ઘરે આવીને અનુપ્રિયા કેટલી વાર સુધી બેસી રહી અને ઊઠીને ચુપચાપ પથારીમાં ઊંઘી ગઈ. ખૂબ થાકેલી, વ્યથિત, પરેશાન, અજાણી આગમાં સળગતી રહી. તેની બેચેની વધી રહી હતી. જે પુરુષની ચારે બાજુ એટલા સપનાં જોયા, મનના ઊંડાણથી જેને પ્રેમ કર્યો, જેના સુખમાં સુખી, દુખમાં દુખી થઈ, તે જ પુરુષ પોતાનો નથી. અનુપ્રિયાએ મનનાં ઊંડાણમાં શૂન્યાવકાશ, આટલો ખાલીપો પહેલાં ક્યારેય અનુભવ્યો નહોતો. ગુસ્સામાં સળગતી, અંદરો અંદર બેચેન, નિસહાય અનુભવતી રહી.
થોડા દિવસ પહેલાં બધું સારું લાગતું હતું.બાજુ જાણે મધુમાસની મસ્તી છવાયેલી રહી જીવન એટલું સુંદર હોઈ શકે છે, ક્યારેય વિચાર્યું નહોતું. દરેક નવ દંપતી આવું જ અનુભવતા હશે. વિકાસને અનુપ્રિયા દુનિયાનો સૌથી સારો અને સમજદાર પુરુષ સમજવા લાગી. દુનિયા જાણે ૨ વર્ષથી તેની આજુબાજુ સમેટાઈ ગઈ હતી. ૨ વર્ષ પહેલાં અનુપ્રિયા અને વિકાસના લગ્ન થયા હતા અને હમણાં થોડાક મહિના પહેલાં વિકાસનું મુંબઈમાં પોસ્ટિંગ થયું હતું અને તે લખનૌથી અહીં શિફ્ટ થયા હતા.
ઊંઘતાંઊંઘતાં અનુપ્રિયાની આંખ સામે ‘મેકડોનાલ્ડ’ નું દૃશ્ય ફરવા લાગ્યું. આજે તે પોતાનો થોડો સામાન લેવા પાડોશણ રશ્મિ સાથે એક મોલમાં આવી હતી. બીજી બાજુ ત્યાં આવેલ ‘મેકડોનાલ્ડ’ ના પારદર્શક કાચમાંથી તેણે એક ટેબલ પર વિકાસ અને ગીતાને જોયા. તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ અને પછી ચુપચાપ રશ્મિ સાથે ઘરે આવી ગઈ.
હવે અનુપ્રિયાથી સહન નથી થતું. જ્યારથી મુંબઈ આવી છે મનોમન પિસાય છે. વિકાસે જે દિવસે કાર્યભાર સંભાળ્યો હતો. તેની ઓફિસની સામેની બિલ્ડિંગમાં જ તેની બેચમેટ ગીતાની ઓફિસ હતી. અનાયાસે ગીતાને મળીને તેને કોલેજના જૂના દિવસો યાદ આવી ગયા હતા અને તે જ દિવસે ગીતા સાથે અનુપ્રિયાની મુલાકાત કરાવવા ઘરે લાવ્યો હતો. ગીતા હોસ્ટેલમાં રહેતી હતી. ત્યારથી અત્યાર સુધીનો સમય અનુપ્રિયાએ રડીરડીને વિતાવ્યો છે.
કોઈ તહેવાર હોય કે ખાસ પ્રસંગ, ગીતા દરેક પ્રસંગે હાજર રહે છે. તેની અવરજવર અનુપ્રિયાને ગમતી નહોતી. તેણે વાતવાતમાં ગીતાને લગ્ન ન કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપ્યો. “પપ્પા નથી.
મમ્મી અને નાના ભાઈબહેન લખનૌમાં રહે છે.આ તો સારું છે અહીં જોબ મળી ગઈ. કેટલીક પારિવારિક જવાબદારી છે. પહેલા તે નિભાવી લઉં, પછી લગ્ન વિશે વિચારીશ.'
Esta historia es de la edición January 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો