શાસ્ત્રીય નૃત્યગતનો ઝળહળતો સિતારો...
Chitralekha Gujarati|September 23, 2024
દેશ-વિદેશમાં ઈન્ડિયન ક્લાસિક ડાન્સને ચમકાવનારાં આ નૃત્યાંગનાએ એક તબક્કે ક્ષેત્રસંન્યાસ લેવાનો નિર્ણય લઈ લીધેલો... સામે આવેલા પડકારોનો સામનો કરી આજે એક ઊંચાઈએ પહોંચનારાં આ નૃત્યાંગનાનું જીવન પ્રેરણાદાયી છે.
અરવિંદ ગોંડલિયા
શાસ્ત્રીય નૃત્યગતનો ઝળહળતો સિતારો...

બોલો, સુરતની આ કન્યાનાં લગ્ન ૧૪ વર્ષની વયે જ થઈ ગયાં છે. ના ના, બાળલગ્નની કુપ્રથાની વાત નથી. હકીકતમાં એ કન્યાનો ભરથાર છે ભરતનાટ્યમ્. બાકી, સમાજે નક્કી કરેલી લગ્નની વ્યાખ્યાનો તો એ વિચાર પણ નથી કરી રહી.

એનું નામઃ જુગનુ કાપડિયા. ગુજરાત ગૌરવ યુવા પુરસ્કારથી સમ્માનિત જુગનુબહેનનો શ્વાસ જ શાસ્ત્રીય નૃત્ય છે. સુરતમાં જન્મેલી જુગનુ ઘરઘર, સંતાકૂકડી, ચલક ચલાણું જેવી રમત સાથે મોટી થઈ. પિતા કિરણભાઈ સુરત પીપલ્સ બૅન્કમાં નોકરી કરે અને માતા કિશોરીબહેન ગૃહિણી. જુગનુ એમનું એકમાત્ર સંતાન એટલે એની પર વહાલનો વરસાદ બારેમાસ વરસે. દરેક દીકરીને પિતા માટે સહેજ વધુ લાગણી હોય છે. અહીં પણ એવું જ. એ કહે છે: ‘મને ભગવાન સ્વરૂપે માતા-પિતા મળ્યાં, એમને છોડીને જવા હું તૈયાર નહોતી એટલે લગ્ન ન કરવા પાછળનું આ એક કારણ. વળી, લગ્ન બાદ માતા-પિતાથી દૂર રહેવું પડે અને નૃત્યસાધના સાથે બાંધછોડ થાય એ મંજૂર નથી.’

એ સ્વભાવે શાંત, શરમાળ અને અંતર્મુખી જુગનુના પગ નૃત્ય ક્ષેત્રે કેવી રીતે થીરકતા થયા એ વિશે જણાવતાં એ કહે છે: ૧૪ વર્ષની વયે ત્યારે મમ્મીની ઈચ્છાથી ડાન્સ ક્લાસ જોઈન કર્યા ને આનંદ આવવા લાગ્યો. જો કે પણ શીખતી હતી, આજે પણ હું શીખી જ રહી છું. નૃત્ય તો શીખવાની એક અનંત યાત્રા છે.’

જો કે વધારે ઊંડાણમાં જતાં એક રોમાંચક હકીકત સામે આવે છે કે દશેરાના દિવસે જુગનુનો જન્મ થયો ત્યારે હૉસ્પિટલના પ્રાંગણમાં ગરબાની રમઝટ ચાલતી હતી. નવરાત્રિના ગરબા ગર્ભમાં સાંભળતાં સાંભળતાં એનો જન્મ થયો. એનું નામ પાડનાર મામા અને પત્રકાર ચંદ્રવદન ઝવેરીએ તો નવજાત બાળકીના પગની ગતિ જોઈને ભવિષ્ય ભાખ્યું કે આ જરૂર ડાન્સ કરશે. વળી, ફુગનુ એટલે રાત્રિપ્રકાશમાં ઝગમગતા આગિયા.

Esta historia es de la edición September 23, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición September 23, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
વકફ કા કાનૂનની પાંખ કાપવાની કવાયત કેટલી આવશ્યક?
Chitralekha Gujarati

વકફ કા કાનૂનની પાંખ કાપવાની કવાયત કેટલી આવશ્યક?

આર્મી અને રેલવે પછી ભારતના ત્રીજા સૌથી મોટા જમીનદાર બની બેઠેલા વફ્ફ બોર્ડની કથિત જોહુકમી સામેનો આક્રોશ ઘણા વખતથી છલકાતો હતો. સરકાર અને ન્યાયતંત્ર જેટલી સત્તા ભોગવતા વક્ક બોર્ડ સામે મનમાની, ભ્રષ્ટાચાર, ગેરવહીવટના અનેક આક્ષેપો થયા હતા. આના ઉકેલ તરીકે સંસદમાં રજૂ થયેલું વક્ અમેન્ડમેન્ટ બિલ વિરોધ પક્ષોની કાગારોળને કારણે અત્યારે વધુ વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિને હવાલે છે ત્યારે આ વિવાદાસ્પદ કાયદાના મૂળમાં જવું જરૂરી છે.

time-read
5 minutos  |
September 23, 2024
આ લોકોને રોકાણકાર કહેવાય?
Chitralekha Gujarati

આ લોકોને રોકાણકાર કહેવાય?

આઈપીઓ છલકાવાની સફળતા બાદની કરુણતા

time-read
3 minutos  |
September 23, 2024
કોણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે દુનિયાના લીડર્સ?
Chitralekha Gujarati

કોણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે દુનિયાના લીડર્સ?

એઆઈને પ્રોમ્પ્ટ આપવાની માસ્ટરી મેળવવાથી નોકરી બચવાની શક્યતા ખરી કે નહીં?

time-read
3 minutos  |
September 23, 2024
સત્સંગ સાથે જોડાઈ છે સેવા...
Chitralekha Gujarati

સત્સંગ સાથે જોડાઈ છે સેવા...

ધર્મ જીવનની ગુણવત્તા સુધારવાનો માર્ગ છે.

time-read
1 min  |
September 23, 2024
આશા રાખીએ, કોઈ વડીલ માટે આવી નોબત ન આવે...
Chitralekha Gujarati

આશા રાખીએ, કોઈ વડીલ માટે આવી નોબત ન આવે...

પાછલી જિંદગીમાં સાવ એકલા રહેવાનું... ને મરી જાય ત્યારે અંતિમવિધિ પણ પારકાના હાથે થાય!

time-read
3 minutos  |
September 23, 2024
પીટીએસડીઃ ઝટ પીછો ન છોડે એવી વ્યાધિ
Chitralekha Gujarati

પીટીએસડીઃ ઝટ પીછો ન છોડે એવી વ્યાધિ

કોઈ મોટા આઘાતને પગલે આવતી આ બીમારી ઊંઘ હરામ કરી નાખે એ પહેલાં...

time-read
3 minutos  |
September 23, 2024
તમે શું ખાવ છો એની તમને ખબર છે?
Chitralekha Gujarati

તમે શું ખાવ છો એની તમને ખબર છે?

કુપોષણને કારણે ઊભી થતી સમસ્યા સમજી લઈ એનો ઝટ ઉકેલ લાવવો જરૂરી છે.

time-read
3 minutos  |
September 23, 2024
શાસ્ત્રીય નૃત્યગતનો ઝળહળતો સિતારો...
Chitralekha Gujarati

શાસ્ત્રીય નૃત્યગતનો ઝળહળતો સિતારો...

દેશ-વિદેશમાં ઈન્ડિયન ક્લાસિક ડાન્સને ચમકાવનારાં આ નૃત્યાંગનાએ એક તબક્કે ક્ષેત્રસંન્યાસ લેવાનો નિર્ણય લઈ લીધેલો... સામે આવેલા પડકારોનો સામનો કરી આજે એક ઊંચાઈએ પહોંચનારાં આ નૃત્યાંગનાનું જીવન પ્રેરણાદાયી છે.

time-read
4 minutos  |
September 23, 2024
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 minutos  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 minutos  |
September 23, 2024