શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!
Chitralekha Gujarati|June 10, 2024
સરેરાશ દર ચારમાંથી ત્રણ સ્ત્રીને સતાવતી ‘હૉટ ફ્લૅશ’ની સમસ્યા વિશે જાણી લો...
ડૉ. અર્ચના પારસ શાહ
શરીરની આ ગરમી તો કંઈક અલગ જ છે!

મીના ૪૫ વર્ષની હતી ત્યારથી જ એને હૉટ ફ્લૅશનો અનુભવ થવા લાગેલો. શરૂઆતમાં એ થોડા પ્રમાણમાં આવતા. જો કે એના પિરિયડ્સ અનિયમિત થવાને કારણે અને પાછળથી પિરિયડ બંધ થવાને લીધે એનાં લક્ષણ વધુ દેખાવા લાગ્યાં અને એને દર એક-બે કલાકે હૉટ ફ્લૅશના અનુભવ થવા લાગ્યા.

શિલ્પા નામની ૫૦ વર્ષની મહિલાને અઢી વર્ષ પહેલાં છેલ્લો પિરિયડ આવ્યો હતો. જો કે એણે પહેલી વાર મેનોપોઝનાં લક્ષણ અનુભવવાનું શરૂ ત્યારે એ થોડી મૂંઝવણમાં હતી. શરૂઆતમાં એકાએક પરસેવાથી રેબઝેબ થઈ જવું, ઊંઘમાંથી અચાનક જાગી જવું અને થાક લાગવો જેવાં લક્ષણની એની ફરિયાદ હતી. શરૂઆતમાં તો એને લાગ્યું કે આ કોવિડનાં લક્ષણ છે. એક દિવસ એ સુપર માર્કેટમાં હતી, જ્યાં એને અચાનક ખૂબ જ ગરમી લાગવા લાગી અને એ પરસેવાથી લથપથ થઈ ગઈ.

પછીના દિવસોમાં એ થોડી હતાશ પણ રહેવા લાગી. એ વખતે તો કોવિડ સિવાય બીજી કોઈ બીમારી જાણે અસ્તિત્વમાં જ નહોતી " એટલે એણે પણ માની લીધું કે એ રોગચાળાને કારણે થયું છે. શિલ્પાના ફૅમિલી ડૉક્ટરે એને ગાયનેકોલૉજિસ્ટ પાસે મોકલી ત્યારે એને ખબર પડી કે એનાં લક્ષણ તો મેનોપોઝનો જ એક ભાગ છે.

Esta historia es de la edición June 10, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición June 10, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...
Chitralekha Gujarati

સોળ શણગાર સજી રહ્યું છે સૌરાષ્ટ્રનું પેરિસ...

જામનગર શહેરની મધ્યમાં આશરે પોણા બસ્સો વર્ષ પહેલાં બંધાયેલા ઐતિહાસિક ભૂજિયા કોઠાનું નવીનીકરણ પૂર્ણતાના આરે પહોંચતાં ટૂંક સમયમાં જ એ મુલાકાતીઓ માટે ખુલ્લો મુકાશે.

time-read
3 minutos  |
July 01, 2024
માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...
Chitralekha Gujarati

માણસજાતને બચાવતા મેન્ગ્રોવ્ઝ ખતરામાં...

પર્યાવરણ માટે સૈનિક તરીકે કામ કરતાં ચેરિયાનાં વૃક્ષો અનેક સમુદ્રી જીવોનું આશ્રયસ્થાન છે.એ ઉપરાંત, એ સુનામીથી લઈને અનેક દરિયાઈ આફત સામે રક્ષણ આપે છે, પરંતુ વિવિધ કારણસર આપણે જ એને ખતમ કરી રહ્યા છીએ.

time-read
4 minutos  |
July 01, 2024
નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!
Chitralekha Gujarati

નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!

જીવનમાં જ્યારે આપણી આશાનો ભંગ થયો હોય ત્યારે એક નિરાશા અને નિરર્થકતા આપણને લપેટાઈ જાય છે. ધર્મ ત્યારે આપણને એક જમીન પૂરી પાડે છે અને એના પર આપણે લડખડાતી જિંદગીને સ્થિરતા બક્ષવા માટે પ્રયાસ કરીએ છીએ.

time-read
5 minutos  |
July 01, 2024
વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...
Chitralekha Gujarati

વિખવાદનો અંત લાવવાની શરૂઆત અહીંથી કરો...

અઢારમી લોકસભાનું પહેલું સત્ર શરૂ થઈ રહ્યું છે, પણ ચૂંટણીનું પરિણામ લાવનારાં વોટિંગ મશીન સામેની શંકા હજી દૂર થઈ નથી. કોઈ મતદાન પ્રક્રિયા વાંધાવચકા સામે ‘ફુલપ્રૂફ’ ન હોઈ શકે એવું માની લઈએ તો પણ એ વિશેના મતભેદ દૂર કરવાના પ્રયાસ તો થવા જ જોઈએ.

time-read
4 minutos  |
July 01, 2024
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

દરેક વ્યક્તિ ક્યારેક તો જૂઠું બોલી જ હોય છે. ખોટું બોલવાનાં ઘણાં કારણ હોય છે.

time-read
1 min  |
July 01, 2024
આજની ઘડી તે રળિયામણી...
Chitralekha Gujarati

આજની ઘડી તે રળિયામણી...

દિલાસો ખોટો આપ ના જનમ-જનમની વાતનો ગુજારવો છે બસ અહીં, આ એક ભવની વાત કર. શાંતિલાલ કાશિયાણી

time-read
2 minutos  |
July 01, 2024
છવાઈ ગયા બચ્ચન...
Chitralekha Gujarati

છવાઈ ગયા બચ્ચન...

દીપિકા પદુકોણ-પ્રભાસ-અમિતાભ બચ્ચન 'કલ્કિ ર૮૯૮’માં.

time-read
2 minutos  |
June 24 , 2024
સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર
Chitralekha Gujarati

સાવધાન... પોલીસ હવે આકાશમાંથી રાખે છે તમારા પર નજર

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ મોનિટરિંગ અને ડિટેક્શન સિસ્ટમ સાથે સજ્જ થઈ રહ્યું છે ભારત.

time-read
3 minutos  |
June 24 , 2024
અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?
Chitralekha Gujarati

અનવૉન્ટેડ બાળક પેદા જ ન થાય તો?

પોતાની મરજીથી ગર્ભધારણ કર્યા પછી સ્ત્રીનો વિચાર બદલાઈ જાય ત્યારે...

time-read
3 minutos  |
June 24 , 2024
બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...
Chitralekha Gujarati

બધી ગાંઠ કૅન્સરની ન પણ હોય...

બાળકના જન્મ પછી ‘આ’ સમસ્યા થાય તો કરવું શું? જવાબ છે, ફિકર તો ન જ કરવી. કારણ, તમે એકલાં નથી.

time-read
3 minutos  |
June 24 , 2024