કોઈ પણ હિંસક અને આક્રમક ઘટના સમાચાર માધ્યમોમાં વધુ ધ્યાન આકર્ષિત કરે છે. એમાં પણ માનસિક બીમારી સાથે સંકળાયેલી હિંસાને ઘણી વાર પ્રસાર માધ્યમો વધુ સનસનાટીભરી બનાવી દે છે. જો કે એને કારણે માનસિક બીમારીના દરદીઓ પર લાગેલાં કલંક વધુ ઊંડાં થઈ જાય છે.
સામાન્ય રીતે આક્રમકતા એટલે એવી વર્તણૂક જે બીજાને, પોતાને અથવા આસપાસની વસ્તુને નુકસાન પહોંચાડવાના હેતુથી કરવામાં આવે છે. એ શારીરિક અથવા મૌખિક રીતે વ્યક્ત કરવામાં આવે છે. ક્યારેક ને ક્યારેક આપણે બધાં જ ઓછા કે વધુ પ્રમાણમાં આક્રમકતા અનુભવીએ છીએ. જો કે આક્રમકતા વ્યાપક અથવા આત્યંતિક બની જાય ત્યારે એને નિયંત્રણમાં રાખવી બહુ જરૂરી થઈ જાય છે.
ગુસ્સો અથવા દુશ્મનાવટ વ્યક્ત કરવા, કોઈના પર વર્ચસ જમાવવા, કોઈને ડરાવવા કે ધમકાવવા, ડરનો જવાબ આપવા, પીડાની પ્રતિક્રિયા તરીકે, બીજા સાથે સ્પર્ધા કરવા કે કોઈ ધ્યેય હાંસલ કરવા માણસ આક્રમક બને છે.
કોઈને નુકસાન પહોંચાડવા વિશે વિચારવું અથવા ગુસ્સો અનુભવવો અથવા તો આકસ્મિક રીતે કોઈને નુકસાન પહોંચાડી દેવું એ આક્રમક વર્તણૂક ન કહેવાય. આક્રમક વર્તણૂકનો હેતુ એવી કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાનો હોય, જે એનાથી બચવા માગતી હોય અને એટલે જ એમાં આક્રમક કૃત્ય સામેલ હોય છે, જેમ કે...
*શારીરિકઃ અન્ય વ્યક્તિને મારવું કે સંપત્તિને નુકસાન પહોંચાડવું.
* મૌખિકઃ બીજાની નિંદા કરવી, અપમાન કરવું, બૂમો પાડવી, ગાળો આપવી.
Esta historia es de la edición September 09, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 09, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.