પ્રિયા કેટલાય દિવસથી દિવાળીનું શોપિંગ કરી રહી હતી. આજે તે કપડાંના શોપિંગ માટે ગઈ હતી.
જેમ કે દર વર્ષે થતું હતું. તેના પતિ અને સાસુ આશા રાખી રહ્યા હતા કે તે પોતાના દિવાળી લુક માટે કોઈ સુંદર સાડી કે શરારા કે પછી ઘેરદાર સૂટ જેવો કોઈ એક્નિક ડ્રેસ લાવશે. હકીકતમાં, દિવાળીમાં એથનિક લુકને જ પરફેક્ટ માનવામાં આવે છે.
પરંતુ પ્રિયાના મનમાં કંઈક જુદું જ ચાલી રહ્યું હતું. જ્યારે તે પાછી આવી તો તેના હાથમાં એક સુંદર વેસ્ટર્ન ડ્રેસ હતો. આ ડ્રેસ મરૂન કલરની સ્ટાઈલિશ મિડી હતી જેની બાંય પર કેટલાક સ્ટૉસ જડેલા હતા. તેની ઉપર ગોલ્ડન કલરની કોટી એટલે કે જેકેટ હતું. ઓવરઓલ ડ્રેસ ખૂબ સુંદર લાગી રહ્યો હતો પણ તેને ડર હતો કે ડ્રેસ જોઈને તેના સાસુ તેનાથી નારાજ ન થઈ જાય. તેથી ખૂબ પ્રેમથી તેમના ગળામાં હાથ નાખીને પ્રિયાએ પૂછ્યું, “શું હું દિવાળીના દિવસે મારી પસંદનો આ ડ્રેસ પહેરી શકું છું મોમ?’’
સાસુએ તેની સામે આશ્ચર્યથી જોયું અને બોલી, “સાડી/શરારા કે પછી અનારકલી સૂટ કેમ ન લીધો? આ વખતે તું આ શું લઈ આવ્યા મોમ?’
“મોમ તમને યાદ છે ગયા વર્ષે મેં સાડી પહેરી હતી અને મારી સાડીનાં પાલવમાં દીવાથી આગ લાગી ગઈ હતી. ૧ મિનિટમાં જ શું નું શું થઈ શકતું હતું.’
“હા, તે યાદ છે મને પણ તેમાં મારી તે બેદરકારી હતી. આખરે તો દિવાળીના દિવસે ઘરની વહુએ એ પ્રકારનાં જ કપડાં પહેરવાં જોઈએ જે તેને શોભે.’
ત્યારે પતિએ વચ્ચે કહ્યું, “ના મોમ એવું તે શું છે? કપડાં તો એ જ પહેરવાં જોઈએ ને જે કમ્ફર્ટેબલ હોય અને સ્ટાઈલિશ પણ. પરંતુ એવો કોઈપણ ડ્રેસ ન પહેરવો જે તમને બોજ લાગવા લાગે. પ્રિયાને સાડી પહેરતા પણ નથી આવડતી. તેને સાડી સંભાળવામાં તકલીફ થાય છે પરંતુ તમે ગત વર્ષે જોયું કે સાડીના લીધે કેવા પ્રકારની મોટી દુર્ઘટના ઘટી શકતી હતી. જો તે ઈચ્છે છે કે કંઈક બીજું પહેરવું છે અને તે તેમાં સારી દેખાય તો શું વાંધો છે?
’ મોમે એકવાર ફરી ઉપરથી નીચે સુધી તે ડ્રેસ જોયો અને મોં બગાડ્યું. પતિએ મોમને ફરી સમજાવ્યા, “મોમ, એકવાર જુઓ તો ખરા કેટલી સુંદર લાગશે પ્રિયા આ ડ્રેસ પહેરીને.
Esta historia es de la edición November 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 2024 de Grihshobha - Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ