વિ શ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલા એક રિપોર્ટમાં ૫ વર્ષથી નાની ઉંમરના બાળકોનો સ્ક્રીન ટાઈમ નિર્ધારિત કરવામાં આવ્યો છે. ડબ્લ્યુએચઓના આ રિપોર્ટ અનુસાર તેના પરિણામ વધારે ભયજનક હોઈ શકે છે.
૫ વર્ષથી નાની ઉંમરના બાળકોનો નિર્ધારિત સમય કરતા વધારે સ્ક્રીન ટાઈમ તેમના શારીરિક અને માનસિક વિકાસ પર અસર કરે છે. આ રિપોર્ટથી વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને સલાહ આપી છે કે પેરન્ટ્સ પોતાના નાના બાળકોને મોબાઈલ ફોન, ટીવી સ્ક્રીન, લેપટોપ અને બીજા ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી શક્ય તેટલા દૂર રાખો.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગાઈડલાઈન
૧ વર્ષથી નાની ઉંમરના બાળકો માટે ઝીરો સ્ક્રીન ટાઈમ નિર્ધારિત કરવામાં આવ્યો છે એટલે કે તેમને બિલકુલ સ્ક્રીનની સામે રાખવાના નથી. ૧ થી ૨ વર્ષના બાળકો માટે પૂરા દિવસનો સ્ક્રીન ટાઈમ ૧ કલાકથી વધારે ન હોવો જોઈએ. તેની સાથે ૩ કલાક ફિઝિકલ એક્ટિવિટી કરવાની સલાહ આપવામાં આવી છે. આ ઉંમરમાં બાળકોને વાર્તા સંભળાવવાથી તેમના માનસિક વિકાસ માટે લાભદાયી સાબિત થશે. આ જ રીતે ૩ થી ૪ વર્ષ સુધીના બાળકો માટે પણ પૂરા દિવસ દરમિયાન વધારેમાં વધારે ૧ કલાકનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે.
પીયૂ રિસર્ચ સેન્ટરના વર્ષ ૨૦૨૦ ના રિપોર્ટ અનુસાર ૪૫ ટકા પેરન્ટ્સ વિચારે છે કે ૧૨ વર્ષની ઉંમર પહેલાં બાળકોને ફોન ન આપવો જોઈએ, ૨૮ ટકા માતાપિતાનું માનવું છે કે ૧૫ વર્ષના થયા પછી જ બાળકોને ફોન મળવો જોઈએ, જ્યારે ૨૨ ટકા પેરન્ટ્સ ૧૧ વર્ષથી નાની ઉંમરના બાળકોને ફોન આપવા તૈયાર છે.
નાના બાળકોને ફોન આપ્યા પછી તેમના ફોનની એપ્સને મોનિટર કરો. તેમના ફોનમાં ખરાબ વેબસાઈટ અથવા સર્ચને દૂર કરી દો. તેને ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી થતા નુકસાન અને જોખમો વિશે જણાવો.
જિંદગીમાં મોબાઈલ અને ટીવીની ઉપયોગિતાને અવગણી શકાય તેમ નથી, પરંતુ તેના ઉપયોગને સીમિત જરૂર કરી શકાય છે. જોકે તેનો ઉપયોગ સીમિત ત્યારે થશે જ્યારે આપણે તેમને પુસ્તકો સાથે જોડીશું. પુસ્તકો ન માત્ર આપણું મનોરંજન કરે છે, પરંતુ આપણને વાસ્તવિક અને વિસ્તૃત જ્ઞાન પણ આપે છે.
સ્ટડીથી સાબિત થઈ પુસ્તકોની અસર
Esta historia es de la edición July 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો