નાગરાજ વાસુકિએ ગોઠવણપૂર્વક, જહેમતપૂર્વક બહેન જત્કારુને ઋષિ જરત્કારુ સાથે પરણાવી, જેથી એમનું ભાવિ સંતાન નાગવંશને જનમેજયના સર્પયજ્ઞમાં થનારા નાશથી બચાવી શકે.
બહેનને પરણાવીને વાસુકિએ બહેન-બનેવીને પોતાની સાથે જ રાખ્યાં. એમને સુંદર નિવાસસ્થાન આપ્યું. ઋષિ જરત્કારુ અને નાગકન્યા જરત્કારુનું લગ્નજીવન શરૂ થયું. થોડા જ સમયમાં સમસ્યા પેદા થઈ. એક સાંજે ઋષિ જરત્કારુ પત્નીના ખોળામાં માથું રાખીને સૂતા હતા. સૂર્યાસ્તનો સમય થવા આવ્યો. ઋષિ જરત્કારુ સંધ્યા-ઉપાસનામાં ક્યારેય ચૂકે નહીં. એ એમનો ધર્મ હતો. પત્નીને ચિંતા થઈ કે પતિ જો ઊઠશે નહીં તો એ એમનો ઉપાસનાધર્મ ચૂકી જશે. જો કે પતિને જગાડવામાં મુશ્કેલી એ હતી કે પતિએ લગ્ન વખતે જ પત્નીને ચેતવણી આપેલી કે તું મને ન ગમે એવું કંઈ પણ બોલીશ કે કરીશ તો હું જતો રહીશ.
પત્નીએ થોડી પળો તીવ્ર મંથન કર્યું. પછી તારણ કાઢ્યું કે પતિને એ ઉઠાડશે તો પિત નારાજ નહીં થાય, બલકે એમનું હિત ઈચ્છવા બદલ રાજી થશે, પરંતુ એવું ન થયું. પત્નીએ જગાડેલા પતિ જરત્કારુ રાજી ન થયા. એમણે કહી દીધું: ‘હું તને છોડીને જાઉં છું.’ પત્નીએ સમજાવવાની કોશિશ કરીઃ ‘તમે ધર્મ ન ચૂકો એ માટે મેં તમને જગાડ્યા.’ પણ સામે પતિએ ભળતી જ દલીલ કરીઃ ‘મારો પ્રભાવ એટલો બધો છે કે હું ઊઠું નહીં ત્યાં સુધી સૂર્ય પણ ઢળી શકે નહીં. માટે તારે મને જગાડવાની જરૂર નહોતી.’
પતિ જવા લાગ્યા. પત્ની એકદમ ચિંતામાં પડી ગઈ. એણે ઉતાવળે સૌથી મહત્ત્વનો મુદ્દો છેડ્યો: ‘જે હેતુથી મારા ભાઈ વાસુકિએ મારાં લગ્ન તમારી સાથે કર્યાં હતાં એ સિદ્ધ નહીં થાય તો વાસુકિ મને શું કહેશે, હું એમને શો જવાબ આપીશ એ તો વિચારો. હે સજ્જન, માતાના શાપથી ગભરાયેલા મારા સ્વજનોએ આપના અને મારા મિલનથી ભાણેજ મેળવવાની આશા રાખી હતી. એ આશાનું શું?’
ઋષિ સહેજ કૂણા પડ્યા. એ બોલ્યા: ‘હે સુભગા, અગ્નિ સમાન તેજસ્વી અને વિદ્વાન ઋષિ તમારા ગર્ભમાં વિરાજે છે.’ આટલું કહીને એ જતા રહ્યા,હંમેશને માટે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.