આશી, અમિત, મુકેશભાઈ અને ગીતાબહેન અમેરિકાનાં ખાસ જોવાલાયક સ્થળોની ટુર કર્યા બાદ આશીની માસીને ત્યાં સમયસર પહોંચી ગયાં.
ન્યુ જર્સી નિવાસી અમેરિકા બોર્ન ઍન્ડ બ્રોટઅપ સમીર ઉર્ફે સૅમ એટલે કે માસીના દીકરાનાં લગ્નની તૈયારી જોરશોરથી ચાલી રહી હતી. લગ્નની આગલી સાંજે સંગીતનો જલસો રખાયો હતો અને પરફોર્મન્સ આપવામાં દરેક ફૅમિલી મેમ્બર ભાગ લે એની ખાસ તકેદારી રખાઈ હતી. પરિવારના લોકોને જુદા જુદા ડાન્સનાં સ્ટેપ્સ શીખવવા એક કોરિયોગ્રાફર સાથે નક્કી કરવામાં આવ્યું હતું.
‘ગીતાબહેન–મુકેશભાઈ, તમારે અમારી સાથે ગરબા કમ ભાંગડા ડાન્સમાં જોડાઈ જવાનું છે અને અમિત-આશીએ જબ કોઈ બાત બિગડ જાયે..વાળા સોન્ગ પર ડાન્સ પરફોર્મન્સ આપવાનો છે, ઓકે?’
મુકેશભાઈ ગૂંચવાયા ‘મને એવું બધું ન આવડે.’
‘આમ તો ગીતાબહેન નચાવે એમ નાચો જ છો ને? હા..હા..હા.’ માસાએ રમૂજ કરી એ સાંભળી મુકેશભાઈએ મોઢું બગાડ્યું.
‘ડોન્ટ વરી. કોરિયોગ્રાફર બધું જ શિખવાડશે અને તમારે ક્યાં એકલાએ કરવાનું છે? આ ગ્રુપ ડાન્સ છે.’ માસીના આગ્રહને ગીતાબહેનનો પૂરેપૂરો સપોર્ટ હતોઃ ‘હા હા, જરૂર કરીશું.’ હોંશીલાં ગીતાબહેન તો એ પ્રોગ્રામ માટે ઈન્ડિયાથી ખાસ નવાં ચણિયા-ચોળી પણ લાવેલાં.
‘આવો ચાન્સ ફરી ક્યારે મળશે? એય અમેરિકામાં? જેવું આવડે એવું કરજો, પણ કરજો ખરા. લગ્નના વિડિયોમાં આપણે દેખાવાં જોઈએ.’ ગીતાબહેને મુકેશભાઈને પાનો ચડાવ્યો.
પ્રેક્ટિસ દરમિયાન કોરિયોગ્રાફર વન.. ટુ.. થ્રી.. ફોર.. બોલીને દરેક સ્ટેપ કરાવતો હતો અને સાથે ગીતાબહેન ‘હવે ઉપર એક તાળી, હવે આગળ, હવે ગોળ ફરવાનું પછી નાનકડો કૂદકો મારીને મને તાળી આપવાની.’ એવી સૂચના આપ્યા કરતાં હતાં એટલે મુકેશભાઈને શીખવામાં ખાસ વાંધો ન આવ્યો.
Esta historia es de la edición July 17, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 17, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.