વહેતી વાર્તામાં વચ્ચે વચ્ચે ફ્લેશ-બૅક્સભૂતકાળના ટુકડા આવે એ કથાસાહિત્યમાં કોઈ નવી વાત નથી. પછીની વાત પહેલાં અને પહેલાંની વાત પછી કહેવાથી વાતમાં જમાવટ થતી હોય તો આ ટ્રિક ખોટી નથી. ઉદાહરણ સાથે વાત કરીએ.
ફિલ્મ શોલેમાં હોળીના દિવસે આક્રમણ કરનારા ડાકુ ગબ્બરને ભગાડ્યા પછી વીરુ જ્યારે ઠાકુરને એક સીધોસાદો સવાલ પૂછે છે કે તમે તમારી સામે પડેલી બંદૂક કેમ ન ઉઠાવી? ત્યારે એનો સીધોસાદો અને ટૂંકો જવાબ આપવાને બદલે ઠાકુર કહે છેઃ બહોત લંબી કહાની હૈ યે..
પછી ઠાકુર ફ્લેશ-બેંકમાં જઈને ખરેખર એક લાંબી કહાની કહે છે, જેના અંતે જવાબ જડે છેઃ ઠાકુરે બંદૂક ન ઉઠાવી, કારણ કે એમના હાથ જ નહોતા. હાથ ગબ્બરે કાપી નાખેલા!
મહાભારતમાં પણ ફ્લેશ-બૅક્સની ભરમાર છે. આમ જુઓ તો આખેઆખું મહાભારત પોતે ફ્લેશ-બૅક રૂપે રજૂ થયું છે. વેદ વ્યાસે આ કથા કહી ત્યારે એ પોતે વર્તમાનમાં જીવી રહ્યા હતા અને એમણે ભૂતકાળને કથારૂપે જીવતો કર્યો હતો.
મહાભારતની કથામાં આપણે જ્યાં પહોંચ્યા છીએ એ તબક્કે પણ કથા અચાનક એક નહીં, અનેક ફ્લેશ-બૅક્સમાં સરી પડે છે.
આપણે ક્યાં પહોંચેલા?
વાત ચાલી રહી હતી કુરુવંશ અને નાગવંશ વચ્ચેના સંઘર્ષની. જનમેજયે એના મંત્રીઓને પૂછ્યું: ‘તક્ષકે મારા પિતા પરીક્ષિતની હત્યા કરી શા માટે?’ આ સવાલના જવાબમાં મંત્રીઓ ભૂતકાળનો ઘટનાક્રમ વર્ણવે એ પહેલાં કથા એકદમ અણધારી રીતે ભૃગુ ઋષિના વંશ વિશેના એક લાંબા ફ્લેશ-બૅકમાં પ્રવેશે છે. એ ફ્લેશ-બેંક પણ છેવટે તો નાગવંશ-માનવવંશ વચ્ચેના તણાવના ઈતિહાસ પર પ્રકાશ પાડે છે અને કથાનો પછીનો ક્રમ સમજવામાં સહાયક બને છે, પરંતુ જનમેજય અને મંત્રીઓને અચાનક બાજુ પર રાખીને કથા સાવ જ નિરાળા એવા એક પછી એક ફ્લેશ-બૅક્સની દુનિયામાં સરકી જાય ત્યારે ભાવક એ વાતે મૂંઝાઈ શકે કે વાત ક્યાંથી ક્યાં જઈ રહી છે.
- પણ મૂંઝાશો નહીં. થોડી ધીરજ રાખજો. નાગવંશનો નાશ કરવો કે ન કરવો એવા એક અતિ કે ગંભીર અને અઘરા સવાલ પર અટકેલા જનમેજય પાસે આપણે પાછા આવીશું જ, પરંતુ એ પહેલાં આવો પ્રવેશીએ કેટલાક તેજસ્વી ફ્લેશ-બૅક્સની દુનિયામાં.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.