ડિજિટલ સર્વિસ ટૅક્સ ભારતની સાર્વભૌમિકતા સામે અમેરિકાનો પ્રહાર અને પડકાર
Chitralekha Gujarati|July 17, 2023
અમેરિકાની ડૉલરની દાદાગીરી તો એક યા બીજા પ્રકારે વરસોથી ચાલતી રહી છે, હવે ઈન્ટરનૅશનલ બિઝનેસમાં લાગુ થતા ટૅક્સ બાબતે અમેરિકાના દબાણથી એક એવો ડ્રાફ્ટ તૈયાર થયો છે કે જેમાં ટૅક્સનો મહત્તમ હિસ્સો અમેરિકાને જ ફાળે જાય અને બાકીનો ટુકડો બીજા વેપારી દેશો વચ્ચે વહેંચાય. અગાઉ આમાં માત્ર ડિજિટલ ટૅક્સેશનનો પ્રસ્તાવ હતો, હવે એમાં તમામ ગુડ્સ અને સર્વિસીસને પણ આવરી લેવાયાં છે. કોઈ પણ દેશ અમેરિકાને માલ અને સર્વિસીસની નિકાસ કરે ત્યારે ટૅક્સનો લાભ પણ મહદંશે એને મળે. આ એકતરફી વેપાર કરારને હજી માન્યતા મળી નથી, પણ કોઈ દેશ એનો જોરદાર વિરોધ પણ કરી શકતો નથી. શું છે આ ડ્રાફ્ટ અને ભારત પર એની શું અસર થાય? એ વિશે ઈન્ટરનૅશનલ ટૅક્સેશનના નિષ્ણાત રશ્મિન સંઘવી સાથે ‘ચિત્રલેખા’ની વાતચીતમાં ચોંકાવનારાં તારણ મળે છે.
જયેશ ચિતલિયા
ડિજિટલ સર્વિસ ટૅક્સ ભારતની સાર્વભૌમિકતા સામે અમેરિકાનો પ્રહાર અને પડકાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હમણાં અમેરિકામાં અસાધારણ માન-સમ્માન વ મળ્યાં, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધને નવી ઊંચાઈએ લઈ જવાની વાત થઈ, ભારતને અમેરિકાએ બેસ્ટ બિઝનેસ પાર્ટનર ગણાવ્યું.. આ બધી વાત સાચી, પણ એક બહુ જ મહત્ત્વના મુદ્દે અમેરિકા માત્ર ભારત પર જ નહીં, બીજા ૧૪૦ દેશો પર દાદાગીરી કરવાના મિજાજમાં છે. આ વિષય છેઃ ડિજિટલ સર્વિસ ટૅક્સ.

એ માટે અમેરિકાએ એવો એકતરફી મલ્ટિલેટરલ કન્વેન્શન ડ્રાફ્ટ તૈયાર કર્યો છે કે જેમાં મહત્તમ લાભ એને થાય, બીજા દેશોને ભાગે તો ખરખોડું જ આવે. ડૉલરની દાદાગીરીની જેમ ઈન્ટરનૅશનલ બિઝનેસમાં પણ અમેરિકા અન્ય દેશો પર પ્રત્યક્ષ યા પરોક્ષ દબાણ કરી રહ્યું છે. આ મામલો દાયકા કરતાં વધુ સમયથી ચર્ચાતો રહ્યો હોવા છતાં એનું હજી આખરી પરિણામ આવ્યું નથી. વિવિધ નામ-સ્વરૂપ-ઉદ્દેશો બદલીને અત્યારે એ ડ્રાફ્ટ પુનઃ ચર્ચામાં છે.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક દેશ સાથે ટ્રેડ વૉર માટે વિવાદાસ્પદ બન્યા હતા, હવે બાઈડન સરકાર હેઠળ ડિજિટલ ટૅક્સ (Digital Taxation)ના નામે અમેરિકા ભારત સહિત અનેક દેશ પર ઓઈસીડી Cooperation and for Economic (OECD-Organisation Development) દ્વારા તૈયાર કરવામાં આવેલા મલ્ટિલેટરલ કન્વેન્શન (એમએલસી) ડ્રાફ્ટને સ્વીકારી લેવાનું દબાણ કરી રહ્યું છે.

આપણા દેશે ડિજિટલ ટૅક્સ મામલે ઈક્વલાઈઝેશન લેવી લાગુ કરી છે, જ્યારે કે બીજા પાંચ દેશોએ ડિજિટલ સર્વિસ ટૅક્સ લાગુ કર્યો છે, પરંતુ અમેરિકાએ ધાક-ધમકીની ભાષામાં એને હટાવી દેવાનું દબાણ કરતાં ભારત સહિત આ છ દેશ એ દૂર કરવા કચવાતા મને તૈયાર થયા છે. આમ તો ડોનાલ્ડ ટ્રમ્પના સમયમાં જ અમેરિકાએ ટ્રેડ વૉરની જાહેરાત કરી દીધી હતી. એ પછી બાઈડન સરકારે USTR (US Trade Representative office) હેઠળ આ છ દેશો સામે પગલાં લીધાં. યુએસટીઆર દ્વારા મોટા ભાગના દેશોને કહી દેવાયું છે કે તમારે તમારા ડિજિટલ સર્વિસ ટૅક્સ સંબંધી કાયદા રદ કરવાના રહેશે અથવા એનાં પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે.

આ પગલાં પાછળનાં કારણ સમજાવતાં અમેરિકાની વ્યાપારનીતિ અને ઈન્ટરનૅશનલ ટૅક્સેશનના ઊંડા અભ્યાસુ એવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રશ્મિનભાઈ સંઘવી ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છેઃ

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView all
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 mins  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 mins  |
September 23, 2024
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 mins  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 mins  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 mins  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 mins  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 mins  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 mins  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 mins  |
September 16, 2024