વેદનાની હાઈ-ટેક વસૂલાત...
Chitralekha Gujarati|October 07, 2024
પેજર, વૉકીટૉકી બૉમ્બધડાકા, એક જ હવાઈ હુમલામાં સાડા ચારસોથી વધુ લેબનીસ નાગરિકનાં મોત... લેબેનોનમાં હિઝબુલ્લાહના વિનાશવાદીઓ સામે બદલો લેવા ઈઝરાયલે કરેલા હાઈ-ટેક અટેક પાછળ જેનું ભેજું કામ કરે છે એ યુનિટ તથા એની વિવિધ કામગીરીની અલ્પ જાણીતી વાતો.
કેતન મિસ્ત્રી (મુંબઈ)
વેદનાની હાઈ-ટેક વસૂલાત...

૧૯૯૪ના ઑક્ટોબરની ખુશનુમા સવારે ઈઝરાયલના મૉડર્ન શહેર તેલ અવીવના ડિઝેનગોફ સ્ટૉપ પર એક લોકલ બસ ઊભી રહે છે. સાલેહ અબ્દુલ રહીમ નામનો પાતળો યુવાન ત્યાં ઊતરવાનો હોય એમ ઊભો થાય છે, પણ સીટ નીચે મૂકેલી બૅગ લેતો નથી. એ પોતાના જૅકેટના ખીસામાં સ્વિચ દબાવે છે, જેનાથી બેંગની અંદર વીસ કિલો જેટલા દારૂગોળા ટ્રાઈનિટ્રોટોલિન (ટીએનટી) સાથે કનેક્ટ થયેલા વાયર લૅન્ડમાઈન બૉમ્બ ઍક્ટિવેટ થાય છે. બસના તથા આસપાસનાં વાહનના ખુરદા બોલી જાય છે. આ આત્મઘાતી હુમલામાં ૨૧ ઈઝરાયલીનાં મોત થાય છે. સાલેહ મરવાની તૈયારી સાથે જ મોતનો સામાન લઈને બસમાં ચડેલો. ઈઝરાયલી લશ્કરે એના મોટા ભાઈને મારી નાખેલો એટલે એને બદલો લેવો હતો.

જો કે આ સુસાઈડ બૉમ્બ અટેક પાછળનું ભેજું હતું યાહા અય્યાશ નામના જુવાન એન્જિનિયરનું. ભણેલોગણેલો ભેજાબાજ યાહા અવનવા ઘાતકી બૉમ્બ બનાવવામાં એક્કો હતો. હમસ તરીકે ઓળખાતા પેલેસ્ટિનિયન સુન્ની ઈસ્લામિસ્ટોના રાજકીય સંગઠનમાં એ ઓળખાતો પણ એન્જિનિયર તરીકે જ. ૧૯૯૪માં ૨૮ વર્ષી બૉમ્બમેકર અય્યાશે બનાવેલા બૉમ્બે ઈઝરાયલના શહેર હાદેરાના સેન્ટ્રલ રેલવેસ્ટેશન પર માત્ર છ જણના જીવ લીધા એનાથી અય્યાશ નિરાશ થયેલો છથી શું થાય? પોતાની એન્જિનિયરિંગ વિદ્યા કામે લગાડી એણે નવો બૉમ્બ બનાવ્યો, જે એણે સાલેહ અબ્દુલ રહીમને આપી તેલ અવીવ મોકલ્યો.

નવાં ખરીદવામાં આવેલાં પેજર, વૉકીટૉકી ફાટ્યાં અને... સર્વેલન્સથી બચવા 'હેઝબુલ્લાહ'ના આતંકવાદીઓ ૧૯૯૦ના દાયકામાં લોકપ્રિય થયેલાં, સંદેશો મોકલતાં પેજર તથા વૉકીટૉકી વાપરતા, જેમાં ઈઝરાયલે બૉમ્બ ફિટ કરીને લાશો ઢાળી.

Esta historia es de la edición October 07, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición October 07, 2024 de Chitralekha Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE CHITRALEKHA GUJARATIVer todo
વેદનાની હાઈ-ટેક વસૂલાત...
Chitralekha Gujarati

વેદનાની હાઈ-ટેક વસૂલાત...

પેજર, વૉકીટૉકી બૉમ્બધડાકા, એક જ હવાઈ હુમલામાં સાડા ચારસોથી વધુ લેબનીસ નાગરિકનાં મોત... લેબેનોનમાં હિઝબુલ્લાહના વિનાશવાદીઓ સામે બદલો લેવા ઈઝરાયલે કરેલા હાઈ-ટેક અટેક પાછળ જેનું ભેજું કામ કરે છે એ યુનિટ તથા એની વિવિધ કામગીરીની અલ્પ જાણીતી વાતો.

time-read
6 minutos  |
October 07, 2024
જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?
Chitralekha Gujarati

જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?

ભાજપમાં એક તરફ સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં જવાહર ચાવડાએ પાર્ટી સામે જાહેરમાં જંગ છેડીને પ્રદેશ નેતાગીરીને પડકારી છે.

time-read
2 minutos  |
October 07, 2024
૩૬૫ દિવસ ૨૪ કલાક ખુલ્લું રહેતું પુસ્તકાલયઃ ન કોઈ ડિપોઝિટ-ન લવાજમ
Chitralekha Gujarati

૩૬૫ દિવસ ૨૪ કલાક ખુલ્લું રહેતું પુસ્તકાલયઃ ન કોઈ ડિપોઝિટ-ન લવાજમ

આ છે જિતુભાઈ ચૂડાસમાની તાળાં વારની લાઈબ્રેરી: અહીં તો વાચકો જ બને છે પુસ્તકોના રખેવાળ.

time-read
3 minutos  |
October 07, 2024
મન કે ઝરોખે મેં ઝાંક કર તો દેખિયે...
Chitralekha Gujarati

મન કે ઝરોખે મેં ઝાંક કર તો દેખિયે...

‘રણ સહસ્ર યોદ્ધા લડે, જીતે યુદ્ધ હજાર, પર જો જીતે સ્વયં કો, વહી શૂર સરદાર.’ અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ જેવા ભવરોગથી મુક્તિ પામવા સ્વયંને જીતવાની સાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સંસારની દરેક વ્યક્તિ બુદ્ધપદે ન પહોંચી શકે, પણ બુદ્ધે આપેલી વિપશ્યના સાધનાના અભ્યાસ થકી પોતાના મનને તો જીતી જ શકે. અઢી સૈકા જૂની, પણ ભારતમાંથી લુપ્ત થયેલી આ પ્રાચીન ધ્યાનપદ્ધતિને પંચાવન વર્ષ પહેલાં ફરી સ્વદેશ લઈ આવનારા સત્યનારાયણ ગોએન્કાજીએ મુંબઈમાં નિર્મિત કરેલા પગોડામાં ભગવાન બુદ્ધનો સંદેશ હવે લાઈટ ઍન્ડ સાઉન્ડ મ્યુઝિયમ રૂપે સમજવા મળે છે.

time-read
4 minutos  |
October 07, 2024
આપણે કોની પાછળ ભાગીએ છીએ?
Chitralekha Gujarati

આપણે કોની પાછળ ભાગીએ છીએ?

આંબી શકતા નથી ચરણ એને એટલી ઝડપે પ્યાસ ચાલે છે એમ ચાલે છે જિંદગી જાણે જિંદગીનો રકાસ ચાલે છે.

time-read
2 minutos  |
October 07, 2024
પ્રકાશનું પ્રદૂષણઃ આ વળી કઈ બલા છે?
Chitralekha Gujarati

પ્રકાશનું પ્રદૂષણઃ આ વળી કઈ બલા છે?

હજી થોડાં વર્ષ અગાઉ ચોખ્ખું આકાશ આપણાં નસીબમાં હતું. લોકો તારલા જોવાની પ્રવૃત્તિ કરતા. હવે ઊંચી ઊંચી ઈમારતો વચ્ચે બારીમાંથી ક્યાંક ડોકાઈ જતો આકાશનો ટુકડો આપણા ભાગે આવે છે અને એમાંય તારા દેખાતા નથી. પૃથ્વીના ગોળા પરની રોશનીએ પોલ્યુશનનું એવું તો પડળ આપણી ફરતે ફેલાવી દીધું છે કે...

time-read
5 minutos  |
October 07, 2024
સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંબંધ અને સંપત્તિ
Chitralekha Gujarati

સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંબંધ અને સંપત્તિ

સમૃદ્ધિની છત-અછત પૈસાદાર હોવું અને સમૃદ્ધ હોવું એમાં ફરક છે. પૈસા ન હોય છતાં આપણે સુખી હોઈએ એ સમૃદ્ધિ. તમારી પાસે અઢળક પૈસા હોય, પણ જો તમે માનસિક અને શારીરિક રીતે સંતાપમાં હો, સંબંધો બગડેલા હોય, પોતાના કે બીજાના માટે સમયનો અભાવ હોય તો સુખની અનુભૂતિ તો દૂરની વાત છે, એની કલ્પના પણ કરવી અર્થહીન છે.

time-read
5 minutos  |
October 07, 2024
અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?
Chitralekha Gujarati

અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?

મોદી-બાઈડનની મુલાકાતના કલાકો પહેલાં અમેરિકી પ્રશાસને ખાલિસ્તાની વિભાજનવાદીઓ સાથે મસલત કરી, જેને કારણે થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધીએ અમેરિકામાં જ શીખ સમાજની કથિત અવદશા વિશે કરેલાં બેફામ વિધાનોને જાણે સમર્થન મળી ગયું!

time-read
5 minutos  |
October 07, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

પોતાની પાસે જે હોય એની કદર ન હોય અને એની સંભાળ લેવાની બેદરકારી દાખવીને કોઈ નવી વસ્તુ તરફ લલચાઈ એની પાછળ આંધળી દોટ લગાવવાથી તો બન્ને વસ્તુ ગુમાવવાનો વારો આવી શકે છે. નવાની લાયમાં જૂનાની અવગણના કરવી જોઈએ નહીં.

time-read
1 min  |
October 07, 2024
હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટીઃ આ ‘વ્યાધિ’ દૂર કરો!
Chitralekha Gujarati

હેલ્થ ઈન્સ્યોરન્સના પ્રીમિયમ પર જીએસટીઃ આ ‘વ્યાધિ’ દૂર કરો!

લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસીના પ્રીમિયમ પરનો ઊંચો જીએસટી નાબૂદ કરવાની અથવા એમાં નોંધપાત્ર ઘટાડો કરવાની માગણી થઈ રહી છે. અત્યારે તો આ મામલો નવેમ્બર સુધી લંબાવી દેવાયો છે, પણ મધ્યમ વર્ગ અને ખાસ તો વરિષ્ઠ નાગરિકોને રાહત આપવા આ પગલું ભરવામાં વિલંબ થવો જોઈએ નહીં.

time-read
5 minutos  |
September 30, 2024