સોનલ વૈદ્ય કુલકર્ણી: માનવસંવેદનાને સ્પોટલાઈટમાં આણતાં રંગકર્મી
Chitralekha Gujarati|July 10, 2023
જેમના જન્મમાં જ નાટ્યાત્મકતા હતી એવાં આ નિવૃત્ત અધ્યાપિકાએ ચારેક દાયકાની કારકિર્દીમાં અભિનય-લેખન-દિગ્દર્શનથી ગુજરાતી રંગભૂમિને ઉજળિયાત કરી છે. વિવિધ વિષય પર અઢળક એકાંકી તથા અડધો ડઝનથી વધુ ત્રિઅંકી નાટકનાં મંચન કરનારાં આ નાટ્યપ્રતિભા હાલ વીસરાતા જતા બાળપણને નાટકના માધ્યમથી પાછું લાવવાના વ્યસ્ત છે.
અરવિંદ ગોંડલિયા
સોનલ વૈદ્ય કુલકર્ણી: માનવસંવેદનાને સ્પોટલાઈટમાં આણતાં રંગકર્મી

મૂર્ધન્ય સાહિત્યકાર ભગવતીકુમાર શર્માએ એમના માટે કહેલું: શ્વાસે શ્વાસે નાટક જીવતી છોકરી.

એ છોકરી એટલે સુરતનાં પ્રોફેસર કીર્તિદા અને પ્રખ્યાત નાટ્યકાર જ્યોતિ વૈદ્યની પુત્રીઃ સોનલ વૈદ્ય કુલકર્ણી. મોરનાં ઈંડાં ચીતરવાં ન પડે એ ન્યાયે સોનલબહેને પિતાના પગલે રંગભૂમિ પર પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. એ અભિનય કરે, પરંતુ દિગ્દર્શનમાં એમને વધુ સંતોષ મળે. ગુજરાતી નાટ્યજગતમાં એમનું નામ માનભેર લેવાય છે.

માંદગીને કારણે સ્કૂલની ડાન્સ સ્પર્ધામાં ભાગ લેવા ન મળ્યો, પણ એ પછી રંગભૂમિ પર પ્રવેશ થયો અને ત્યાર બાદ તો દિગ્દર્શન પણ સંભાળ્યું.

આજથી છએક દાયકા પહેલાં સુરતમાં થયેલો સોનલબહેનનો જન્મ જાણે કોઈ નાટકનો લાગણીનીતરતો સીન હતો. ડિલિવરી કરાવનારા ડૉક્ટરે હાથ ઊંચા કરતાં કહી દીધેલું કે છોકરી ત્રણ દિવસથી વધુ નહીં જીવે. નવજાત બાળકી માતાના ગર્ભમાં જ પાણી પી ગઈ હોવાથી એ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહી હતી. એ વખતે કોઈએ યાદગીરી માટે બાળકીની તસવીર લઈ લેવાનું સૂચન કર્યું ત્યારે પિતા જ્યોતિ વૈદ્ય મક્કમતાથી કહ્યું: ના, ફોટો નથી લેવો. એ જીવશે જ... પિતાનો વિશ્વાસ જીતી ગયો અથવા કહો, જીવી ગયો.

પીડાદાયી પ્રસૂતિના પરિણામે પતિ-પત્નીએ બીજું સંતાન ન કરવાનો નિર્ણય લીધો અને સોનલ પરિવારની લાડકવાયી દીકરી બની ગઈ. શાળાશિક્ષણ થયું સુરતની લુડ્સ કૉન્વેન્ટ સ્કૂલમાં. સ્કૂલમાં વાર-તહેવારે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા રહે, જેમાં એક વાર સમૂહનૃત્યમાં ભાગ લેવાની સોનલને તક મળી, પણ કાર્યક્રમના થોડા જ દિવસ પહેલાં એને અછબડા નીકળતાં એનું નામ નીકળી ગયું. હતાશ થઈ ગયેલી સોનલે રડતાં રડતાં પિતાને કહ્યું: મને તમારા નાટકમાં લો.

સોનલબહેન પ્રિયદર્શિનીને કહે છેઃ ‘બસ, એ જ સમયથી મારો રંગભૂમિ પર પ્રવેશ થયો. એ સમયે આવેલી હિંદી ફિલ્મ દો કલિયાં આધારિત પિતાએ એકલો જાને રે નાટક લખેલું. ફિલ્મમાં જે બાલિકાની ભૂમિકા બેબી નીતુ સિંહે ભજવેલી એ મારા ફાળે આવી.’

આ ભૂમિકા માટે બેબી સોનલને શ્રેષ્ઠ બાળકલાકારનો એવૉર્ડ મળ્યો, જેનાથી સોનલમાં નાટકપ્રેમ પાંગર્યો. એમ તો એ સાત મહિનાનાં હતાં ત્યારે પણ પિતાના એક નાટકમાં કામ મળેલું, પણ સ્વાભાવિક છે એમાં કોઈ ડાયલોગ નહોતા.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView all
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 mins  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 mins  |
September 23, 2024
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
Chitralekha Gujarati

આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!

પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.

time-read
4 mins  |
September 23, 2024
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
Chitralekha Gujarati

કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!

પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.

time-read
4 mins  |
September 23, 2024
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
Chitralekha Gujarati

સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો

સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.

time-read
5 mins  |
September 23, 2024
મણિપુરને ફરી સળગવા ન દો.
Chitralekha Gujarati

મણિપુરને ફરી સળગવા ન દો.

શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.

time-read
5 mins  |
September 23, 2024
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે

time-read
1 min  |
September 23, 2024
કરપીણ, દયનીય, અમાનવીય
Chitralekha Gujarati

કરપીણ, દયનીય, અમાનવીય

ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.

time-read
2 mins  |
September 23, 2024
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 mins  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 mins  |
September 16, 2024