હિના પરવીન ફ્રીલાન્સ રિપોર્ટર છે. ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત છે અને સારું કમાય છે. અંગ્રેજી છાપામાં લખે છે. હિના તેના માતાપિતાનું એકમાત્ર સંતાન છે. જ્યારે તેના અમ્બુ ગુજરી ગયા ત્યારે અમ્મી એકલી ન રહે, એ વિચારીને હિનાએ લગ્ન ન કર્યા. તેના અમ્મી સ્થૂળતા અને ડાયાબિટીસના દર્દી હતા. જાતે કંઈ જ નહોતા કરી શકતા. હિના જ તેમના બધા કામ કરતી હતી. તેમની દવાનું ધ્યાન રાખતી અને સમયસર ડોક્ટર પાસે ચેકઅપ કરાવતી હતી.
એવું નહોતું કે હિના નિકાહ નહોતી કરવા માગતી, પણ કોલેજ સમયથી તે મસૂદ અહમદને પ્રેમ કરતી હતી, પણ મસૂદ ઈચ્છતો હતો કે હિના નિકાહ પછી તેના ઘરે તેના પરિવાર સાથે રહે, પરંતુ હિના પોતાની નિસહાય અને બીમાર અમ્મીને એકલી કેવી રીતે છોડી દે? પરિણામે થોડા વર્ષ પછી મસૂદે પરિવારની ઈચ્છા અનુસાર બીજી છોકરી સાથે નિકાહ કરી લીધા.
સમય વીતતો ગયો. આજે હિના ૫૨ વર્ષની છે. અમ્મી ગુજરી ગઈ છે. એક મોટું ઘર, સારું બેંક બેલેન્સ હોવાની સાથેસાથે અમ્મીના આપેલા ઘરેણાં હિના પાસે છે. કોઈ વસ્તુની કમી નથી, પણ એક વસ્તુ જેની તેને કમી હતી તે કોઈ બાળકનો પ્રેમ. હિનાને બાળકો ખૂબ ગમતા હતા. ઉંમર વધવાની સાથે જ્યારે બાળકની ઈચ્છા વધી ત્યારે તેણે ‘કારા’ માં બાળક એડોપ્ટ કરવા માટે ફોર્મ ભરી દીધું. ૪ વર્ષ રાહ જોયા પછી હિનાને ૮ વર્ષની પ્રિયાને દત્તક લેવાની તક મળી.
અનોખું પરિવર્તન
પ્રિયાને દત્તક લીધા પછી હિનાના જીવનમાં અનોખું પરિવર્તન આવ્યું. હવે તેની સામે એક લક્ષ્ય છે પોતાની દીકરીને સારો ઉછેર આપવાનું, તેને ઉચ્ચ શિક્ષણ આપવા અને તેને લાઈફમાં સેટલ કરવાનો. પ્રિયા તરીકે હવે હિનાને પોતાની મિલકતની વારસદાર મળી ગઈ.
અમ્મી ગુજરી ગયા પછી હિના એકલી પડી ગઈ હતી. કેટલીય વાર ઉદાસ થઈ જતી હતી. મેડિટેશન સેન્ટર જતી હતી, પણ પ્રિયાને દત્તક લીધા પછી તે સ્ફૂર્તિ અનુભવે છે.
Esta historia es de la edición May 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ
"ફૂલ અને કાંટા
આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...