બાબુ સુંદર સિંહ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટના વાઈસ ચેરપર્સન ૪૨ વર્ષના રીના સિંહ પૂરી કોલેજ સંભાળે છે. તેમની કોલેજમાં ૧૧ હજારથી વધારે છોકરાછોકરીઓ ભણે છે. તેમની મુલાકાત લેવી, તેમની સમસ્યા સાંભળવી અને કોલેજના સ્ટાફ વચ્ચે કામ કરવામાં પૂરા દિવસની વ્યસ્તતા રહેતી હતી.
એવામાં તે પોતાના ડાયટ અને એક્સર્સાઈઝનું ધ્યાન નહોતી રાખી શકતી. ૪૦ પ્લસ પછી મહિલાઓની હેલ્થમાં તમામ પ્રકારના પરિવર્તન થાય છે. સરવાળે આ બધું હેલ્થને પ્રભાવિત કરતું હતું. કામ પછી થાક રહેતો હતો. સ્ટ્રેસ વધતો હતો. એક્સર્સાઈઝ કરવાનું મન નહોતું થતું.
આ સમસ્યાને લઈને જ્યારે રીના ડોક્ટર સાથે વાત કરતી ત્યારે તે પણ એક્સર્સાઈઝ કરવાનું કહેતા. રીનાએ ત્યાર પછી ‘ઊર્જા ફિટનેસ એન્ડ ડાયટ સ્ટુડિયો' જોઈન કર્યો. થોડા દિવસ પછી તેને પોતાની અંદર પોઝિટિવ પરિવર્તન જોવા મળ્યું. હવે તે કોલેજ અને ઘરના કામ કર્યા પછી પણ પહેલાં જેવી થાકતી નથી.
રીના જણાવે છે, ‘હું જિમમાં મળતા ડાયટ પ્લાન અને એક્સર્સાઈઝ કરું છું. પહેલાંથી વધારે સારું ફિલ કરું છું. હું હેલ્થ અને ફિટ રહેવા માટે જિમ જાઉં છું. આજે મહિલાઓએ વધારે જવાબદારી નિભાવવી પડે છે. એવામાં એક્સર્સાઈઝ કરવી ખૂબ જરૂરી છે.
હેલ્થ ઈઝ વેલ્થ
જૂની કહેવત છે ‘હેલ્થ ઈઝ વેલ્થ.’ આ કહેવત જણાવે છે કે હેલ્થ જ આપણી વેલ્થ એટલે સંપત્તિ છે. આજકાલ તેનું મહત્ત્વ વધી ગયું છે. જો તમારી હેલ્થ સારી નથી તો કોઈ પણ સુખસુવિધા કામની નથી. સારી હેલ્થ માટે ફિટનેસ જરૂરી છે. તેનું મહત્ત્વ વધી ગયું છે.
ફિટનેસનો મતલબ ઝીરો ફિગર કે સિક્સ પેક એબ્સ હોવા જરૂરી નથી. ફિટનેસ મતલબ સારી હેલ્થ હોય છે. બીમારીથી દૂર રહેવું પણ સારી હેલ્થમાં આવે છે. શારીરિક રીતે ફિટ હોવાની સાથેસાથે જરૂરી છે કે મેન્ટલ હેલ્થ પણ સારી રહે. સ્વસ્થ, નિરોગી અને ઊર્જાવાન રહેવું જ ફિટનેસની નિશાની છે. તેના માટે રહેણીકરણી, ખાણીપીણી સંતુલિત હોવી જોઈએ, જેથી લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો અને જીવનનો આનંદ માણી શકો.
પર્સનલ ટ્રેનર સારો હોય છે
હેલ્વિ શરીર માટે ૭-૮ કલાકની ઊંઘ, સારો નાસ્તો, લંચ અને ડિનર જરૂરી હોય છે. આજે ન આપણને સારી ઊંઘ મળી રહી છે અને ન તો હેલ્કિ ભોજન. તેની સાથે આપણને ફિટનેસનો સમય પણ નથી મળતો.
Esta historia es de la edición June 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición June 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો