેલાં છોડિયાં ખાણની સાઇટ ઉપરથી જોવા મળે છે.

time-read
5 minutos  |
Sambhaav METRO 19-10-2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

રાવણ મૃત્યુ નહીં, મુક્તિ ઇચ્છતો હતોઃ આશુતોષ

time-read
2 minutos  |
Sambhaav METRO 19-10-2024
વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં યુદ્ધનાં દેવી દેવતા પૂજનીય છે.
ABHIYAAN

વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં યુદ્ધનાં દેવી દેવતા પૂજનીય છે.

વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનની પરંપરા છે. આ શસ્રો સ્વરક્ષણ માટે છે. સ્વરક્ષણ માટે જ યુદ્ધ થાય છે. યુદ્ધ છે ત્યાં શસ્રો છે. શસ્ત્ર અને યુદ્ધ અભિન્ન છે. વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં યુદ્ધનાં દેવી-દેવતા છે અને તેની છે પૂજા-અર્ચના થાય છે. યુદ્ધનાં દેવી-દેવતા આપણું રક્ષણ કરે એ જ ઉદ્દેશ.

time-read
7 minutos  |
Sambhaav METRO 19-10-2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

બિહારમાં પ્રશાંત કિશોરની નવી જનસુરાજ પાર્ટીનું ભાવિ શું?

time-read
2 minutos  |
Sambhaav METRO 19-10-2024