![એંધાણ બહુ સારાં નથી!](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1719499300/articles/45iavS7B91720181827986/1720183307936.jpg)
અંદરખાને શું રંધાયું એ હકીકત તો ક્યારેય બહાર નહીં આવે, પણ લોકતાંત્રિક ભારતના ઈતિહાસમાં જવલ્લે જ બનતી ઘટનામાં આ વખતે લોકસભાના સ્પીકરપદ માટે ચૂંટણી યોજવાની નોબત આવી છે. ૨૫ જૂન, મંગળવારની બપોરે ચિત્રલેખાનો અંક પ્રગટ થવા જઈ રહ્યો છે ત્યારે ભાજપ અને સંયુક્ત વિરોધ પક્ષ તરફથી લોકસભાના અધ્યક્ષના હોદ્દા માટે ઉમેદવારી નોંધાવવામાં આવી છે અને એ કારણે એની ચૂંટણી અનિવાર્ય બની છે. આ લખાય છે એ પછીના કેટલાક કલાકોમાં બન્ને પક્ષે સમાધાન નહીં થાય તો ચિત્રલેખાનો અંક પ્રગટ થશે ત્યાં સુધીમાં સ્પીકરપદ માટેની ચૂંટણી થઈ પણ ગઈ હશે. ભાજપ અને એના સાથી પક્ષો પાસે લોકસભામાં પાતળી તો પાતળી, બહુમતી છે જ એટલે ભાજપના ઉમેદવારને સ્પીકરની ગાદીએ બેસવા માટે જરૂરી મત મળી જ રહેવાના છે. જો કે સવાલ લોકતાંત્રિક પરંપરા અને ઔચિત્યનો છે.
ભાજપના ઓમ બિરલા સામે કોંગ્રેસના ઉમેદવાર કે. સુરેશ.
અત્યાર સુધી સ્પીકરના હોદ્દા માટે ચૂંટણી યોજવાનું બહુ વાર બન્યું નથી. આપણે ત્યાં લોકસભામાં વણલખ્યો નિયમ છે કે શાસક પક્ષ એના એક વરિષ્ઠ નેતાને સ્પીકર તરીકે નિયુક્ત કરે, જેને તમામ વિપક્ષી સભ્યો સમર્થન આપે. એ સામે નાયબ સ્પીકરનું પદ વિપક્ષને આપવામાં આવે. ૧૯૫૨માં લોકસભાની પહેલી ચૂંટણી થઈ ત્યારથી મોટે ભાગે આ પ્રથા જળવાઈ રહી છે. વી.પી. સિંહથી માંડી અટલ બિહારી વાજપેયી અને મનમોહન સિંહ સુધીની સરકાર અમુક અંશે લઘુમતી સરકાર હતી વખતે પણ આ પ્રથા પાળવામાં આવેલી. આ વખતે એ પરંપરા તૂટી અને ભાજપ સામે કોંગ્રેસના ઉમેદવાર પણ સ્પીકરપદની ચૂંટણીમાં પડ્યા.
Esta historia es de la edición July 08, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 08, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
![બાળકીઓની બદ્દ્સા વિશે ક્યારે વિચારીશું?](https://reseuro.magzter.com/100x125/articles/34/1785136/4hhWhTj3v1723204554122/1723214486605.jpg)
બાળકીઓની બદ્દ્સા વિશે ક્યારે વિચારીશું?
કુદરત ભેદભાવ કરતી નથી, પણ માનવસમાજે લિંગભેદના નામે એક રેખા દોરી દીધી છે.
![ગિગ મારશે નોકરીને કિક...](https://reseuro.magzter.com/100x125/articles/34/1785136/5ORxA4r1t1723211272409/1723214070346.jpg)
ગિગ મારશે નોકરીને કિક...
રીડ હોમૅન: “શિ ઈકોનોમી’ સમજશો તો ટકશો, નહીં તો...
![કચકડાની માયા ને વાસ્તવિકતા...](https://reseuro.magzter.com/100x125/articles/34/1785136/9oRAUelYW1723210670847/1723211250760.jpg)
કચકડાની માયા ને વાસ્તવિકતા...
‘ધ સિમ્પ્સન્સ’: રીલ લાઈફ્ની કૉપી કરે છે રિયલ લાઈફ?
![ઘણું કરવા જેવું રહી ગયું... ઘણું ન કરવા જેવું થઈ ગયું!](https://reseuro.magzter.com/100x125/articles/34/1785136/h4F7zV3MT1723205255742/1723206550122.jpg)
ઘણું કરવા જેવું રહી ગયું... ઘણું ન કરવા જેવું થઈ ગયું!
બજેટ અને એ પછીના બે દિવસ શૅરબજાર નીચે ગયા પછી ભલે ફરી ઉછાળા મારતું થયું, બજેટની જાહેરાતો પણ લાંબે ગાળે ભલે અર્થતંત્રને વેગ આપશે એવો દાવો કરાય, અત્યારે તો બજેટની કેટલીક જોગવાઈએ નારાજગી અને નિરુત્સાહની લાગણી ઊભી કરી છે.
![એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું?](https://reseuro.magzter.com/100x125/articles/34/1785136/HwdA9CUgY1723203364957/1723204479029.jpg)
એનોરેક્સિયા નરવોસાઃ બાપ રે, હું આટલી જાડી લાગું છું?
આ એક ગંભીર માનસિક બીમારી છે... અને એ ક્યારેક જીવલેણ પણ નીવડી શકે છે.
![હાડકાંની તબિયત ન જોખમાય એ માટે આટલું કરો...](https://reseuro.magzter.com/100x125/articles/34/1785136/xoi29FP131723201903791/1723203266982.jpg)
હાડકાંની તબિયત ન જોખમાય એ માટે આટલું કરો...
કિશોરાવસ્થામાં આવેલી દીકરીને નબળાઈ લાગવાનાં કારણ પણ જાણી લો.
![એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી](https://reseuro.magzter.com/100x125/articles/34/1785136/YDrNAkLCJ1723129192358/1723130312423.jpg)
એક્સ્ટ્રામાંથી એક્સ્ટ્રા-ઓર્ડિનરી
ઍસિડ અટેકનો ભોગ બનેલી યુવતીઓની વેદના જાણીને ચંડીગઢનાં આ વકીલ-અધ્યાપિકાએ પોતાના પીએચ.ડી.ના મહાનિબંધ માટે આવા કિસ્સાનો અભ્યાસ જેવો વિચિત્ર વિષય પસંદ કર્યો અને હવે એના પીડિતોના પુનર્વસન માટે કામ કરે છે.
![ભવ્ય સંયમ નગરીમાં દિવ્ય મહાશ્રમણ મહોત્સવ](https://reseuro.magzter.com/100x125/articles/34/1785136/-_jLno9Hv1723123417035/1723129112871.jpg)
ભવ્ય સંયમ નગરીમાં દિવ્ય મહાશ્રમણ મહોત્સવ
તેરાપંથી આચાર્ય મહાશ્રમણજીના ચાતુર્માસ નિમિત્તે ડાયમંડ અને ટેક્સ્ટાઈલ નગરી સુરત અત્યારે ધર્મ નગરીમાં પરિવર્તિત થઈ છે.
![આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1785136/a5FhJg3Sc1723122523051/1723123270051.jpg)
આસામના આ પિરામિડ વિશે ક્યારેય સાંભળ્યું છે?
૧૩થી ૧૯મી સદીની શરૂઆત સુધી બ્રહ્મપુત્રા નદીની આસપાસ વિસ્તરેલા અહોમવંશના રાજવીઓના મૃતદેહનાં ‘માનપાન’ સાચવવા એમની માટે જમીન નીચે મોટા મકબરા બાંધી એના ઉપર ડુંગરી જેવું બનાવવામાં આવતું. ‘મૌઈદમ’ તરીકે ઓળખાતા આ સ્થાપત્યને હમણાં ‘યુનેસ્કો’એ વૈશ્વિક વિરાસત તરીકે દરજ્જો આપ્યો છે.
![મનુ ભાકર પિસ્ટલ શૂટિંગની પહેલવાન!](https://reseuro.magzter.com/100x125/articles/34/1785136/RT43hoITS1723121588979/1723122439474.jpg)
મનુ ભાકર પિસ્ટલ શૂટિંગની પહેલવાન!
દીકરીઓ સાથે અત્યાચાર અને ગેરવર્તણૂક માટે બદનામ એવા હરિયાણાની શૂટરે ઑલિમ્પિક્સમાં મેળવ્યા બે મેડલ.