ક્યાં લેવું ઉચ્ચ શિક્ષણ?
Chitralekha Gujarati|June 12, 2023
દસમા કે બારમા ધોરણ પછી ઉચ્ચ અભ્યાસ કયો કરવો એ પ્રશ્ન દરેક વિદ્યાર્થી અને સાથોસાથ એમના વાલીઓને સતાવતો હોય છે. આ પ્રશ્નનો ઉત્તર મળે તો પછી બીજો પ્રશ્ન આવેઃ કઈ કૉલેજ કે યુનિવર્સિટી પસંદ કરવી? શિક્ષણધામની પસંદગીમાં ફીની ગણતરી, અભ્યાસ પૂરો કર્યા પછી નોકરી કે રોજગારની તક, વગેરેને ધ્યાનમાં લેવામાં આવે ગુજરાતની કેટલીક કૉલેજ-યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસની કેવી સગવડ છે એની ઉપયોગી માહિતી અહીં પીરસવામાં આવી છે.
ક્યાં લેવું ઉચ્ચ શિક્ષણ?

ગુજરાત સરકાર દ્વારા ૨૯ વર્ષ પહેલાં અમદાવાદમાં સ્થાપવામાં આવેલી ‘બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી’ દેશની એકમાત્ર એવી ઓપન યુનિવર્સિટી છે, જેને યુજીસી તરફથી કૅટેગરી-એક યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો હોય. આ કૅટેગરીને લીધે આ યુનિવર્સિટી હવે વિશ્વની પ્રથમ હરોળની પ૦૦ યુનિવર્સિટી સાથે સ્પર્ધા કરી શકશે.

‘બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી’નાં કુલપતિ પ્રોફેસર ડૉ. અમી ઉપાધ્યાય કહે છે કે છેલ્લાં ૨૯ વર્ષમાં અમારી યુનિવર્સિટીએ અનેક સિદ્ધિ હાંસલ કરી છે. સમાજના તમામ વર્ગને શિક્ષણ તો પહોંચાડવામાં આવી રહ્યું છે, પણ સાથે સાથે અમારી યુનિવર્સિટીએ સામાજિક, આર્થિક અને વહીવટી ક્ષેત્રે પણ અનેક શિખરો સર કર્યાં છે.

અમદાવાદમાં એસજી રોડ પર ૨૦ એકર વિસ્તારમાં આવેલી ‘બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી’નાં આજે ૩૦૦ જેટલાં કેન્દ્રો છે. અમદાવાદમાં મસમોટો સ્ટુડિયો છે, જ્યાં ચાર હજારથી વધુ લેક્ચર રેકૉર્ડ કરાયાં છે. ગુજરાતમાં રાજકોટ, પાટણ, સુરત, ભાવનગર, ગોધરા અને ભૂજ ખાતે યુનિવર્સિટીનાં છ પ્રાદેશિક કેન્દ્રો છે. વિદ્યાર્થીઓને શિક્ષણ માટે દૂર જવું ન પડે એ હેતુથી રાજ્યનાં તમામ તાલુકામથક ખાતે યુનિવર્સિટીએ અભ્યાસ કેન્દ્રો પણ શરુ કર્યા છે.

ડૉ. અમી ઉપાધ્યાય કહે છે કે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી’ અનેક સ્નાતક, અનુસ્નાતક, અનુસ્નાતક ડિપ્લોમા, સર્ટિફિકેટ કોર્સિસ અને વૉકેશનલ અભ્યાસક્રમો ચલાવે છે. અભ્યાસક્રમોની કુલ સંખ્યા ૮૦ જેટલી છે. યોગ, કુદરતી ઉપચાર, સ્પોકન સંસ્કૃત, ઈન્ડિયન પોએટિક્સ, ગુજરાતમાં પંચાયતી રાજ જેવા વિષયોના સર્ટિફિકેટ અને ડિપ્લોમા અભ્યાસક્રમ પણ ચલાવવામાં આવે છે. અમે શહીદની વીરવધૂ અને એમનાં સંતાનોને, કેદીઓને નિઃશુલ્ક શિક્ષણ આપીએ છીએ. તૃતીયપંથી વિદ્યાર્થીઓને સ્કૉલરશિપ આપવાની વ્યવસ્થા પણ છે. અમારું ધ્યેય અને પ્રયાસ દેશના ખૂણેખાંચરે વસતા લોકોને નાત-જાતના ભેદભાવ વગર પોસાય એવું શિક્ષણ આપવાનો છે.

અમીબહેન ઉમેરે છે કે ‘નૅશનલ એસેસમેન્ટ ઍન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ' (NAAC)માં A++ ગ્રેડ મેળવનારી બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી’ દેશની એકમાત્ર પ્રથમ સ્ટેટ ઓપન યુનિવર્સિટી છે. મૂલ્યાંકન માટેના ચોક્કસ માપદંડો છે. ગુજરાતની એકમાત્ર અમારી યુનિવર્સિટી છે, જેને A++નો ગ્રેડ મળ્યો હોય.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView all
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 mins  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 mins  |
September 23, 2024
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 mins  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 mins  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 mins  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 mins  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 mins  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 mins  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 mins  |
September 16, 2024