પશ્ચિમ ભારતની કેટલીક સૌથી જૂની કાર્ડિયાક ઈન્સ્ટિટ્યૂટમાંની એક એવી મુંબઈની ‘શ્રીમતી એસ.આર. મહેતા ઍન્ડ સર કે.પી. કાર્ડિયાક ઈન્સ્ટિટ્યૂટ' દાયકાઓથી સચોટ, નૈતિક અને અત્યાધુનિક સારવાર કિફાયતી દરે પૂરી પાડતી હૉસ્પિટલ છે. આ સ્પેશિયાલિટી કાર્ડિયાક સેન્ટરનાં મંડાણ ૧૯૯૯ના માર્ચ મહિનામાં દીર્ઘદૃષ્ટા ઉદ્યોગપતિ અને દાનવીર શ્રી મનુભાઈ સી. શાહના નેતૃત્વમાં થયાં. ઉચ્ચ ગુણવત્તા, સલામત અને મધ્યમ વર્ગને પરવડે એવી હૃદયરોગોની સારવાર એક છત હેઠળ મળે એવા શુભ આશય સાથે ચૅરમૅન શ્રી એમ.સી. શાહે આ કાર્ડિયાક ઈન્સ્ટિટ્યૂટ શરૂ કરેલી. ૨૦૦૬ના જાન્યુઆરીમાં અહીં ઑર્થોપીડિક સ્પેશિયાલિટી સેન્ટર પણ શરૂ થયું. સ્થાપનાનાં ૨૫ વર્ષ બાદ આજે એણે અત્યાધુનિક તબીબી સારવાર પૂરી પાડતી કાર્ડિયાક તેમ જ ઑર્થોપીડિક હૉસ્પિટલ તરીકે નામના મેળવી છે.
હૉસ્પિટલની અત્યાધુનિક કૅથલૅબ.
અહીં અનેકાનેક એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, બાયપાસ ઑપરેશન, વાલ્વ રિપ્લેસમેન્ટ તથા ટોટલ ની તેમ જ હિપ રિપ્લેસમેન્ટ તો થાય છે, સાથે સાથે ઈમ્પ્લાન્ટેશન ઑફ ઑટોમેટિક કાર્ડિયોવર્ટર ડિફાઈબ્રિલેટર (એસીઆઈડી), ઈલેક્ટ્રો ફિઝિયોલૉજિકલ સ્ટડી જેવી વિરલ ગણાય એવી પ્રોસિજર પણ થાય છે. આ ઉપરાંત, અહીં ટીએવીઆઈ (ટ્રાન્સકૅથેટર એઓર્ટિક વાલ્વ ઈમ્પ્લાન્ટેશન) પણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું છે.
પ્રગતિના રોમાંચક આંકડા
છેલ્લાં ત્રણ વર્ષમાં હૉસ્પિટલે ૪૫૦૦ કોરોનરી એન્જિયોગ્રાફી, ૧૬૦૦ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી, ૧૯૦૦ કાર્ડિયાક સર્જરી અને ર૪૦૦ ઑર્થોપીડિક સર્જરી સફળતાપૂર્વક હાથ ધરી છે. જાણીને નવાઈ લાગશે, પણ આજે મુંબઈમાં સૌથી વધુ ની રિપ્લેસમેન્ટ શ્રીમતી એસ.આર. મહેતા ઍન્ડ સર કે.પી. કાર્ડિયાક ઈન્સ્ટિટ્યૂટ'માં કરવામાં આવે છે. તો આ જ સમયગાળામાં શરીબ અને જરૂરતમંદ દર્દીઓ પર હૉસ્પિટલ્સ કાર્ડિયાક સ્કીમ હેઠળ ૧૫૪ કોરોનરી એન્જિયોગ્રાફી, ર૪૫ કોરોનરી એન્જિયોપ્લાસ્ટી અને ૩૫૬ કાર્ડિયાક સર્જરી હાથ ધરવામાં આવી છે.
ઑર્થોપીડિક કૅરમાં પણ અવ્વલ
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.