દાગ અચ્છે હૈ.. ખરેખર?
Chitralekha Gujarati|June 05, 2023
બર્થડેની સરપ્રાઈઝ ગિફ્ટઃ ધોતીનો રૂમાલ થાય, પણ આ શર્ટનું શું થાય?
સુષમા શેઠ
દાગ અચ્છે હૈ.. ખરેખર?

ગીતાબહેન ક્યારનાંય ઊંચાં-નીચાં થઈ રહ્યાં હતાં. એમણે આશીને નજીક બોલાવી કહ્યું: ‘આશી, મારે તારા પપ્પાજીને બર્થડ માટે સરસ ગિફ્ટ આપી સરપ્રાઈઝ આપવી છે. કંઈક સજેસ્ટ કર ને.’

‘પપ્પાજી બીજું કંઈ વાપરે કે ન વાપરે, પણ શર્ટ ચોક્કસ કામ આવશે જ. મમ્મીજી, શૉપિંગ માટે ક્યાંય ફરવાની જરૂર નહીં. હું તમને ઑનલાઈન બ્રાન્ડેડ શર્ટ્સના ફોટા બતાવું એમાંથી એમને માટે એક મસ્ત પાર્ટીવેર શર્ટ સિલેક્ટ કરીએ.’ કહી આશીએ આંગળીને ટેરવે મોબાઈલમાં દુકાન ખડી કરી દીધી. અધધધ ચૉઈસ!

ગીતાબહેનને ગમે એ આશીને ન ગમે અને આશીને જે ગમે એ ગીતાબહેનને વધુપડતું મૉડર્ન લાગે. પોણો કલાક મથ્યા પછી છેવટે એક મોંઘા બ્રાન્ડેડ આછા બ્લ્યુ કલરના ચેક્સવાળા શર્ટ પર બન્નેની નજર ઠરી. નિર્ણય લેવાઈ ગયો અને આશીએ ફટાફ્ટ ઑર્ડર પ્લેસ કરી ઑનલાઈન પેમેન્ટ કરી દીધું. ચોથે દિવસે પાર્સલ આવી ગયું અને પાંચમે દિવસે હૅપી બડ઼ે ટુ યુ ગાતાં ગાતાં ગીતાબહેને મુકેશભાઈને સરપ્રાઈઝ ગિફ્ટ આપી. સરપ્રાઈઝ્ડ થયેલા મુકેશભાઈએ હોંશે હોંશે પૅકેટ ખોલ્યું.

‘ગમ્યું ને? કેવું સરસ છે. હવે બહાર કોઈને ત્યાં પાર્ટીમાં જઈએ ત્યારે આ પહેરજો. જેવું-તેવું નથી. બ્રાન્ડેડ છે, હોં. મેં અને આશીએ સાથે મળીને પસંદ કર્યું છે.. અને તમે આ પહેરો ત્યારે મારેય મૅચિંગ કરવું પડે ને? હુંય આવા જ કલરનો સિલ્કનો નવો પંજાબી ડ્રેસ ખરીદી લાવી. ભેગાભેગ મૅચિંગ પર્સ અને સૅન્ડલ લઈ જ લીધાં. શું છે કે આપણી જોડી જામવી જોઈએ. આવા કલરની બુટ્ટી અને પેન્ડન્ટનો ઑર્ડર આપી દીધો છે એ પણ આવતા વીકે આવી જશે.’ ગીતાબહેને અટક્યા વગર પોતાનું આખું શૉપિંગ લિસ્ટ વાંચી કાઢ્યું.

‘હૈં! તારી બહેનું અત્યારથી લઈ લીધું?’ નાની સરપ્રાઈઝ પર મોટી સરપ્રાઈઝથી ડબલ ઝટકો લાગ્યો હોય એમ મુકેશભાઈના હાથમાં પકડેલો ચાનો કપ હલી ગયોઃ ‘ગીતા, મને આવી સરપ્રાઈઝો ના આપતી, હોં. ક્યાંક હાર્ટ બેસી જશે.' મુકેશભાઈએ નાક પર સરકી જતાં ચશ્માં ઉપરથી આંખ કાઢીને જોયું. એમને શર્ટ ખાસ ગમ્યું નહોતું, પણ એવું કહેવાની હિંમત કરે તો જન્મદિવસ ઝઘડાદિવસમાં પરિવર્તિત થઈ જાય.

Esta historia es de la edición June 05, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición June 05, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 minutos  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 minutos  |
September 23, 2024
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 minutos  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 minutos  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 minutos  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 minutos  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 minutos  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 minutos  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 minutos  |
September 16, 2024