ડિયર નૅચર,
– અપની મા કા દૂધ પિયા હૈ તો આજા સામને...
– અપની મા કા દૂધ પિયા હૈ તો ચલા ગોલી...
– મા કા દૂધ પિયા હૈ તો વહીં રહના...
– જીતના ખૂન મેરે હાથસે બહા હૈ ઉતના તો તૂને મા કા દૂધ ભી નહી પિયા હોગા...
આવા ડાયલોગ આપણે આપણી ફિલ્મોમાં સાંભળતાં આવ્યા છીએ, પણ કેટલાક અહેવાલો એવા છે કે હવે માતાના દૂધની દુહાઈઓ દઈ શકાશે કે કેમ? એ પ્રશ્ન સર્જાયો છે.
થોડા સમય પહેલાં સ્તનપાન સપ્તાહ નિમિત્તે મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં યુનિસેફ અને રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એક કાર્યક્રમ યોજાયો. સ્વાભાવિક છે કે ઉપસ્થિત વક્તા એમાં સ્તનપાનનું મહત્ત્વ સમજાવે. એ કાર્યક્રમમાં હાજર સ્વાસ્થ્યમંત્રી નરેન્દ્ર શિવાજી પટેલે કહ્યું કે મને નવી જાણકારી આજે મળી છે અને એ છે, મા કા દૂધ પિયા હૈ... ડાયલોગનો મતલબ. નવજાત શિશુ માટે જન્મના એક કલાકમાં મળનારું માતાનું દૂધ પહેલી રસીથી જરાય ઓછું નથી.
વાત તો સાચી છે. માતાનું દૂધ બાળક માટે અમૃત સમાન હોય છે. આ જ કારણે એને અંગ્રેજીમાં લિક્વિડ ગોલ્ડ કહેવામાં આવે છે. આ સ્તનપાન સાથે કેટકેટલી કથાઓ અને પ્રસંગો જોડાયેલાં છે. કોઈ સ્ત્રી માતા બને અને પહેલી વાર એના બાળકને સ્તનપાન કરાવે એનો અનુભવ કેટલો આહ્લાદક હોય છે એ તો માતા જ કહી શકે અને બાળકનો પરિચય માતા સાથે સ્તનથી જ શરૂ થાય છે.
માતાનું દૂધ જેને ન મળ્યું હોય એ કમનસીબ ગણાય છે અને એટલે જ માતાના દૂધ સાથે બહાદુરીને પણ જોડવામાં આવે છે અને હિંદી ફિલ્મોમાં આ જ કારણે કેટલાક ડાયલોગ બહુ જાણીતા બન્યા છે. માતાના દૂધનું કરજ ચૂકવવાની વાતો પણ આપણા કાને પડતી રહે છે. માતાના દૂધની મહાનતા અનેક રીતે વર્ણવાય છે. યુનિસેફ કહે છે કે માતાનું દૂધ બાળકો માટે સૌથી સારામાં સારું ભોજન છે. એમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન જેવાં તત્ત્વ સારી માત્રામાં ઉપલબ્ધ હોય છે. માતાનું દૂધ પીનાર બાળકોને નાનપણમાં ન્યુમોનિયા જેવી બીમારી થવાની સંભાવના નથી હોતી. મોટા થયા બાદ પણ એમનામાં મેદસ્વીતા અથવા ડાયાબિટીસ જેવી બીમારીઓનો ખતરો ઓછો હોય છે. સૌથી મોટી વાત એ છે કે માતાનું દૂધ પીતાં બાળકોની માનસિક ક્ષમતા બીજા પ્રકારનાં બાળકોથી સારી હોય છે.
Esta historia es de la edición January 06, 2025 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 06, 2025 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...