ફેસ સીરમ કેમ જરૂરી
Grihshobha - Gujarati|January 2024
ફેસ પર નિખાર લાવીને વધતી ઉંમરની અસર ઘટાડી છે તો ફેસ સીરમના લાભ વિશે અચૂક જાણો...
ગરિમા પંકજ
ફેસ સીરમ કેમ જરૂરી

જના સમયમાં પ્રદૂષણ, તાણ અને સ્કિન સમય પહેલાં નિસ્તેજ, ડ્રાય અને વૃદ્ધ થવા લાગે છે. નાની ઉંમરના લોકોમાં ફેસ પર ડાઘધબ્બા અને ખીલની સમસ્યા શરૂ થઈ જાય છે. આ સ્થિતિમાં જરૂરી છે કે આપણે ફેસની સ્કિનની સારી રીતે સારસંભાળ લઈએ અને મેકઅપ લગાવીને સમસ્યા છુપાવવાના બદલે તેને સ્વાભાવિક રીતે સ્વસ્થ અને આકર્ષક બનાવીએ.

સ્કિનની દેખરેખનો એક મહત્ત્વનો ભાગ છે સફાઈ પછી એક સારી ક્વોલિટીના ફેસ સીરમનો ઉપયોગ કરવો. ફેસ સીરમ એક લાઈટ વેટ મોઈશ્ચરાઈઝર જેવું હોય છે. વોટર બેઝ હોવાથી તે સ્કિનના ઊંડાણમાં ઓબ્ઝોર્બ થઈને તેને અંદરથી ભીનાશ આપે છે. નિયમિત રીતે સીરમનો ઉપયોગ કરવાથી સ્કિન વધારે સ્વસ્થ, યુવા અને ચમકદાર બને છે, સાથે સ્કિનમાં ભીનાશ જળવાયેલી રહે છે.

ફેસ સીરમનો ઉપયોગ મોઈશ્ચરાઈઝર, સનસ્ક્રીન અને મેકઅપની નીચે એક બેઝ લેયરના તરીકે કરવામાં આવે છે. યુવાનોની યંગ સ્કિનને સામાન્ય રીતે તેની ખૂબ વધારે જરૂર નથી હોતી, પરંતુ તેનો ઉપયોગ કરવાથી તેમને એક સ્વસ્થ, સ્વચ્છ સ્કિન મળે છે અને સમય પહેલાં સ્કિનની ઉંમર વધવા અને કરચલીને અટકાવવામાં મદદ મળે છે. તમે પણ સ્કિનની સફાઈ અને ટોનિંગ પછી દિવસમાં ૧ અથવા ૨ વાર ફેસ સીરમનો ઉપયોગ કરી શકો છો.

ફેસ માટે સીરમ કેમ જરૂરી

ફેસ સીરમ એવા લોકો માટે ખાસ જરૂરી છે, જે ફેસ પર ઊભરી રહેલી ઉંમરની અસર, ડાર્ક ડાઘધબ્બા, હાઈપરપિગમેન્ટેશન, ખીલ, બંધ રોમછિદ્ર અને ડિહાઈડ્રેશનના લીધે પરેશાન હોય છે. ફેસ સીરમના પ્રયોગથી તમને આ સમસ્યાનો સામનો કરવામાં મદદ મળશે.

ફેસ પરના ડાઘધબ્બા ઘટાડવામાં : રોજ સૂર્યમાંથી નીકળતા યૂવી કિરણો આપણી સ્કિનને નિસ્તેજ અને બેરંગ કરે છે. આ સ્થિતિમાં ફેસ સીરમમાં રહેલો ગ્લાઈકોલિક એસિડ સ્કિનને ચમકદાર બનાવવાની સાથે એક નવું કોમ્પ્લેક્શન આપે છે. તમે નિયમિત ફેસ સીરમનો ઉપયોગ કરશો તો થોડા દિવસમાં તમે જોશો કે ફેસ પરથી ડાઘધબ્બા ઓછા થવા લાગ્યા છે. લગભગ ૧ મહિનામાં ફેસ પરની બારીક રેખા અને કરચલી પણ ઓછી થવા લાગે છે.

Esta historia es de la edición January 2024 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición January 2024 de Grihshobha - Gujarati.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE GRIHSHOBHA - GUJARATIVer todo
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 minutos  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 minutos  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 minutos  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 minutos  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 minutos  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 minutos  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 minutos  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 minutos  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 minutos  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 minutos  |
December 2024