લાંબા સમય સુધી સાથે રહ્યા પછી ભલે ને પતિપત્ની હોય કે પછી લિવ ઈન પાર્ટનર, બંને એકબીજા પ્રત્યે બેદરકાર બની જાય છે. પછી આ બેદરકારી ધીરેધીરે ટેવમાં ફેરવાઈ જાય છે અને તે સંબંધોમાં તિરાડનું કારણ બની જાય છે. આ સ્થિતિમાં જો સમજદારીથી કામ લેવામાં ન આવે તો સંબંધનો પાયો કમજોર પડવા લાગે છે. તેથી સંબંધ ભલે ને નવો હોય કે જૂનો, સમયાંતરે એકબીજાને સ્પેશિયલ ફીલ કરાવતા રહેવું જરૂરી છે. આમ કરવાથી એકબીજા પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ વધે છે.
આજકાલની દોડધામભરી જિંદગીમાં મોટાભાગના ઘરમાં કપલ્સ ઓફિસે જાય છે અથવા વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા હોય છે. ઘણી વાર બંનેના ઓફિસ ટાઈમ પણ અલગઅલગ હોય છે, જેથી તેમની પાસે સમયનો અભાવ રહેતો હોય છે. તેઓ એકબીજાને પૂરતો સમય નથી ફાળવી શકતા. આ સ્થિતિમાં ધીરેધીરે કપલ્સ વચ્ચે અંતર વધવા લાગે છે, જે આગળ જતા સંબંધમાં તિરાડ પેદા કરવાનું કામ કરી શકે છે.
યાદ રાખો, કોઈ પણ સંબંધને સફળ અને મજબૂત બનાવી રાખવા માટે વ્યક્તિને યોગ્ય સમય આપવો પડે છે. જો તમે વધારે વ્યસ્ત રહેતા હોય તો તમારા પાર્ટનર સાથે થોડો સમય ક્વોલિટી ટાઈમ જરૂર પસાર કરો. વર્ક ફ્રોમ હોમમાં પણ તમે બંને રજા લઈને એકબીજા સાથે યાદગાર સમય વિતાવી શકો છો. આમ કરવાથી તમે ન માત્ર તેમના મનમાં ચાલી રહેલી નકારાત્મકતાને પરંતુ તેમની એકલતાને પણ દૂર કરી શકશો.
દાંપત્ય જીવનમાં મીઠાશ ભરો
દાંપત્ય જીવનમાં મીઠાશ જાળવી રાખવા માટે કંઈક સ્પેશિયલ કરો. એકબીજાને સ્પેશિયલ ફીલ કરાવવા માટે બહાર જવાના બદલે ઘરે પાર્ટનર સાથે હેલ્થિ અને ટેસ્ટી ડિશ બનાવો. એવી ડિશની પસંદગી કરો જેને તમે બંને સાથે મળીને બનાવી શકો, જેમાં તમે એકબીજાને મદદ કરી શકો તેમજ એકબીજા સાથે વધારે યાદગાર સમય વિતાવી શકો. આ રીતે તમે સાથે બેસીને ખાવાની મજા માણી શકો છો. ભલે ને તમારા ઘરે રસોઈ બનાવવા માટે કોઈ પ્રોફેશનલ કૂક હોય, તેમ છતાં રજાના દિવસે પતિપત્ની બંને સાથે મળીને ખાવાનું બનાવો અને પ્રેમથી સાથે બેસીને ખાઓ.
Esta historia es de la edición June 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2023 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો