એક ઝેરી વાર્તા...
એક ગામમાં સાસુ-વહુ વચ્ચે બહુ ઝઘડા ચાલતા હતા. વહુ નવા જમાનાની સ્વતંત્ર મિજાજી હતી. સાસુ જુનવાણી અને દાદાગીરીવાળી હતી.
વહુ એક દિવસ કંટાળીને પિતાના વૈદ્ય મિત્ર પાસે ગઈ ‘મને એવું ઝેર આપો કે મારી સાસુ કાયમ માટે ઊંઘી જાય. એનો ત્રાસ સહન થતો નથી.'
વૈદ્ય સમજદાર હતા. એમણે કહ્યું: ‘બેટા, એવી રીતે ઝેર ન અપાય. લોકોને ખબર પડી જાય. હું તને બીજી દવા આપું છું, પણ તારે હું કહું તેમ કરવું પડશે.’
વહુએ હકારમાં માથું હલાવ્યું.
વૈદ્યે એને ચાર-પાંચ જડીબુટ્ટીનો પાવડર આપીને કહ્યું: ‘આમાંથી તું રોજ એક ચમચી પાવડર સાસુના ખાવામાં નાખજે. આ ધીમું ઝેર છે. છ મહિના સુધી એની અસર નહીં દેખાય. એ પછી સાસુ બીમાર પડવા લાગશે અને પછી મરી જશે. હવે તારી પર શંકા ન જાય એટલે તારે તારી સાસુને સામો જવાબ નહીં આપવાનો. એ કહે એમ કરવાનું, દીકરીની જેમ રહેવાનું, એમની પૂરતી સેવા કરવાની.
વહુ ખુશ થઈને ઘરે આવી અને બીજા જ દિવસથી સાસુ સાથે નમ્ર બનીને વર્તવા લાગી. સાસુને શંકા ન પડે એ રીતે ખાવામાં ઝેર મેળવતી જાય અને એમને પ્રેમ કરતી જાય. વહુની જીભ મીઠી થઈ ગઈ. સાસુ ગમે એટલું આકરું બોલે, વહુ હસતાં મોઢે સહન કરી લે.
ધીમે ધીમે સાસુનો પારો પણ ચઢતો બંધ થઈ ગયો. એમને વહુ પ્રત્યે પ્રેમ ઊભરાવા લાગ્યો. જે કામ એ વહુ પર નાખતાં હતાં એ જાતે જ કરવા લાગ્યાં. છ મહિનામાં તો ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. બન્ને વચ્ચે ઝઘડા સાવ જ ખતમ થઈ ગયા.
છ મહિના પછી વહુ પાછી વૈદ્ય પાસે ગઈ અને કહ્યું: ‘મને મદદ કરો. મારાં સાસુ સુધરી ગયાં છે અને મને દીકરીની જેમ રાખે છે. મારે એમને હવે જિવાડવાં છે. ઝેરને મારવાની દવા આપો.’
વૈદ્ય હસ્યા અને કહ્યું: ‘બેટા, ચિંતા ન કરીશ. એ ઝેર નહોતું. ખાંડનો પાવડર હતો. ઝેર તો તારા મનમાં હતું, પણ સાસુ પ્રત્યેના પ્રેમમાં એ ઝેર ધોવાઈ ગયું છે. જા ઘરે, હવે સાસુ તને આવી જ રીતે પ્રેમ કરશે.’
Esta historia es de la edición April 15, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 15, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...