Essayer OR - Gratuit
ગુજરાતમાં હવે ડૉગ પકડશે દારૂ!
Chitralekha Gujarati
|November 25, 2024
ચોરી, લૂંટ કે મર્ડરની ઘટનાના આરોપી સુધી પહોંચવા પોલીસજવાનોની સાથે ડૉગ સ્ક્વૉડ જોવા મળે એ કોઈ નવી વાત નથી. દાયકાઓથી પોલીસતંત્ર શ્વાનને એવી તાલીમ આપે છે કે જે ગુનેગારના સગડ મેળવવામાં મદદરૂપ થાય છે. ગુજરાત પોલીસે હવે ડૉગને તાલીમ આપવામાં એક ડગલું આગળ વધીને ક્યાંય દારૂ સંતાડવામાં આવ્યો હોય એ શોધી શકે એ માટે ખાસ બે ‘આલ્કોહોલ ડિટેક્શન ડૉગ’ તૈયાર કર્યા છે.
દિવાળીના દિવસોમાં જમ્મુ-કશ્મીરમાં આપણા લશ્કરનો ફૅન્ટમ નામનો એક એસોલ્ટ ડૉગ એક આતંકીની ગોળી વાગતાં મૃત્યુ પામ્યો. જમ્મુના અખનૂર વિસ્તારમાં કેટલાક આતંકી છુપાયા હોવાની માહિતીના આધારે સેનાના જવાનો એમને ઘેરી વળ્યા ત્યારે આતંકીઓએ અંધાધૂંધ ફાયરિંગ શરૂ કર્યું, જેમાં ફૅન્ટમનો ભોગ લેવાયો.
સરહદી વિસ્તારોમાં કેફી પદાર્થોની દાણચોરી પર નિયંત્રણ મેળવવા આપણાં સુરક્ષાદળો સ્નિફર ડૉગ રાખે છે. એ રીતે લશ્કર વિસ્ફોટકોની ભાળ મેળવવા અને પાછલાં કેટલાંક વર્ષોથી આતંકીઓ પર હુમલો કરવા માટે પણ ખાસ કેળવવામાં આવેલા શ્વાનોનો ઉપયોગ કરે છે. ફૅન્ટમ આવો જ એક એસોલ્ટ ડૉગ હતો.
તેજ ઘ્રાણેન્દ્રિય માટે જાણીતા શ્વાનોનો ઉપયોગ પોલીસ વિભાગ તો ખાસ્સા લાંબા સમયથી કરતો જ આવ્યો છે. હત્યા, લૂંટ, ચોરી જેવા કિસ્સામાં શ્વાનને ઘટનાસ્થળે લઈ જઈ આરોપીના સગડ મેળવવામાં એની આ શક્તિ કામે લગાડવામાં આવે છે. ગુજરાત પોલીસની વાત કરીએ તો એની ડૉગ સ્ક્વૉડમાં પણ અલગ અલગ ગુનાના ડિટેક્શન માટે ખાસ તાલીમ પામેલા ડૉગ છે. ગુજરાત પોલીસના અમદાવાદ-નરોડા ખાતેના ડૉગ ટ્રેનિંગ સેન્ટરમાં વિવિધ નસલના શ્વાનોને વિસ્ફોટક પદાર્થો, કેફી દ્રવ્યો, કોઈ સંદિગ્ધ શખસની શોધ, વગેરે ડિટેક્ટ કરવા માટે ટ્રેનિંગ આપવામાં આવે છે.
Cette histoire est tirée de l'édition November 25, 2024 de Chitralekha Gujarati.
Abonnez-vous à Magzter GOLD pour accéder à des milliers d'histoires premium sélectionnées et à plus de 9 000 magazines et journaux.
Déjà abonné ? Se connecter
PLUS D'HISTOIRES DE Chitralekha Gujarati
Chitralekha Gujarati
ઈવી... ઈંધણ બદલો, યુગ બદલો, પણ...
પેટ્રોલ-ડીઝલ કરતાં ‘ચાર્જ’ ઓછો, પણ ચાર્જિંગ પૂરું થાય તો શું કરવાનું?
2 mins
June 01, 2026
Chitralekha Gujarati
સોનું... ચળકાટ એ જ, ભાવ વધ્યા, ગ્રામ ઘટ્યા!
લાઈટ વેઈટમાં સમાઈ જતી પરંપરા ને લાગણી...
1 mins
June 01, 2026
Chitralekha Gujarati
કારપૂલિંગ... ખિસ્સું-મગજ હળવું ને સ્વચ્છ હવા!
એક ગાડી, ચાર સવારીના ફાયદા ગણવા બેસો તો આંગળાં ઓછાં પડે... જરૂર છે એને ટૉપ ગિયરમાં લાવવાની.
2 mins
June 01, 2026
Chitralekha Gujarati
ઝીરો વેસ્ટ કિચન...ભાવ વધ્યા, પણ સ્વાદ ન ઘટ્યો!
ગઈ કાલની દાળ આજની ઢોકળી બની જાય ત્યારે ગૃહિણી જ બને છે ઘરનું સૌથી મોટું ઈન્વેસ્ટમેન્ટ...
3 mins
June 01, 2026
Chitralekha Gujarati
ગાંધીજીની સાદગીથી ડિજિટલયુગની કરકસર...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરકસરની વાત કરી ત્યારે એ ફક્ત ખર્ચ ઘટાડવાની અપીલ નહોતી, પણ કદાચ જીવનને ફરીથી સંતુલિત બનાવવાની યાદ અપાવતી હકીકત હતી, કારણ કે કરકસર માત્ર ખિસ્સાં સાથે જોડાયેલી બાબત નથી. એ સમાજ, દેશ, અર્થતંત્ર અને ભવિષ્ય સાથે ગાઢ રીતે જોડાયેલી વિચારધારા છે.
4 mins
June 01, 2026
Chitralekha Gujarati
આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ સાથે રોજગારીનો અભિગમ
ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પ્રણાલી ગુજરાત રાજ્ય વેપાર, ઉદ્યોગ અને સંસ્કૃતિ સાથે શિક્ષણના શ્રેષ્ઠ કેન્દ્રની ઓળખ ધરાવે છે. પરિણામે દેશમાં એજ્યુકેશન હબની ઓળખ ઊભી થઈ રહી છે. ગુજરાતની અનેક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ અપાય છે. નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થી માટે ભારતીય સંસ્કૃતિને અનુરૂપ શિક્ષણ પ્રણાલીની મહત્તા તો છે જ, ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરના શિક્ષણ સાથે રોજગારીનો અભિગમ દાખવ્યો છે. આજે અહીં જાણીએ, ગુજરાતની કેટલીક જાણીતી યુનિવર્સિટી શિક્ષણ, સંશોધન, સંસાધન અને એનાં પરિણામ વિશે...
6 mins
June 01, 2026
Chitralekha Gujarati
શું છે ૭૨૦ વર્ષ જૂનો આ વિવાદ?
એક મંદિર ઉપરાંત સંસ્કૃત, સાહિત્ય, સંગીત અને શિલ્પવિદ્યાના કળાર્થીઓ માટે દેવાલય જેવું સ્થાન ધરાવતા માળવા (અત્યારના મધ્ય પ્રદેશ)માં આ સ્થાપત્યને ન્યાયતંત્રની મધ્યસ્થી પછી એની મૂળ ઓળખ પાછી મળી છે ત્યારે જાણીએ, એનો ઈતિહાસ.
6 mins
June 01, 2026
Chitralekha Gujarati
પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેનું બૅલેન્સ
અધિક માસ વિજ્ઞાનની દૃષ્ટિએ આ મહિનો કૅલેન્ડરનું ‘સિસ્ટમ અપડેટ’ છે, પણ ધર્મની દૃષ્ટિએ એ આપણી ભક્તિ અને કર્મોનું ‘સોલ અપડેટ’ છે. આ સમયમાં કોઈ સાંસારિક મોહમાયા કે નવાં શુભ કાર્યો શરૂ કરવાને બદલે માત્ર ભક્તિ, જપ, ધ્યાન અને ગરીબોને દાન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. જો કે ખગોળ અને જ્યોતિષ નિષ્ણાતોનું આ ગણિત સમજવાનું પણ રસપ્રદ છે.
4 mins
June 01, 2026
Chitralekha Gujarati
ઈરાનઃ એક તણખો કામચલાઉ શાંતિને હોમી દેશે...
મામલો માંડ થોડો ઠંડો પડ્યો છે, પણ બેમાંથી એક પણ બાજુ મચક દે એમ નથી એટલે યુદ્ધ ફરી વકરે એવી શક્યતા તો તોળાયેલી રહેશે જ. બાકી હતું તે, આ વિગ્રહમાં અમુક નવાં પરિમાણ પણ ઉમેરાયાં છે.
5 mins
June 01, 2026
Chitralekha Gujarati
FOMO, ડોપામાઈન અને ડિજિટલ ગુલામી
ટેક્નોલૉજી જે રીતે આપણા રોજિંદા જીવનનો હિસ્સો બની રહી છે એ જોતાં દુનિયાભરમાં હવે એના પર સંયમની લગામ ખેંચવાની જાગૃતિ પણ આવી રહી છે. લોકો હવે કન્ટેન્ટના વ્યસની બની ગયા છે અને એનાં દુષ્પરિણામો પણ દેખાવા લાગ્યાં છે. ઘણી ડિજિટલ મિડિયા કંપની પ્લૅટફૉર્મ પૂરાં પાડવાના નામે ‘વ્યસન’ વેચે છે. એક જમાનામાં સિગારેટ બનાવતી કંપનીઓ આવી રીતે જ વ્યસન વેચતી હતી.
6 mins
June 01, 2026
Listen
Translate
Change font size

