러માજમાં સ્ત્રીઓનું મુખ્યત્વે બે પ્રકારનું વિભાજન કરવામાં આવે છેઃ એક વર્કિંગ મહિલા અને બીજી ગૃહિણી. જો કે હકીકત તો એ છે કે દુનિયાની બધી જ મહિલાઓ કામકાજ કરતી સ્ત્રી જ છે, પરંતુ બધી મહિલાઓને એમનાં કામનો પગાર મળતો નથી. એનું કારણ એ છે કે જે કામ કરવાનું કોઈ સીધું ભથ્થું આપવામાં આવતું નથી એવાં ઘરેલુ કામોની આપણે કિંમત કરતાં નથી અને એ કામ કરતી સ્ત્રીને આપણે મફતમાં રોટલા તોડતી કે ગોલ્ડ ડીગર ગણી લઈએ છીએ, પરંતુ આ સમાજનો મતિયો અભિગમ અને સ્ત્રીના શ્રમને મહત્ત્વ ન આપવાનો કીમિયો છે, જે વર્ષોથી બેરોકટોક ચાલી રહ્યો છે.
હમણાં વર્લ્ડ બૅન્કે જાહેર કરેલા રિપોર્ટમાં દક્ષિણ એશિયાઈ દેશો અને એમાંય ખાસ તો ભારતમાં એક ચિંતાજનક સિનારિયો જોવા મળ્યો છે, જેને વર્લ્ડ બૅન્કે મહિલાઓ પરની મૅરેજ પેનલ્ટી તરીકે ઓળખાવ્યો છે. મતલબ કે લગ્ન કરવાને કારણે સ્ત્રીને આપણી સમાજવ્યવસ્થા દ્વારા જે સજા કરવામાં આવે છે એ મેરેજ પેનલ્ટી. આ રિપોર્ટ મુજબ ભારતમાં લગ્ન બાદ આશરે ૩૩ ટકા સ્ત્રી કાયમ માટે નોકરી છોડી દે છે. આ મહિલાઓ અભણ કે પછાત વર્ગની નથી, પરંતુ ખાસ્સું ભણેલી અને સારી આવક ધરાવતી મધ્યમ વર્ગની કે અપર મિડલ ક્લાસની છે. પછાત વર્ગમાં તો પુરુષની આવક ઓછી હોવાને કારણે યેનકેન પ્રકારેણ સ્ત્રીઓ મજૂરીકામમાં આજીવન જોતરાયેલી જ રહે છે.
Esta historia es de la edición November 18, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 18, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...