ઑનલાઈન ગેમિંગ પર પહેલી ઓગસ્ટથી ૨૮ ટકા જીએસટી લાગુ કરવાના જીએસટી કાઉન્સિલના નિર્ણયને પગલે લોકો જુગાર રમવાનું ઓછું કરશે કે બંધ કરશે ખરા? કે પછી આ જુગાર રમાડી લાખો-કરોડો કમાતી કંપનીઓ નવા રસ્તે નીકળશે એ તો આવનારો સમય કહેશે. અત્યારે તો આ ક્ષેત્રની લિસ્ટેડ કંપનીઓના શૅરના ભાવ તો ધડાધડ નીચે આવી રહ્યા છે. એના માલિકોને કરવેરાનો સૂચિત વધારો ભારેખમ લાગતો હોવાથી એનો વિરોધ થઈ રહ્યો છે. અલબત્ત, સરકારની તિજોરી વેરાની આવકથી છલકાવાની છે. એક અંદાજ મુજબ, સરકારની આ માર્ગે થતી જીએસટીની આવકમાં સંભવતઃ દસ ગણો વધારો થઈ શકે છે.
થોડા દિવસ અગાઉ યોજાયેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં ઘણા મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા, જેમાંથી આ વિષય ચર્ચા અને કંઈક અંશે વિરોધ, વિવાદનો બન્યો છે. મુંબઈના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શાર્દુલ શાહ ચિત્રલેખા સાથેની વાતચીતમાં કહે છેઃ
‘નવા કરમાળખાથી ગેમિંગ કંપનીઓ પરનો કરવેરાનો ભાર ઘણો વધશે તો ખેલાડીઓ પર પણ ત્રણ ગણો બોજ આવશે. એક અંદાજ મુજબ, આ કંપનીઓ દસથી ૧૨ ટકાના માર્જિન પર બિઝનેસ કરે છે, જેથી ૨૮ ટકાનો બોજ એમને બિઝનેસ બંધ કરવા પર મજબૂર કરી શકે છે.'
ભારત છોડો, પરદેશ ચલો..
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.