૧૯૮૧માં રિલીઝ થયેલી ‘પ્રેમ ગીત’ ફિલ્મના ગીતની એક લાઈન ‘ન ઉમ્ર કી સીમા હો ન જન્મ કા હો બંધન..’ બોલીવુડ અભિનેતા પર બિલકુલ બંધ બેસે છે. હાલના દિવસોમાં મલાઈકા અરોરા અને એક્ટર અર્જુન કપૂરના અફેરની ખૂબ ચર્ચા ચાલી રહી છે અને તેનાથી પણ વધારે ચર્ચા તેમની વચ્ચેના એજ ગેપની રહી છે. બંનેની ઉંમર વચ્ચે લગભગ ૧૧ વર્ષનું અંતર છે. આ જ કારણસર તેમને મોટાભાગે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવું પડે છે.
એક ઈન્ટરવ્યૂ દરમિયાન મલાઈકા અરોરાએ કહ્યું હતું કે આપણે એક એવા સમાજમાં રહીએ છીએ, જ્યાં એક મોટી ઉંમરની મહિલા પોતાનાથી નાની ઉંમરના છોકરાને પ્રેમ કરે, તો લોકો તેને એક્સેપ્ટ નથી કરી શકતા.
સમાજમાં એવી માન્યતા છે કે લગ્ન સમયે છોકરીની ઉંમર હંમેશાં છોકરાથી નાની હોવી જોઈએ, કારણ કે માનવામાં આવે છે કે પતિ ઘરની મુખ્ય વ્યક્તિ હોય છે, તેથી તે વધારે અનુભવી અને સમજદાર હોવી જોઈએ. ભારતમાં સરકાર તરફથી પણ લગ્નની કાયદેસર ઉંમર છોકરા માટે ૨૧ વર્ષ અને છોકરી માટે ૧૮ વર્ષ રાખવામાં આવી છે.
પરંતુ બદલાતા સમયમાં પ્રેમ કરવાના અંદાજમાં પણ ખૂબ બદલાવ આવ્યો છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ છે છોકરાઓનું પોતાનાથી મોટી ઉંમરની છોકરીઓ પ્રતિ આકર્ષિત થવું. હવે અંતરને નજરઅંદાજ કરીને તેને પ્રેમ અને સન્માનના ભાવથી જોવામાં આવી રહ્યો છે.
છોકરાઓ પણ પોતાનાથી ઉંમરમાં નાની નહીં, પરંતુ પોતાનાથી મોટી છોકરીઓને વધારે પસંદ કરવા લાગ્યા છે. બોલીવુડથી લઈને હોલીવુડ સુધીમાં આ પ્રકારના ઘણા બધા કપલ્સ મળશે, જેમની ઉંમરમાં સારો એવો તફાવત રહ્યો છે.
ઈમેન્યૂઅલ મેક્રોં : ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યૂઅલ મેક્રોં પોતાની પત્ની બ્રિજેટ મેક્રોંથી ૨૪ વર્ષ નાના છે. જે સમયે ઈમેન્યૂઅલ મેક્રો સ્કૂલમાં ભણતા હતા ત્યારે બ્રિજેટ તેમના ટીચર હતા અને બંને વચ્ચે તે જ સમયે પ્રેમ પાંગર્યો હતો.
ઉર્મિલા માતોંડકર : એક્ટ્રેસ ઉર્મિલા માતોંડકરે પોતાનાથી ૯ વર્ષ નાના છોકરા મીર મોહિસન અખ્તર સાથે લગ્ન કર્યા છે. મોહિંસન એક વેપારી કાશ્મીરી પરિવારમાંથી આવે છે.
Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 2022 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો