તેરે ચેહરે સે નજર નહી હટતી..
Chitralekha Gujarati|May 22, 2023
એક સમયે સાહિર લુધિયાણવીની આ પંક્તિ માત્ર સ્ત્રીને ઉદ્દેશીને કહેવાતી, પરંતુ સૌંદર્ય પામવાનો અધિકાર હવે યુવતીનો જ રહ્યો નથી. આજકાલ યુવાનો પણ લેટેસ્ટ હેરસ્ટાઈલ, ટ્રિમ્ડ દાઢી-મૂછ, મજબૂત જૉલાઈન, સિક્સ પૅક ઍબ્સ કે પછી સપાટ પેટના તલબગાર બન્યા છે, જેને લીધે બ્યુટી માર્કેટમાં અગાઉ ક્યારેય નહોતી એવી તેજી જોવા મળી રહી છે.
મહેશ શાહ (અમદાવાદ) । કેતન મિસ્ત્રી (મુંબઈ) । અરવિંદ ગોંડલિયા (સુરત)
તેરે ચેહરે સે નજર નહી હટતી..

અમદાવાદના પાંચ-છ મિત્રો રવિવારે સવારે રિસોર્ટમાં વન ડે પિકનિક માટે પહોંચ્યા. ત્યાં મૂડ બની જતાં સ્વિમિંગ પૂલમાં ખાબક્યા. જો કે ફ્રેન્ડની ગૅન્ગના વૈભવે કહ્યું: ‘મને પાણીની ઘાત છે એટલે હું સ્વિમિંગ નહીં કરું.’

‘અરે, કંઈ નહીં થાય. અમે તારી સાથે છીએ..’ એમ કહીને મિત્રો પરાણે વૈભવને ચેન્જિંગ રૂમમાં લઈ ગયા. સૌએ જબરદસ્તી વૈભવનું ખૂલતું શર્ટ ઉતાર્યું એટલે એણે બન્ને હાથ છાતી પર ઢાંકી દીધા.

આ જોઈ ધવલે સીટી મારીઃ ‘ઓહો.. મૅન બૂબ્સ?’ 

મૅન બૂબ્સ એટલે સ્ત્રીનાં સ્તન જેવો દેખાતો પુરુષની છાતીમાં સ્તનગ્રંથિ પરનો ઉભાર. ધવલની જેમ બીજા દોસ્તે પણ વૈભવની છાતીના ઉભાર અંગે મજાક કરી એટલે હતાશાના ભાવ સાથે વૈભવ ફટાફટ શર્ટ પહેરીને બહાર નીકળી ગયો.

અમેરિકન મોડેલ-સોશિયલાઈટ કિમ કાર્ડાશિઆને વૅમ્પાયર ફેસિયલની સેલ્ફી ‘ઈન્સ્ટાગ્રામ’ પર મૂકી અને લોકપ્રિય બનાવી.

વૈભવની જેમ ઘણા યુવકો, પુરુષો છાતીની સ્તનગ્રંથિ પર ઊપસેલા ભાગથી શરમ અનુભવે છે. છાતીનો વધુપડતો ઉભાર છુપાવવા ઘણા યુવકો ટી-શર્ટ પહેરી શકતા નથી, સ્વિમિંગ કરી શકતા નથી. ખાસ કરીને હૉસ્ટેલ કે પેઈંગ ગેસ્ટ તરીકે ગ્રુપમાં રહેતા યુવકો આવા ઉભારથી શરમ અનુભવે.

વૈભવ અને એના જેવા યુવાનો કે પુરુષો માટે જો કે આનો કાયમી ઉપાય ઉપલબ્ધ છે. એ છે સર્જરી, જેમ કે વૈભવે એ ઑપરેશનની મદદથી સ્તનગ્રંથિમાંથી ચરબી દૂર કરાવી. આ સર્જરીને ગાયનેકોમેસ્ટિયા કહે છે.

છેલ્લાં પાંચ વર્ષમાં ગાયનેકોમેસ્ટિયાની પંદરસો જેટલી સર્જરી કરનારા અમદાવાદના જાણીતા પ્લાસ્ટિક અને કૉસ્મેટિક સર્જ્યન ડૉ. અર્થ શાહ ચિત્રલેખાને કહે છેઃ ‘મહદંશે કિશોરવયે જૂજ છોકરામાં તથા અમુક પુરુષોમાં છાતીનો ઉભાર વધેલો જોવા મળે. અનેક કિસ્સામાં ખાસ કરીને યુવાનો ડિપ્રેશનમાં પણ સરી પડતા હોય છે અને આપઘાતના વિચાર સુદ્ધાં કરતા હોય છે.’ ગાયનેકોમેસ્ટિયા સહિત અમુક સર્જરી પ્લાસ્ટિક સર્જ્યન કે કૉસ્મેટિક સર્જ્યન કરે. જો કે એ બધી સર્જરી સુંદરતા મેળવવા થતી નથી. ઘણી સર્જરી વ્યક્તિની અમુક ખોડ, ઈજા, ડાઘ ઢાંકવા કે એની સમસ્યા દૂર કરવા થાય છે.

Esta historia es de la edición May 22, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición May 22, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
Chitralekha Gujarati

મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.

ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.

time-read
4 minutos  |
November 25, 2024
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
Chitralekha Gujarati

અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?

શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.

time-read
3 minutos  |
November 25, 2024
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
Chitralekha Gujarati

ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.

રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.

time-read
4 minutos  |
November 25, 2024
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati

ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!

ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.

time-read
3 minutos  |
November 25, 2024
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
Chitralekha Gujarati

લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?

આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.

time-read
3 minutos  |
November 18, 2024
અવગણવા જેવી નથી આ વ્યાધિ
Chitralekha Gujarati

અવગણવા જેવી નથી આ વ્યાધિ

ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...

time-read
3 minutos  |
November 18, 2024
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
Chitralekha Gujarati

મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની

દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?

time-read
2 minutos  |
November 18, 2024
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
Chitralekha Gujarati

પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!

સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.

time-read
3 minutos  |
November 18, 2024
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
Chitralekha Gujarati

વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ

ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.

time-read
1 min  |
November 18, 2024
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
Chitralekha Gujarati

હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...

વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.

time-read
5 minutos  |
November 18, 2024