કદાચતમે ઘણી પ્રેમકથા વાંચી હશે કે પછી રોમેન્ટિક ફિલ્મ જોઈ હશે, કદાચ તમને બાયોલૉજી ક્લાસમાં શારીરિક સંબંધો વિશે શીખવવામાં આવ્યું હશે કે કદાચ તમે લગ્નસંબંધોની કાયદેસરતાથી સારી રીતે વાકેફ હશો, પરંતુ કમનસીબે આપણા જીવનના ભાગીદારો સાથે સ્વસ્થ સંબંધ કઈ રીતે જાળવવા એ શીખવાનો કોઈ સ્રોત નથી.
આ સંબંધ વિશે ઘણી વાર આપણે આપણાં મા-બાપ કે બીજા વડીલોથી શીખતાં હોઈએ છીએ, જે હંમેશાં મદદરૂપ જ હોય એ જરૂરી નથી, કારણ કે ક્યારેક એ લોકોના વચ્ચેના સંબંધ તણાવપૂર્ણ હોય છે. સંબંધોને લગતી આપણી ઘણી વાત આપણે જે સમાજમાં રહીએ છીએ એમાંથી ગ્રહણ કરી હોય છે અને એ પણ હંમેશાં આપણને એક સ્વસ્થ સંબંધ તરફ દોરી જાય એ જરૂરી નથી.
સ્વસ્થ સંબંધ શું છે? એ વિશે જ્યારે આપણા વિચારો સ્પષ્ટ ન હોય તો આપણે આપણા જીવનસાથી સાથે અજાણતાંમાં ટ્રાયલ ઍન્ડ એરર કરવા માંડીએ છીએ. જો કે આવા અખતરા વારંવાર કરવાથી સંબંધોએ એની મોટી કિંમત ચૂકવવી પડે છે.
તંદુરસ્ત સંબંધ ત્રણ મહત્ત્વના ઘટકો પર આધારિત હોય એમ આપણે કહી શકીએઃ આદર, વિશ્વાસ અને સ્નેહ. ફિલ્મ અને વાર્તામાં દર્શાવવામાં આવેલો પ્રેમ ખરેખર આ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં આપણી નિર્ણય લેવાની ક્ષમતા ઓછી કરી શકે છે. બીજી બધી વસ્તુ કરતાં આવા પ્રેમને વધારે પ્રાધાન્ય આપવાથી આપણા સંબંધો અસ્વસ્થ બનવા તરફ વળવા માંડે છે.
Esta historia es de la edición July 01, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 01, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...