હમણાં હમણાં મિનિમલિઝમ (minimalism) અને ડિક્લટરિંગ (decluttering) જેવા શબ્દો બહુ બોલાવા લાગ્યા છે, પણ આ શબ્દોનો અર્થ તમે જાણો છો? મિનિમલિઝમ એટલે એક પ્રકારની જીવનશૈલી, જેમાં વ્યક્તિ એના જીવનમાં મૂલ્યવાન હોય એવી જ વસ્તુની માલિકી ધરાવે છે, જ્યારે ડિક્લટરિંગનો અર્થ છે જીવનમાં જરૂરત ન હોય એવી વસ્તુ તમારાં ઘર, ઑફિસ કે દુકાનમાંથી કાઢી નાખવી કે દૂર કરી દેવી અને આસપાસની જગ્યા વ્યવસ્થિત તથા ચોખ્ખી રાખવી. મહત્ત્વની વાત એ છે કે આ જીવનશૈલી કે પ્રથા આપણા માનસિક સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી શકે છે.
ક્લટરનો અર્થ છે આપણી આસપાસ જમા થયેલી એવી બિનજરૂરી ચીજવસ્તુ, જેને લીધે આપણી રહેવાની કે કામની જગ્યા અવ્યવસ્થિત લાગે છે. સંશોધન દર્શાવે છે કે અવ્યવસ્થિત વાતાવરણ એટલે કે ક્લટર આપણા માનસિક સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે, જેમ કે...
* તાણનું સ્તર વધવું: આસપાસનું વાતાવરણ અવ્યવસ્થિત હોય તો ઘણી વાર વ્યક્તિ એ જોઈને બેચેન થઈ જાય છે અને એના મનમાં ચિંતાની ભાવના જન્મે છે. એને કારણે વ્યક્તિ પોતાનું ધ્યાન કોઈ પણ કામમાં કેન્દ્રિત કરવામાં મુશ્કેલી અનુભવે. આવા વાતાવરણમાં રિલેક્સ ફીલ કરવું પણ મુશ્કેલ છે. માનસિક થાક લાગવાથી વ્યક્તિની કાર્યક્ષમતા ઘટે છે.
* મૂડ પર નકારાત્મક અસર થવીઃ સંશોધન પ્રમાણે અવ્યવસ્થિતતા ડિપ્રેશન અને ચિંતાનાં વધતાં લક્ષણો સાથે જોડાયેલી છે.
Esta historia es de la edición December 23, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición December 23, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.
બાપુનું કથામૃત બન્યું વિદ્યાર્થિનીના સંશોધનનો વિષય
મોરારિબાપુ શિક્ષણ રાહ બતાવે રામાયણ
એક મકાન ઐસા ભી.
જાણીતા સંગીતકાર બપ્પી લહિરીના હમશકલ એવા ખંભાતના બાલમુકુંદ પરીખનું ઘર ખરેખર જોવા જેવું છે.
તમને ખબર છે, અમદાવાદની પોતીકી છે આશાવલી સાડી?
આશરે સાતસો વર્ષ પહેલાં ભીલ રાજા સ્થાપિત આશાવલ નગર એટલે કે આજના અમદાવાદના એક વિસ્તારમાં અનેક હાથસાળ ચાલતી, એમાં રેશમની સાડી કુદરતી રંગોથી બનતી. હવે જો કે એક જ પરિવાર આ સાડી બનાવે છે. પ્રાકૃતિક સામગ્રી અને હાથવણાટની આગવી શૈલીથી ઓપતી આ સાડી સાથે એ પરિવારે બીજા દેશની વસ્ત્રકળાનો પણ સમન્વય સાધ્યો છે.
સેવા-સમર્પણ-શ્રદ્ધાનો ઓચ્છવ...
બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાએ ન ભૂતો ન ભવિષ્યતિ એવો ‘કાર્યકર સુવર્ણ મહોત્સવ’ યોજી ઈતિહાસ રચ્યો. સવા ચાર કલાક ચાલેલા આ કાર્યક્રમના મૂળમાં હતો નિઃસ્વાર્થભાવે સેવા કરતા સંસ્થાના સંનિષ્ઠ કાર્યકરોનો ઋણસ્વીકાર. આ ઐતિહાસિક કાર્યક્રમમાં દેશ-વિદેશથી એક લાખથી વધુ કાર્યકરોએ ઉમળકાભેર ભાગ લીધો.
મુખ્ય મંત્રીએ કી દબાવી... ને આ રીતે સ્ક્રીન પર ખૂલ્યો ખજાનો!
હવે હાજર છે નવીનક્કોર ડિઝાઈન સાથે ‘ચિત્રલેખા’ ડિજિટલ.
ડીપ સ્ટેટની માયાજાળઃ તથ્ય કે તરકટ?
દેશ-વિદેશની સરકારોને અસ્થિર કરતી અજાણી શક્તિઓનો સોનિયા અને રાહુલ ગાંધી હાથો બન્યાં હોવાના આરોપ થઈ રહ્યા છે ત્યારે આ ભેદી જૂથોના કિરદારો ઓળખી લેવા જેવા છે.