મારી ઉંમર ૨૨ વર્ષ છે અને મને મેકઅપ કરવાનો ખૂબ શોખ છે, પરંતુ મારી સમજમાં નથી આવતું કે બ્લશર લગાવતી વખતે હું કઈ વાતનું ધ્યાન રાખું કે હું વધારે સુંદર મેકઅપ કરી શકું?
બ્લશર લગાવતી વખતે તમારે તમારા સ્કિનટોનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમારી સ્કિન ગુલાબી ટોનની હોય તો પિંક કલરના બ્લશરનો તમે ઉપયોગ કરી શકો છો. જો સ્કિન સામાન્ય પીળાશ પડતી હોય તો પીચ કલરનો ઉપયોગ કરી શકો છો. આ જ રીતે ઘઉંવર્ણ રંગની અથવા ઘેરી હોય તો પીચી બ્રાઉન કલરનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમે હંમેશાં સુંદર દેખાશો.
હું ૨૪ વર્ષની યુવતી છું. મારા નખ પીળા દેખાય છે. મારે પૂરો સમય તેની પર નેલ પેઈન્ટ લગાવીને રાખવો પડે છે. મારા નેલ્સ શરૂઆતમાં ઓછા પીળા દેખાતા હતા, પરંતુ હવે ખૂબ ઘેરા પીળા થઈ ગયા છે અને ખૂબ ખરાબ દેખાવા લાગ્યા છે. હવે તેનો સ્વાભાવિક રંગ કેવી રીતે પરત લાવી શકાય છે?
શરીરમાં કેમિકલ્સ અને ફોસ્ફરસની ઊણપના લીધે નખ પીળા પડી જાય છે. જો તમે ખોરાકમાં દૂધ ઓછું લેતા હોય તો તેનું પ્રમાણ વધારો. શક્ય હોય તો જ ૧ ઈડું જરૂર ખાઓ. તમે કેલ્શિયમયુક્ત આહારનું સેવન યોગ્ય રીતે કરી રહ્યા હોય તો તમારે વિટામિન ડીનું પણ યોગ્ય સેવન કરવું પડશે. શરીરમાં કેલ્શિયમની સાથે વિટામિન-ડી લેવું પણ જરૂરી છે. નખની પીળાશ વધી રહી હોય તો કોઈ સારી ક્વોલિટીના નેલ પેઈન્ટ યૂઝ કરો. ખરાબ નેલ પેઈન્ટ નખ પર પોતાનો કલર છોડી દે છે અને થોડા સમય પછી નેલ યલો થવા લાગે છે. તમે કોશિશ કરો કે નેલ પેઈન્ટ લગાવતા પહેલાં બેઝ કોટ જરૂર લગાવો. તેનાથી નેલ પેઈન્ટનો કલર નખ પર નહીં આવે.
Esta historia es de la edición August 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...