TryGOLD- Free

દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

Chitralekha Gujarati|December 02, 2024
બીજા લોકો વિશે વાતો કરવી કે સાંભળવી એમાં કશું ખોટું નથી, પણ અગત્યનું એ છે કે તમે શું વાતો કરો છો. ત્રીજી વ્યક્તિ ઉપસ્થિત ન હોય, એના વિશે નકારાત્મક ટીકા-ટિપ્પણ કરવી અને ગેરસમજમાં ઉમેરો કરવો બહુ આસાન છે.
- રાજ ગોસ્વામી
દરેક વ્યક્તિ બોલતાં પહેલાં વિચારે તો...દુનિયા કેટલી શાનદાર હોત!

સોક્રેટિસની ગળણી...

પૌરાણિક ગ્રીસના ચિંતક સોક્રેટિસ પાસે અનેક લોકો સલાહ-સૂચન અને જ્ઞાન લેવા માટે આવતા રહેતા. અમુક લોકો કામધંધો ન હોય તો ગપાટા મારવા પણ આવતા. સોક્રેટિસ એટલો વિચારશીલ અને અનુભવી હતો કે એણે ઉપયોગી અને બિનઉપયોગી વાતો વચ્ચે ફરક કરવાની એક રીત બનાવી હતી. એનો એક કિસ્સો છે...

એક દિવસ એક માણસ સોક્રેટિસ પાસે આવ્યો અને બોલ્યોઃ ‘તમારા ભાઈબંધની એક મસ્ત વાત સાંભળવા મળી છે, કહું?'

સોક્રેટિસે વિચારીને કહ્યું: ‘હું તારી વાત સાંભળું એ પહેલાં હું તને ત્રણ ગળણીએ ગાળીશ.'

‘ત્રણ ગળણી?’ માણસે પૂછ્યું.

‘હા.’ સોક્રેટિસે આગળ ચલાવ્યું: ‘પહેલી ગળણી એટલે સચ્ચાઈ. તેં જે વાત સાંભળી છે એની સચ્ચાઈ તે ચકાસી છે?’ ‘ના, મેં તો ખાલી સાંભળ્યું છે.’ ‘બહુ સરસ. તો એ વાત સાચી છે કે નહીં એ તને ખબર નથી. હવે, બીજી ગળણી ભલાઈની છે. તું મને મારા ભાઈબંધ વિશે જે કહેવા માગે છે એ વાત કેટલી ઉત્તમ છે?'

‘ના, ના. વાત તો ખરાબ છે.’

‘એટલે તું મને એક એવી ખરાબ વાત કરવા માગે છે, સાચી છે કે નહીં એની તને ખબર નથી, બરાબર? તો પછી હવે હું ત્રીજી ગળણીએ ગાળું. એ છે ઉપયોગિતા... તું જે વાત મને કહેવા માગે છે એ મારા માટે ઉપયોગી છે?’

‘ના, એવું તો કશું નથી.’

‘એટલે...’ સોક્રેટિસે કહ્યું: ‘તું જે કહેવા માગે છે એ ન તો સાચું છે, ન તો એ સારું છે અને ન તો એ કામનું છે. તો પછી તું મને એ શા માટે કહેવા માગે છે?’

***

આપણે જે સાંભળીએ છીએ, જે બોલીએ છીએ અને જે વિચારીએ છીએ એ આપણી અંદર એવી રીતે થઈ જાય છે કે આપણાં ભાવિ વિચાર અને વર્તન એનાથી પ્રભાવિત થાય છે. હું આત્મસાત્ તમારા વિશે આજે જે રીતે વિચારું છું અને તમારી સાથે જે વ્યવહાર કરું છું એ મારામાં ક્યાંથી આવ્યું? હું તમારા વિશે શું જાણું છું એના પરથી. તમારા વિશેની મારી જાણકારીની ગુણવત્તા કેવી છે એના પરથી તમારા વિશેના વિચાર અને વ્યવહારની ગુણવત્તા નક્કી થશે.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView all
ખેલે મસાને મેં હોરી દિગંબર, ખેલે મસાને મેં હોરી...
Chitralekha Gujarati

ખેલે મસાને મેં હોરી દિગંબર, ખેલે મસાને મેં હોરી...

દુનિયાની સૌથી પ્રાચીન કાશી નગરીના મણિકર્ણિકા ઘાટ પર ખેલાતી પ્રસિદ્ધ મસાણ હોળીમાં આ વર્ષે શું બન્યું? ભડભડતી ચિતાની વચ્ચે દેવાધિદેવ મહાદેવના ભક્તો રાખથી હોળી રમે છે એની પાછળનાં કારણ બડાં રસપ્રદ છે.

time-read
4 mins  |
March 31, 2025
ટાવર વગરની આ તે વળી કેવી ઈન્ટરનેટ સેવા?
Chitralekha Gujarati

ટાવર વગરની આ તે વળી કેવી ઈન્ટરનેટ સેવા?

વર્તમાન ટ્રમ્પ પ્રશાસનના સૌથી વાચાળ અને છેલછોગાળા સભ્ય એવા અમેરિકી ઉદ્યોગપતિ એલોન મસ્ક હવે ભારતમાં પણ ઉપગ્રહ આધારિત અતિ ઝડપી નેટ સર્વિસ શરૂ કરવા ધારે છે. અનેક ઠેકાણે નેટ કનેક્ટિવિટીની સમસ્યા ધરાવતા આપણા દેશમાં આવી સર્વિસ માટે મોટી ડિમાન્ડ ઊભી થઈ શકે, પણ એ સામે આપણે મસમોટી રકમ આપવાની તૈયારી પણ રાખવી પડે.

time-read
5 mins  |
March 31, 2025
ભારતીય અર્થતંત્ર સામેના પડકારોને તકમાં ફેરવીએ તો...
Chitralekha Gujarati

ભારતીય અર્થતંત્ર સામેના પડકારોને તકમાં ફેરવીએ તો...

સાચું કહેજો, ભારતીય અર્થતંત્રના વિકાસ વિશે તમે શું માનો છો? માત્ર શૅરબજારની ચાલ અને હાલને જોઈને જવાબ નહીં આપતા. શૅરબજાર ભલે ઈકોનોમીનું બેરોમીટર ગણાતું, પરંતુ ખરેખર સ્ટૉક માર્કેટ તો માત્ર સંકેત છે, એને પૂર્ણ આધાર માની શકાય નહીં. આટલી પાયાની સમજ સાથે આપણે દેશના અર્થતંત્ર વિશે વૈશ્વિક સંસ્થા-ગ્લોબલ ઈન્વેસ્ટર્સ શું માને છે એના પર નજર કરીએ.

time-read
2 mins  |
March 31, 2025
પોતાની જાતના ભોગે તમારે મહાન બનવું છે?
Chitralekha Gujarati

પોતાની જાતના ભોગે તમારે મહાન બનવું છે?

સુપર વુમન બનવાના ધખારામાં તમારી સુખાકારીને કોરાણે ન મૂકી દો.

time-read
3 mins  |
March 31, 2025
સ્ત્રીને માણસ તરીકેની માન્યતા ક્યારે મળશે?
Chitralekha Gujarati

સ્ત્રીને માણસ તરીકેની માન્યતા ક્યારે મળશે?

જડસુ તાલિબાની શાસકોની તો વાત જ જવા દો, પણ બીજે પણ મહિલાઓના હાલ બહુ સારા તો નથી જ.

time-read
3 mins  |
March 31, 2025
સોયાબીનઃ સમજીને ખાવ તો બહુ ગુણકારી, પણ...
Chitralekha Gujarati

સોયાબીનઃ સમજીને ખાવ તો બહુ ગુણકારી, પણ...

નાની ઉંમરે થાક અને રોજિંદાં કામમાં અરુચિ થવાનાં કારણ શું હોઈ શકે?

time-read
3 mins  |
March 31, 2025
દિલ કે ઝરોખોં સે ખુશી બાંટ હૂં...
Chitralekha Gujarati

દિલ કે ઝરોખોં સે ખુશી બાંટ હૂં...

દરદીઓને અમૃતપાન કરાવે છે આ દંપતી

time-read
2 mins  |
March 31, 2025
તુજ સંગ પ્રીત લગાઈ સોના...
Chitralekha Gujarati

તુજ સંગ પ્રીત લગાઈ સોના...

માનુનીઓના મોહના માધ્યમ એવાં સુવર્ણનાં આભૂષણો ભારતમાં હજારો વર્ષથી પહેરાય છે. અરે, ૧૦-૧૧મી સદીથી લગભગ આઝાદી સુધી ભારતનું ઘણુંખરું સોનું વિદેશીઓ લૂંટી ગયા, છતાં ભારતીયો પાસે અત્યારે ૨૫,000થી ૨૭,000 ટન સોનું ઘરમાં પડ્યું છે. આજે સોનું એક ગ્રામદીઠ રૂપિયા ૯૦૦૦ની આસપાસ વેચાય છે ત્યારે પ્રશ્ન થાય છે કે સદીઓ જૂનો આપણો સુવર્ણપ્રેમ હજી કેટલો સમય ટકી રહેશે?

time-read
4 mins  |
March 31, 2025
નદી ને દરિયાની રેતી કેટલી ઉલેચશો?
Chitralekha Gujarati

નદી ને દરિયાની રેતી કેટલી ઉલેચશો?

માનવવસતિ વધે છે એમ ઘર સહિતનાં બાંધકામોનું પ્રમાણ પણ ઊંચું ને ઊંચું જઈ રહ્યું છે. એને પરિણામે રેતીની ડિમાન્ડ સતત વધી રહી છે અને એનું ખનન પણ ભયજનક પ્રમાણમાં થવા લાગ્યું છે.

time-read
4 mins  |
March 31, 2025
આજ એમના મંદિરિયામાં મહાલે શ્રીનાથજી
Chitralekha Gujarati

આજ એમના મંદિરિયામાં મહાલે શ્રીનાથજી

વૈષ્ણવજન તે આનું નામ: ગરીબ શ્રીજીભક્તોને નાથદ્વારાની જાત્રા કરાવવાનો સેવાયજ્ઞ જિજ્ઞેશ કાણકિયા, કનુભાઈ મહેતા અને નીલેશ સંઘવીએ છેલ્લાં ૧૧ વર્ષથી પ્રજ્વલિત રાખ્યો છે.

time-read
2 mins  |
March 31, 2025

We use cookies to provide and improve our services. By using our site, you consent to cookies. Learn more