દેવલોકમાં જોરદાર યુદ્ધ લડીને અમૃત મેળવ્યા બાદ ગરુડરાજ પાછા ફરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુ એમની સામે પ્રગટ થયા. અમૃત પીવાનો લોભ ન દાખવનારા નિઃસ્પૃહ ગરુડને વિષ્ણુ ભગવાને વરદાન માગવા કહ્યું. ગરુડે બે વરદાન માગ્યાંઃ વિષ્ણુના ધ્વજ પર સ્થાન અને અમૃત પીધા વિના અમરત્વ. ભગવાને બન્ને વરદાન આપ્યાં. પછી ગરુડે વિષ્ણુને કહ્યું: ‘હું પણ આપને વરદાન આપવા માગું છું. આપ ભગવાન છો, છતાં મારી પાસેથી કોઈ પણ વરદાન માગો.’
જે સ્વયંપૂર્ણ છે, જેમને કોઈની પાસે કશું જોઈતું નથી એવા સ્વયં ભગવાનને કશુંક માગવાનું કહેવામાં થોડું જોખમ તો ખરું. આવી ચેષ્ટાથી ભગવાન નારાજ પણ થઈ શકે. જો કે ગરુડરાજે નિર્ભીક બનીને ભગવાનને વરદાન માગવા કહ્યું અને ભગવાને સહજભાવે વરદાન માગ્યું પણ ખરું: ‘તમે મારું વાહન બનો.’
ગરુડે અત્યંત હર્ષ સાથે આ વાત સ્વીકારી. આમ તો દેવોને હરાવીને વટપર્વક અમત લઈને જઈ રહેલા ગરુડને વિષ્ણુ એવું કહી શક્યા હોત કે અમૃત દેવો પાસે મૂકીને જાવ. એવું પણ કહી શક્યા હોત કે તમારે ક્યાંય જવાનું નથી અને આ ઘડીથી જ મારા વાહન તરીકે મારી સાથે રહેવાનું છે, પરંતુ ભગવાન વિષ્ણુએ ગરુડરાજને રોકવાને બદલે શાંતિથી જવા દીધા, અમૃતસહિત.
આટલી સ્વસ્થતા ઈન્દ્રમાં નહોતી. વિષ્ણુ સાથે વરદાનની આપ-લે બાદ ઘર તરફ આગળ જઈ રહેલા ગરુડરાજે આકાશમાં હજુ તો થોડી જ ગતિ કરી એટલામાં ઈન્દ્રએ કોઈ પણ ભોગે ગરુડને રોકવા અને અમૃત પાછું મેળવવા છેવટના ઈલાજ તરીકે પોતાનું અમોઘ શસ્ત્ર વજ્ર ગરુડરાજ પર છોડ્યું. વજ ગરુડરાજને વાગ્યું. ગરુડરાજ અટક્યા.
વજ્ર એ દધીચિ ઋષિનાં હાડકાંમાંથી બનાવવામાં આવેલું શસ્ત્ર હતું. ગરુડરાજે દધીચિ ઋષિની મદદથી બનેલા શસ્ત્રને આદર આપવા માટે પોતાની ઉડાન અટકાવી. દધીચિ વિશે તમે કદાચ જાણતા જ હશો. પુરાણો મુજબ, દધીચિ એક અજોડ ષિ હતા. જ્ઞાન, તપ, પવિત્રતા અને ઉદારતાનો એમનામાં જે સંગમ જોવા મળતો હતો એનો જોટો જડવો મુશ્કેલ હતો. ગંગાકિનારે આવેલા એમના આશ્રમમાં કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ દુઃખ દૂર કરવા માટે દધીચિ તત્પર રહેતા. એ વિસ્તારનાં પશુ-પક્ષી પણ દધીચિનાં પ્રેમ અને સેવાથી અતિ સંતુષ્ટ હતાં. એમની ઉદારતાનો અંત નહોતો અને એમનામાં ક્રોધનો અંશ પણ નહોતો.
Esta historia es de la edición July 10, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 10, 2023 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મન હોય તો માળવે જવાય...અને મેડલ પણ જિતાય.
ઉંમરના છ દાયકા પાર કરી ચૂકેલી આ મહિલાને જીવનમાં કંઈક કરવાનું બાકી હોય એમ લાગ્યા કરતું એટલે એમણે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. એટલું જ નહીં, રાજ્ય લેવલે અનેક હરીફાઈમાં ભાગ લઈ વિજયી પણ બન્યાં. એ પછીય કંઈક અધૂરપ લાગતી તો ભરતનાટ્યમ તથા કથક જેવાં ક્લાસિકલ નૃત્ય શીખ્યાં અને એમાં પણ વિશારદ હાંસિલ કરી. એ સાઈકલિંગ કરે, ક્લાસ ચલાવે અને સાથે જીવનથી નિરાશ થયેલી મહિલાઓમાં ઊર્જા ભરવાનું કામ પણ કરે.
અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણ કરવું છે? ...કરવું જોઈએ?
શું તમે જાણો છો, હવે અનલિસ્ટેડ સ્ટૉક્સમાં રોકાણનો ટ્રેન્ડ વધી રહ્યો છે... આવા સ્ટૉક્સમાં રોકાણ કરવાનાં કારણ અને રીત શું હોય છે? આ રોકાણ કરવું જોઈએ ખરું? ચાલો સમજીએ, અનલિસ્ટેડ સ્ટૉક્સની નાની માર્કેટને, જે ધીમે ધીમે મોટી થતી જાય છે.
ટ્રમ્પના વિજયનું ભારત કનેક્શન જાણવા જેવું છે.
રસાકસીની ધારણાવાળી અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એકતરફી જીત મેળવીને વિશ્વઆખાને સ્તબ્ધ કરી દીધું. ટ્રમ્પના આ ભવ્ય વિજય પાછળ ઘણા ઈન્ડિયન અમેરિકન્સની પણ મહેનત છે. હવે એમના પ્રધાનમંડળમાં ભારતીય કે હિંદુ કનેક્શન્સ ધરાવતા રાજકારણીઓને સ્થાન મળશે કે નહીં એની ચર્ચા છે.
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.