આ હિંદુઓનું અત્યંત પવિત્ર સ્થળ હોવાથી અહીં માંસાહારી પદાર્થો લાવવા અને સેવન કરવા પ્રતિબંધિત છે... આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રી વેંકટેશ્વરા સ્વામી મંદિર અર્થાત્ આપણે જેને તિરુપતિ બાલાજી નામે ઓળખીએ છીએ એની વેબસાઈટમાં ઉપર મુજબનો આદેશ લખેલો છે. વક્રતા જુઓ કે મંદિરનો વહીવટ જેના હાથમાં છે એ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (ટીટીડી) બોર્ડની જ બેજવાબદારી (કે પર્યંત્ર?)ને કારણે પાછલા કેટલાય મહિનાઓથી મંદિરના લોકપ્રિય લાડુપ્રસાદ બનાવવામાં વપરાતાં ઘીમાં ગોમેદ, સુવ્વરની ચરબી તથા વેજિટેબલ ઑઈલ હોવાનું સાબિત થયું. ચોંકાવનારી વાત એ કે આ વર્ષના આરંભે અયોધ્યાના રામમંદિરના લોકાર્પણ વખતે ટીટીડીએ આવા એક લાખ લાડુ અયોધ્યા પણ મોકલ્યા હતા.
આંધ્ર પ્રદેશના વર્તમાન મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુએ લૅબ રિપોર્ટ ટાંકીને ઘીમાં અભક્ષ્ય અને અપવિત્ર સામગ્રી હોવાનો ઘટસ્ફોટ કરતાંની સાથે જ દુનિયાભરના હિંદુઓમાં રોષ ફાટી નીકળ્યો, જેને વાચા આપવાની જવાબદારી આંધ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને લોકપ્રિય અભિનેતા પવન કલ્યાણે ઉપાડી લીધી. એમણે લખ્યું:
દરેક હિંદુએ પોતાના ધર્મનું સમ્માન કરવું જોઈએ. તિરુપતિમાં જે અપરાધ થયો એ માટે તમે બધા જવાબદાર છો. મંદિરમાં એટલી બધી ગરબડ હતી છતાં તમે વિરોધ માટે ઊભા ન થયા આથી તમે સમસ્યાનો જ ભાગ છો. હું પણ તમારો જ હિસ્સો હોવાથી હું પ્રાયશ્ચિત્ત કરું છું...
હિંદીમાં ટાઈપ કરેલો આ સંદેશો સોશિયલ મિડિયા પર વાઈરલ કરીને પવન કલ્યાણ ૧૧ દિવસના ઉપવાસ પર ઊતરી ગયા. સાથે મંદિરના પૂજારીઓએ પણ શાંતિ હવન કર્યો. એમને ડ્રામેબાજ કહો કે ગમે તે, પણ આ વિશ્વપ્રસિદ્ધ મંદિરના લાડુપ્રસાદમાં વપરાયેલી અપવિત્ર સામગ્રીના વિવાદમાં રોજ રોજ નવી માહિતી આવતી જાય છે, એમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડી અને એમના કથિત હિંદુદ્વેષની જોરદાર ટીકા થઈ રહી છે.
Esta historia es de la edición October 07, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 07, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
લગ્ન પછી સ્ત્રીએ કેમ નોકરી છોડવી પડે છે?
આને ‘પરણવાની સજા’ કહો કે બીજું કંઈ, આ છે તો હકીકત અને આંકડા પણ એમ જ બોલે છે.
અવગણવા જેવી નથી આ વ્યાધિ
ગર્ભાવસ્થામાં એનિમિયા સ્ત્રી ઉપરાંત ગર્ભસ્થ શિશુના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થાય એ પહેલાં ચેતી જાવ...
મહેમાનો માટે બનાવો ટાફ્ટ બ્સ્ટેિબલ બિરયાની
દિવાળીમાં બહારના નાસ્તા અને તેલવાળો ખોરાક ખાઈને કંટાળી ગયા છો?
પોતાના ઘરમાં જ નહીં, અન્ય હિલાનાં જીવનમાં પણ ફેલાવી... સફળતાની મીઠાશ!
સ્વભાવે અંતર્મુખી એ મહિલા ઈન્ટિરિયર ડિઝાઈનર તો બની, પરંતુ લોકોનાં ઘરને સજાવવાને બદલે ઘરેથી રસોઈકળાથી નાની સ્ટાર્ટ-અપ કંપની શરૂ કરી અન્ય મહિલાનાં જીવન સજાવ્યાં. આ અમદાવાદી માનુનીની ચૉકલેટ્સનો સ્વાદ દેશ-વિદેશની દાઢે વળગ્યો છે.
વીરપુરથી કોચી સુધી જલારામજયંતીની ધૂમ
ખાસ્સી ગુજરાતી વસતિ ધરાવતા કોચીના ‘મિની હરિદ્વાર' સમા મટનચેરી વિસ્તારનું જલારામ ધામ.
હાથી આપણો મિત્ર છે, આપણેય એના સાથી બનવું પડશે...
વનવગડામાં પણ માણસજાતનો કોઈ એક દોસ્ત વસતો હોય તો એ છે ગજરાજ. જંગલી જીવોમાં સૌથી વધુ સમજદાર અને સૌથી વધુ સંવેદનશીલ એવા હાથીભાઈ સાથે માણસોનો નાતો આમ તો બહુ જૂનો છે, આપણે હાથીની પૂજા પણ કરીએ છીએ, પરંતુ હમણાં હમણાં હાથી અને માનવ વચ્ચે ઘર્ષણના અનેક કિસ્સા બની રહ્યા છે.
જીવતેજીવ શ્રદ્ધાંજલિ જીવનને સાફ રીતે જોવાનો પ્રયાસ
સામાન્ય રીતે આપણે આપણા મૃત્યુની વાત કરવાનું ટાળીએ છીએ, પણ અમુક ‘સાહસિક’ લોકો એવી વાતોને તંદુરસ્તીના સ્તરે લઈ જતા હોય છે. પોતાના મૃત્યુનો વિચાર એ કદાચ સૌથી સકારાત્મક વિચાર છે.
સમસ્યા અનિવાર્ય છે, દુઃખી થવું વૈકલ્પિક છે!
હિતકારી આશાવાદ આશાવાદ એટલે ઉપરવાળો સૌ સારાં વાનાં કરશે એવી અપેક્ષા નહીં, પણ એવો વિશ્વાસ કે આપણે પ્રયાસ કરીશું તો સૌ સારાં વાનાં થશે. આશાવાદી હોવું એટલું સરળ નથી જેટલું આપણે માનીએ છીએ. હકારાત્મક વિચારો હોવા એ આશાવાદ નથી. આશાવાદનો સંબંધ કર્મ સાથે છે.
જસ્ટ, એક મિનિટ...
રોજિંદી જિંદગીમાં માણસ કોઈ બાબતની મજા માણે કે કોઈ પરિસ્થિતિથી ડરે એની પાછળ એનું જે કન્ડિશનિંગ-જે તે સ્થિતિ સાથે એને ભૂતકાળમાં થયેલા કોઈ અનુભવને કારણે એની માનસિકતાનું ઘડતર થયું હોય એ જવાબદાર હોઈ શકે છે.