મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય
Chitralekha Gujarati|June 12, 2023
સૂર્ય-ચંદ્ર ચિલ્લાયાઃ આ દેવ નથી. આ અસુર છે. આને ન આપો, પણ ત્યાં સુધીમાં રાહુને અમૃત અપાઈ ચૂક્યું હતું. જો કે અમૃત રાહુના ગળાથી નીચે ઊતરે એ પહેલાં જ ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર ઝડપથી છોડીને એનું ગળું કાપી નાખ્યું.
દીપક સોલિયા
મહાભારત માર્ગદર્શક મહાકાવ્ય

અમૃત તો ઉત્તમ હતું, પરંતુ એ મળ્યા પછી દેવો-અસુરો વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ ભયાનક હતું. સમુદ્રમાંથી નીકળેલું અમૃત પહેલાં અસુરોના હાથમાં ગયું. પછી મોહિનીના રૂપમાં આવેલા વિષ્ણુ અસુરોને ભોળવીને એમની પાસેથી અમૃત લઈ ગયા. આ વાતે છેડાયેલા અસુરોએ તત્કાળ યુદ્ધ છેડી દીધું. અમૃત લઈને વિષ્ણુ દેવછાવણીમાં પાછા ફર્યા કે તરત દેવોએ અમૃત પીવાનું શરૂ કર્યું. અમૃત પીવાની ઉતાવળ કોને ન હોય? વળી, અમૃત માટે યુદ્ધે ચડેલા અસુરો સામે લડવા જતાં પહેલાં અમૃત પી લીધેલું સારું એ ગણતરીથી પણ દેવો અમૃત પીવા ઉતાવળા બન્યા.

અમૃતપાન માટેની ભીડ વચ્ચે રાહુ નામનો એક અસુર દેવનું રૂપ ધરીને ઘૂસી ગયો. એની ચાલાકી સૂર્ય અને ચંદ્રએ પકડી પાડી. સૂર્ય-ચંદ્ર ચિલ્લાયાઃ આ દેવ નથી. આ અસુર છે. આને ન આપો.. પણ ત્યાં સુધીમાં રાહુને અમૃત અપાઈ ચૂક્યું હતું. જો કે અમૃત રાહુના ગળાથી નીચે ઊતરે એ પહેલાં જ ચક્રધારી ભગવાન વિષ્ણુએ પોતાનું ચક્ર ઝડપથી છોડીને એનું ગળું કાપી નાખ્યું. અમૃત રાહુના પેટ સુધી ન પહોંચ્યું. રાહુનું મસ્તક અત્યંત મોટું હતું. પર્વતના શિખર જેવું એ મસ્તક ચક્ર દ્વારા કપાઈને ધરતી પર પડ્યું ત્યારે ધરતી ધ્રૂજી ઊઠી.

એ તો એક મસ્તક હતું. બીજી તરફ, દરિયાકાંઠે દેવો-અસુરો વચ્ચે શરૂ થઈ ચૂકેલા યુદ્ધમાં અનેક અસુરોનાં મસ્તકો કપાઈને ધડ્ ધડ્ એવા મોટા અવાજો સાથે જમીન પર પડી રહ્યાં હતાં. શુદ્ધ સોનાનાં આભૂષણોથી લદાયેલાં એ મસ્તકો એક તરફ દરિયાકાંઠાના એ રણમેદાનને સુવર્ણરંગી બનાવી રહ્યાં હતાં ત્યારે બીજી તરફ લોહી એટલું બધું વહી રહ્યું હતું કે દરિયાકાંઠાનું સમગ્ર રણમેદાન લાલ લાલ દેખાઈ રહ્યું હતું. એવામાં સૂર્યનો પ્રકાશ પણ રક્તરંગી બન્યો. યુદ્ધની સાથે સમગ્ર વાતાવરણ વધુ ને વધુ લાલ બનતું ચાલ્યું. તલવારો, તીરો, પ્રાસો (હાથભાલા), તોમરો (લાંબા દાંડાવાળા અણિદાર ભાલા), ગદા, શક્તિ (જાડા માથાવાળા લોહદંડ), પટ્ટિશો (અત્યંત ધારદાર બેધારી તલવારો), પરિઘો (કાંટાળા લોહદંડ), વગેરે હથિયારોથી લડાઈ રહેલા એ યુદ્ધમાં અવાજોનું પ્રમાણ પણ અત્યંત ઊંચું હતું. ચારે તરફ મારો, કાપો, દોડો, પાડી દો, છોડતા નહીં.. એવા શબ્દો એટલા ઊંચા સાદે બોલાઈ રહ્યા હતા કે એ સામૂહિક હાહાકાર આભમાં અત્યંત ઊંચે પણ સાંભળી શકાતો હતો.

Esta historia es de la edición June 12, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición June 12, 2023 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 minutos  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 minutos  |
September 23, 2024
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 minutos  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 minutos  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 minutos  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 minutos  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 minutos  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 minutos  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 minutos  |
September 16, 2024