મોંઘા મશરૂમના મીઠા મોલ
Chitralekha Gujarati|April 17, 2023
જમીન અને પાણીના નહીંવત્ ઉપયોગથી મશરૂમની ખેતી કરી શકાય છે, જે સૌરાષ્ટ્ર જેવા પાણીની અછતવાળા પ્રદેશ માટે આશીર્વાદ સમાન છે. આ વિસ્મયકારી ખેતીપેદાશ ખેતરમાં નહીં, પણ ઘરે ઉગાડી શકાય છે. મશરૂમનું દેશ કરતાં વિદેશમાં મોટું માર્કેટ હોવાથી હવે ઘણા સાહસિકો આ ખેતી તરફ આકર્ષાય છે.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
મોંઘા મશરૂમના મીઠા મોલ

કોરોના કાળમાં ઘરે નવરા બેઠા મોબાઈલમાં વિડિયો જોઈ, મિત્રો સાથે ગપ્પાં મારીને સમય પસાર કરતાં ત્યારે અચાનક વિચાર આવ્યો કે આ મશરૂમ શું છે? એની ખેતી કેમ થાય? p;

‘આવા પ્રશ્નનો ઉત્તર મેળવવા એને લગતી માહિતી મેળવવાનું શરૂ કર્યું અને પછી તો રસ પડતો ગયો. સૌથી વિસ્મયકારી માહિતી એ મળી સૌરાષ્ટ્ર સૂકો પ્રદેશ છે, છતાં એમાં પાણી વિના મશરૂમની ખેતી થાય છે. બસ, પછી તો સાહસ કર્યું અને ઘરે જ મશરૂમની ખેતીનો પ્રયોગ ચાલુ કર્યો..'

હિતેશ મારડિયા: ભારતમાં હજી મશરૂમની ખાસ ખપત નથી.

રાજકોટમાં રહેતા હિતેશ મારડિયા આંખોમાં ચમક સાથે ચિત્રલેખાને પોતાના સાહસ વિશે જણાવે છે. મવડી વિસ્તારમાં સ્થિત હિતેશ મારડિયાનું ઘર આમ તો સામાન્ય જેવું જ છે, પણ મકાનમાં પહેલા માળે એક નાના રૂમમાં પ્રવેશ કરાવતાં પહેલાં હિતેશભાઈ તમને કોઈ ઑપરેશન થિયેટરમાં લઈ જતાં હોય એમ હૅન્ડ ગ્લવ્ઝ, માથા પર એક ખાસ કૅપ અને માસ્ક પહેરાવે છે. ત્યાર બાદ એકદમ ઠંડા એક નાના રૂમમાં પ્રવેશ કરીને જોઈએ તો ઘડીભર અચંબામાં પડી જવાય છે. કોઈ લૅબોરેટરીમાં આવી ગયા હોય એવું લાગે. હા, આ એક જાતની લૅબ જ છે, જ્યાં ચોક્કસ તાપમાન અને હવાના ફ્લોની મદદથી કાચની બરણીમાં મશરૂમ ઉગાડવામાં આવે છે.

ઘરમાં જ ખાસ લૅબોરેટરી ઊભી કરીને જમીન અને પાણી વિના મશરૂમની ખેતી કરવાનો ગુજરાતનો આ પહેલો પ્રયોગ હોવાનો દાવો કરતા હિતેશભાઈ ચિત્રલેખાને કહે છેઃ

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView all
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 mins  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 mins  |
September 23, 2024
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 mins  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 mins  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 mins  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 mins  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 mins  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 mins  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 mins  |
September 16, 2024