ગીતાબહેને નવાં વસ્ત્રો પહેરી અરીસામાં નજર કરી. માંડ ચડેલી ફિટોફિટ કુરતીમાં પોતાને જોઈ એમને આઘાત લાગ્યો. શરીરે સોજા ચડ્યા કે પછી કમરનો ઘેરાવો વધી ગયો કે પછી કુરતી ધોવાઈને ચડી ગઈ? આજકાલ સાવ હલકું કાપડ આવે છે. ફૂલીને ફાલેલી કમર ફાટ ફાટ થતી જોઈને એ વિચારે ચડ્યાં. પોતે જાણે બટાટાં ભરેલી ગૂણ હોય એવો ભાસ થયો. આગળ જોયું, ફરીને પાછળ જોયું. પોતાનો ઘેરાવો જોઈ ગીતાબહેન ચિંતામાં ઘેરાયાં. એવામાં મુકેશભાઈ બોલ્યાઃ ‘ગીતા, ક્યારની અરીસા સામે ઊભી ઊભી શું બબડે છે?’
ઉતારવું પડશે.’ ગીતાબહેન બોલ્યાં, એ સાંભળી મુકેશભાઈ વિચારમાં પડ્યાઃ ‘શું?’
વજન.’
હા સ્તો. તડબૂચની સીઝન શરૂ થઈ એમાં તું પોતે તડબૂચ જેવી બની ગઈ. હા...હા...હા...' મુકેશભાઈને મશ્કરી સૂઝી.
‘એવા ટાયલાંવેડા રહેવા દ્યો. મને માળિયા પરથી વજન કરવાનો કાંટો ઉતારી આપો. મારો ત્યાં સુધી હાથ નહીં પહોંચે.'
મુકેશભાઈએ સ્ટૂલ પર ચડી વજનકાંટો ઉતારી આપ્યો એટલે ગીતાબહેન એના પર આરૂઢ થયાં. ‘હાય હાય. આટલું બધું વધી ગયું!' રાડ સાથે એમની આંખમાંથી બોર જેવડું અશ્રુબિંદુ સરકીને ઠપ્પ કરતું વજનના કાંટા પર પડ્યું. બિચારો કાંટો હલબલી ગયો અને ગીતાબહેન વજનનો આંક જોઈ હચમચી ગયાં.
મને કીધા કરે છે તે હવે તું ડાયેટિંગ કર.' સવારે તો ચા સાથે બે ખાખરા જ ખાઉં છું.
બપોરે બે રોટલી માંડ .જમું સાંજે આટલોક જ ભાત. હવે આમાં શું ખાવાનું ઓછું કરું?' ભારે ગીતાબહેનનો અવાજ પણ ભારે થઈ ગયો.
વચ્ચે વચ્ચે આચરકૂચર... મોટેથી બોલે તો માથે તોપ જેવું તડબૂચ ફૂટે એ ભયે મુકેશભાઈ મનોમન બોલ્યાઃ ‘મારું મગજ ખાય છે એટલે જ વધી ગઈ છો. હવે વધી ગયું... વધી ગયું... બોલી બોલીને લોહી ન પીતી.'
‘કાલથી હું ડાયેટિંગ કરીશ. લો, હવે હસજો પછી. પહેલાં મને આ ટાઈટ કુરતી ઉતારવામાં મદદ કરો. કમરેથી ઉતારતાં ફસાઈ ગઈ. હાથ ઊંચા કરું છું, તમે ઉપરથી ખેંચજો.' કહી ગીતાબહેન અધવચ્ચેથી છટકેલી કુરતીને પકડી પાડવા હૅન્ડ્ઝ-અપની મુદ્રામાં ઊભાં રહીગયાં. મુકેશભાઈએ કુરતી ખેંચી, પણ એય પહેરનારના ખભાની કેદમાંથી નીકળવા ન માગતી હોય એમ વચ્ચોવચ ફસાઈ.
Esta historia es de la edición April 15, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 15, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ગરબા સંગે ડાકલાં પણ ગુંજે
દેવીની ઉપાસના માટે ડાકલાંનો ગેબી નાદ, આહવાન માટે હાકોટા અને ભૂવા ધૂણવાની પરંપરા હવે ગરબાના મંચ સુધી પહોંચ્યાં છે. સૌમ્ય ભક્તિના માતાજીના ગરબાની જેમ રૌદ્ર ઉપાસનાનાં દેવી માનાં ડાકલાંગીતનાં મ્યુઝિક આલબમ વધી રહ્યાં છે. આવો, મેળવીએ ડાકલાંનો પરિચય.
અંગદાન કરનારા અને લેનારામાં છે આવો ભેદભાવ
સ્ત્રી કરતાં પુરુષ અનેક વાતે ચઢિયાતા ગણાય છે તો ઑર્ગન ડોનેશનમાં કેમ પાછળ છે?
શક્તિની ઉપાસના સાથે માતાજીને ધરાવો આ પ્રસાદ
કઈ રીતે બનાવશો અંબે માને પસંદ એવી મલાઈ માવા સુખડી?
ભડકીલા રંગની લિસ્ટિનો લાલચટક વિવાદ
સદીઓથી આજ સુધી મહિલાના સૌંદર્યપ્રસાધનની આ અનિવાર્ય આઈટેમને કારણે એક મહિલાની નોકરી જોખમમાં આવી પડતાં એ વિવાદનું કારણ બની છે.
રાઈનો પહાડ ના કરવો...
મોટા સુખની નાની ચાવી શાંતિનો આધાર તમારી પાસે વિકલ્પ પસંદ કરવાની અને આસપાસની સ્થિતિને નિયંત્રિત કરવાની કેટલી સ્વતંત્રતા છે એના પર છે. હું કયા સંઘર્ષનો સ્વીકાર કરું અને કઈ માથાકૂટને દૂર રાખું એ નક્કી કરવાની છૂટ હોય એ મારી શાંતિ માટેની પૂર્વશરત છે. જે સંઘર્ષ સાર્થક છે એ શાંતિનો અનુભવ કરાવે. જે સંઘર્ષ નિરર્થક છે એ અશાંતિ આપે.
એક શિક્ષકની બદલીએ ગામને હિબકે ચડાવ્યું!
ઘોડે બેસાડી રાઘવ કટકિયાને વિદાય આપનારા મિતિયાળાવાસીઓ ધ્રૂસકે ધ્રૂસકે રડ્યા.
ઈઝરાયલનો પ્રતિશોધ ક્યાં અટકશે?
ગાઝા પટ્ટીથી થયેલા હુમલાને એક વર્ષ થવા આવ્યું છે ત્યારે ઈઝરાયલ આદું ખાઈને ઈસ્લામી આતંકી સંગઠનોની પાછળ પડ્યું છે. આ જૂથોના જે આગેવાન જ્યાં હાથમાં આવે ત્યાં એને ખતમ કરવા માટે ઈઝરાયલ મોટાં જોખમ પણ લઈ રહ્યું છે. ઈઝરાયલનું ઝનૂન જોતાં લાગે છે કે એનો જંગ ઝટ પૂરો નહીં થાય.
જસ્ટ, એક મિનિટ.
પસંદગી કરવાનું આપણા હાથમાં છે. સુખી થવાનો એ મહામાર્ગ છે.
પ્રશંસા અને ટીકાની વચ્ચે
જીવનમાં કેટલું હજી કરવાનું બાકી છે દુનિયાની દાદ કે ટીકા માટે વખત નથી.
ઈસ્ટ યા વેસ્ટ, ઈન્વેસ્ટમેન્ટ માટે ઈન્ડિયા ઈઝ બેસ્ટ...
વિદેશી ઈન્વેસ્ટર્સ શા માટે ભારતીય માર્કેટમાં એમનું રોકાણ વધારી રહ્યા છે? એનો જવાબ ભારતીય રોકાણકારોએ ખાસ જાણવો જોઈએ. વૈશ્વિક પરિબળો પણ ચોક્કસ સંકેત આપતાં રહ્યાં છે. આ જવાબની કેટલીક પાયાની બાબત સમજીએ...