૨૬ વર્ષ. હા, પૂરાં ૨૬ વર્ષ એની લડાઈ ચાલી, પોતાને ભારતીય સાબિત કરવા માટેની કાનૂની લડાઈ. જો કે લોકોનાં છૂટાંછવાયાં મહેણાં સામેની એની લડાઈ આજેય ચાલી રહી છે. એ મહેણું છે એક પાકિસ્તાની તરીકેનું.
અલબત્ત, એનાથી વિચલિત થયા વગર ડિમ્પલ વરિંદાની પોતાનું કામ કર્યે જાય છે. અમદાવાદમાં એ હેલ્સિંગ હન્ડ્સ નામની સંસ્થા ચલાવે છે, જેનું કામ છે પોતાની જેમ પાકિસ્તાન કે અન્ય દેશમાં થતા અત્યાચારથી બચીને નિરાશ્રિત તરીકે ભારત આવેલા લોકોને અહીંની નાગરિકતા અથવા તો લાંબા સમય માટેના વિઝા અપાવવાનું.
મૂળ પાકિસ્તાનના સિંધ પ્રાંતનાં અને છેલ્લાં ૩૪ વર્ષથી અમદાવાદમાં રહેતાં ડિમ્પલબહેનને ભારતીય નાગરિકતા મેળવવા અઢી દાયકા રાહ જોવી પડી. ૨૬ વર્ષના અથાક પરિશ્રમ પછી એ ભારતીય બન્યાં. હવે કોઈને આટલી લાંબી પ્રતીક્ષા ન કરવી પડે એ માટે ડિમ્પલ એમને માર્ગદર્શન પૂરું પાડે છે. એટલું જ નહીં, જ્યાં સુધી એમને નાગરિકતા ન મળે ત્યાં સુધી એમને રાશન કિટ આપવાનું કામ, સરકારી અધિકારીઓ સાથે વાત કરી જરૂરી કાગળ તૈયાર કરાવી એમનાં બાળકોને સરકારી શાળામાં પ્રવેશ પણ અપાવે છે, જેથી બાળકોનો અભ્યાસ ન બગડે. વિસ્થાપિત યુવાનોને સ્કિલ ડેવલપ કરીને નોકરી કે છૂટક કામ અપાવવા નું કામ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા પાકિસ્તાનથી આવતી યુવતીઓનું કાઉન્સેલિંગ કરવાનું કામ પણ કરે છે. અત્યાર સુધીમાં હેલ્સિંગ હન્ડ્સ દ્વારા ૧૨૦૦ લોકોને ભારતની નાગરિકતા અપાવવામાં આવી છે તો લગભગ ત્રણ હજાર જેટલા લોકોને લોંગ ટાઈમ વિઝા (એલટીવી) અપાવ્યા છે.
પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી નિરાશ્રિત તરીકે ભારત આવેલા હિંદુ અને શીખ સહિત છ સમાજના લોકોને ભારતની નાગરિકતા આપવાને લગતા કાયદાનો વિવાદ હમણાં ચાલે છે ત્યારે ચાલો મળીએ, અમદાવાદનાં ડિમ્પલ વરિંદાનીને, જે પ્રિયદર્શિની સમક્ષ મૂકે છે એક હિંદુ તરીકે પાકિસ્તાનમાં એમણે ભોગવેલી પીડાની... અને ભારત આવ્યા પછી એમણે વેઠેલા સંઘર્ષની વાત...
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ખીપરો સંધાર નામનું ગામ. ત્યાં રહેતાં કમલા અને લાલચંદ નેમાણીનાં ચાર સંતાનમાં ડિમ્પલ સૌથી મોટી. અભ્યાસમાં તેજસ્વી ડિમ્પલને ભણીગણીને સરકારી નોકરી મેળવવાની ઈચ્છા, પરંતુ પાકિસ્તાનની પરિસ્થિતિ ખૂબ ખરાબ. ધોરણ એકથી આઠ સુધી એણે પાકિસ્તાની શાળામાં અભ્યાસ કર્યો.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.