ડિયર નૅચર,
ઈન્સ્ટાગ્રામ પર એક રીલ વાઈરલ થઈ છે. ઘરમાં એક પરિવાર ડાઈનિંગ ટેબલ પર બેઠો છે અને મા જમવાનું ટેબલ પર લાવે છે. એ પોતાની થાળીમાં જમવાનું લે છે, પણ બીજા બધા એમ ને એમ બેઠા છે. એમને તો ખબર પણ નથી કે મા જમવાનું લાવી છે. કારણ? કારણ કે બધાના હાથમાં મોબાઈલ ફોન છે અને બધા એમાં જ વ્યસ્ત છે. મા બધા સામે જુએ છે, પણ કોઈ એની સામું કે જમવા સામે જોતું નથી. મા પોતે જમી લે છે અને પછી બધું ઉપાડી લે છે. બધાની ખાલી પ્લેટ પણ લઈ લે છે આમ છતાં બધા મોબાઈલમાં વ્યસ્ત છે. મા માથું કૂટે છે, પણ કોઈને કાંઈ અસર થતી નથી.
આવાં દશ્યો હવે કેટલાંક ઘરોમાં જોવા મળે છે. હવે પછીનાં થોડાં વર્ષમાં ઘણાં ઘરોમાં અને પછી દરેક ઘરમાં જોવા મળે એ દિવસો દૂર નથી. ઈન્ટરનેટની દુનિયામાં આપણે એટલા વ્યસ્ત છીએ કે બીજું કશું ભાન રહેતું નથી. આજે બાળક જમતું ના હોય તો મા એની સામે મોબાઈલ ધરી દે છે. એમાં કોઈ ગેમ દેખાડે છે કે રાઈમ્સ સંભળાવે ત્યારે બાળક કંઈક મોઢામાં નાખે છે. આપણી દુનિયામાં ઈન્ટરનેટ અને ગેજેટની એટલી હદે દખલગીરી થઈ ગઈ છે કે એનાથી આપણને કેટલું નુકસાન થાય છે એની આપણને ખબર હોવા છતાં આપણે એમાંથી બહાર આવવાના પ્રયત્ન કરતા નથી... અને દુનિયા ડિજિટલ બનવા લાગી છે, એને કારણે પર્યાવરણને કેટલું નુકસાન થાય છે એની તો આપણને જરા જેટલી ખબર નથી. જો કે આ ખબરની ખબર નહીં રાખીએ તો ભવિષ્યમાં શું શું થઈ શકે એની કલ્પના કરવાનું મુશ્કેલ છે.
ડિજિટલ ઈકોનોમીની આજે દુનિયામાં બોલબાલા છે. પૈસા મોકલવાથી માંડી ઑનલાઈન ખરીદી સુધી બધું ડિજિટલી થઈ રહ્યું છે. ભારતમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એટલી હદે વધ્યું છે કે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ (આઈએમએફ) દ્વારા એનાં વખાણ થયાં છે. ભારતમાં કુલ લેણદેણના ૬૮ ટકા લેણદેણ હવે યુપીઆઈથી થાય છે. એમાં કોઈ શંકા નથી કે એને કારણે ઘણા ફાયદા થઈ રહ્યા છે. કિસાનો અને ગરીબોને આર્થિક સહાય સીધી એમના બૅન્કના ખાતામાં ચૂકવાય છે અને એ કારણે સમય અને પૈસા બન્નેની ખાસ્સી બચત થાય છે, પણ સાથોસાથ પર્યાવરણ માટે ખતરો પણ સર્જાયો છે. એ સામે આપણે દુર્લક્ષ સેવી રહ્યા છીએ. ડિજિટલ ટેક્નોલૉજીનો વપરાશ આ જ રીતે વધતો રહેશે તો સમસ્યા વધવાની છે.
Esta historia es de la edición August 12, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 12, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...