સ્માર્ટ એપ્લાયંસીસની મદદથી તમે તમારો બચેલો સમય તમારી હોબીને પૂરો કરવામાં ઈન્વેસ્ટ કરી શકો છો. તમે ઈચ્છો તો કોઈ નવી સ્કિલ્સ પણ શીખી શકો છો. આ સ્કિલ્સ તમને ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે.
આવો, અહીં એ સ્માર્ટ એપ્લાયંસિસ વિશે જાણીએ જેમને ખરીદીને તમે તમારો સમય બચાવી શકો છો. તેની સાથે તમે આ એપ્લાયંસિસ અપનાવીને એક સ્માર્ટ હાઉસ મેકર કહેવાશો.
આર્ટિફિશિયલ ઈટેલિજન્સવાળું ડિશવોશર
ડિશવોશરનો ઉપયોગ કરવાના આમ પણ ઘણા બધા લાભ છે. તેમાં ધોયેલા વાસણ સાફ, સ્વચ્છ અને બેક્ટેરિયા ફ્રી થઈ જાય છે. તેની પર સાબુની ચીકાશ રહેતી નથી. તમે એક જ વારમાં ઘણા બધા વાસણ ધોઈ શકો છો. તેમાં પાણી ઓછું વપરાય છે. તેમાં ધોયેલા વાસણ પર પાણીના ટીપાં નથી રહેતા. સૌથી જરૂરી વાત એ છે કે તેના ઉપયોગથી તમારો સમય બચે છે. ડિશવોશરમાં વાસણ ધોવા મૂકીને તમે તમારા બીજા કામ પણ કરી શકો છો.
હવે વાત કરીએ, ડિશવોશર કઈ કંપનીનું લેવું જોઈએ અને તેને ક્યાંથી ખરીદવું જોઈએ, તો માર્કેટમાંથી એલજી, સેમસંગ, બુશ, વોલ્ટાસ, વર્લપૂલ જેવી જાણીતી કંપનીના ડિશવોશર મળશે. તેની કિંમત રૂપિયા ૧પહજારથી લઈને રૂપિયા ૮૦ હજારની વચ્ચે મળી જશે. તમે તેને ઓનલાઈન સાઈટ પરથી પણ ખરીદી શકો છો. એમેઝોન, જિયો માર્ટ, વિશાલ મેગા માર્ટ, ફ્લિપકાર્ટ જેવી ઓનલાઈન સાઈટ્સ પરથી તે સરળતાથી મળી જશે. આ બધી સાઈટ્સ પર તહેવારોના સમયે મેગા સેલ પણ હોય છે અને સારી ઓફર પણ મળે છે.
ઈલેક્ટ્રિક લોટ બાંધવાનું મશીન
રોટલી ખાવી હોય તો લોટ બાંધવો પડશે, પરંતુ લોટ બાંધવાની મહેનત કરે કોણ. તો આવો આજે અમે તમને આ મુશ્કેલીથી મુક્તિ અપાવીએ છીએ. ઈલેક્ટ્રિક લોટ બાંધવાના મશીનમાં તમે માત્ર ૩ થી ૫ મિનિટમાં રોટલી અને પરોઠાં બનાવવા માટે ડો તૈયાર કરી શકો છો.
ડો બનાવવા માટે મશીન સાથે આપેલ જારમાં સૌપ્રથમ લોટ અને પાણી નાખો. ત્યાર પછી મશીનને ઓન કરી દો. પાંચ મિનિટમાં તમારો ડો તૈયાર થશે. આમ તો માર્કેટમાં લોટ બાંધવાના ઘણા બધા મશીનો ઉપલબ્ધ છે, પરંતુ આજકાલ ઈલેક્ટ્રિક ડો મેકર મશીન ખૂબ ચલણમાં છે, જેની કિંમત લગભગ રૂપિયા ૪ હજારથી શરૂ થાય છે. આ મશીન ઓનલાઈન અને ઓફલાઈન બંને દ્વારા ઉપલબ્ધ છે.
Esta historia es de la edición October 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો