યુવાનીના દરવાજા પર પગ મૂકી રહેલી દીક્ષાને હવે દુનિયા ખૂબ સુંદર લાગતી હતી અને હવે પછીની જિંદગી માટે તેણે અનેક સપના સજાવી રાખ્યા હતા.
સમૃદ્ધ આર્મી ઓફિસરના પરિવારની સુંદર દીક્ષા એમ.એ. કરતી હતી. અંગ્રેજીના નવાજૂના લેખકોના પુસ્તકને વાંચવા દીક્ષાની હોબી હતી. તેને ગમતા પુસ્તક જે બુકશોપ પર મળતા હતા, ત્યાં બધા તેને સારી રીતે ઓળખતા થઈ ગયા હતા. ત્યાં તેની મુલાકાત અમર સાથે થઈ હતી. તેને જોતા જ અમર તેની પાસે આવતો અને પુસ્તકો પસંદ કરવામાં તેને મદદ કરતો. તેના પિતા સેનામાં સિપાહી હતા. તે સેનામાં જવા ઈચ્છતો હતો, પરંતુ ભરતીમાં સફળ થઈ શક્યો નહોતો.
લાંબો, થોડો શ્યામ, મજબૂત કદકાઠી ધરાવતો અમર જ્યારે હસતો ત્યારે તેના ગાલ પર સુંદર ખાડા પડતા હતા, જેને જોઈને દીક્ષાનું દિલ બેકાબૂ થઈ જતું હતું. શેક્સપિયર, કીટ્સ અને બર્નાર્ડ શોને વાંચતાંવાંચતાં દીક્ષા ક્યારે પ્રેમના પાઠ ભણવા લાગી તેની તેને ખબર જ ન રહી. જ્યારે તેના ઘરના લોકોને ખબર પડી ત્યારે ઘરમાં તોફાન મચી ગયું. મમ્મીપપ્પા જાણીજોઈને ભૂલ કરવા માંગતા નહોતા. તેઓ કહેતા કે છોકરાનું મગજ બગડી ગયું છે, પરંતુ અમારે સમાજમાં રહેવાનું છે. લોકો કહેશે કે મેજર સબરવાલનો જમાઈ ઈન્ટ૨પાસ સેલ્સમેન છે.
બેકાર ગયું સમજાવવું
ઘરમાં બધાએ દીક્ષાને સમજાવવાની ખૂબ કોશિશ કરી, પરંતુ નિષ્ફળ રહ્યા. અંતે તેના ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો, પરંતુ એવો પ્રેમ શું કામનો જે પ્રતિબંધને ચુપચાપ સહન કરી લે. પછી એક દિવસ રાત્રે ચુપચાપ પોતાની સૂટકેસ લઈને અમર પાસે પહોંચી ગઈ. કોર્ટમાં મિત્રોની હાજરીમાં અમર અને દીક્ષાએ લગ્ન કરી લીધા. જોકે લોકો તેમાં સામેલ રના થયા, પરંતુ દીક્ષાના પરિવારજનો માટે તે મરી ચૂકી હતી.
આ સમયગાળા દરમિયાન અમરના પિતા સેનામાંથી રિટાયર થઈ ગયા હતા. ૩-૪ વર્ષ પહેલાં તે અચાનક લકવાની બીમારીનો શિકાર થઈ ગયા, તેથી ઘરને ચલાવવા માટે અમરે સેલ્સમેનની નોકરી કરવી પડી. તેની માનો સ્વભાવ ખૂબ કર્કશ હતો.
દીકરી પણ તેની માના સૂરમાં સૂર મિલાવતી રહેતી હતી. દીક્ષા કોઈ પણ જાતનું દહેજ સાથે લાવ્યા વિના આવી હતી. તેથી તેને પૂરો દિવસ સાસુનણંદના મહેણાંટોણાં સાંભળવા પડતા હતા.
Esta historia es de la edición January 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો