પળવાર માટે કલ્પના કરોઃ જે દેશે સૌપ્રથમ વાર કૉલેજ તથા હૉસ્ટેલમાં છોકરા-છોકરી એકસાથે રહી શકે અને છોકરા કરતાં છોકરીને વહેલી નિશાળે બેસાડવા જેવા સામાજિક દૃષ્ટિએ પ્રગતિશીલ ગણાય એવા નિર્ણય અમલમાં મૂક્યા, જે દેશને કારણે દુનિયાને સેમસંગ, એલજી, હુન્ડેઈ, કિઆ જેવી બ્રાન્ડ મળી, જે દેશનું કે-પૉપ કલ્ચર આજે વિશ્વપ્રસિદ્ધ છે એ દેશનું અસ્તિત્વ જ ન રહે તો?
રખે આને મજાક સમજતા. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આવનારાં થોડાં વર્ષોમાં જ ટેક્નોલૉજીના મામલે અમેરિકાને પણ ટક્કર આપે એવો દક્ષિણ કોરિયા દેશ નામશેષ બની જશે એવા સમાચાર છે.
કોઈ પણ દેશ-પ્રદેશનો વિકાસ અને એની ઓળખ ત્યાં વસતા લોકો પર આધારિત હોય છે, પણ વસવા માટે લોકો જ ન બચે તો એ દેશનું અસ્તિત્વ ટકે ખરું? આ સમસ્યા સામે અત્યારે દક્ષિણ કોરિયા પણ ઝઝૂમી રહ્યો છે. આ દેશના સતત ઘટતા જન્મદરને કારણે હવે એવી નોબત આવી છે કે હવે પછીના સમયમાં આ દેશની વસતિમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે.
સંસારનો નિયમ છે કે એક વ્યક્તિ જાય અને એની જગ્યા નવા માણસે લેવી પડે છે, પરંતુ દક્ષિણ કોરિયામાં હવે આ કુદરતી ચક્રમાં વિક્ષેપ પડ્યો છે. એક સમયે દક્ષિણ કોરિયા ઝડપી આર્થિક વિકાસ અને આધુનિકીકરણ માટે જાણીતો હતો. આજે એ એની પ્રજાની પ્રજનન ક્ષમતાના ઘટાડાને કારણે ચર્ચામાં છે. અત્યારે પણ આ દેશનો જન્મદર એટલો ઘટી ચૂક્યો છે કે જો હાલત ન સુધરી તો સદીના અંત સુધીમાં દક્ષિણ કોરિયાની વસતિ અત્યારે છે એના કરતાં ત્રીજા ભાગ જેટલી ઘટી જશે.
દક્ષિણ કોરિયામાં આ પરિસ્થિતિ નિર્માણ થવા પાછળ એનો ઈતિહાસ કારણભૂત છે. ૧૯૬૦ના દાયકામાં દક્ષિણ કોરિયાની માથાદીઠ આવક વિશ્વના અન્ય દેશની સરખામણીએ માત્ર ૨૦ ટકા હતી. આની સામે સ્ત્રીઓ સરેરાશ છ બાળક ધરાવતી હતી આથી દક્ષિણ કોરિયાની સરકારે વસતિનિયંત્રણ માટે કડક કાયદા સફળતાપૂર્વક અમલમાં મૂક્યા. સરકારે અર્થવ્યવસ્થા સાથે તાલમેલ સાધવા સ્ત્રીદીઠ સરેરાશ બાળકોની સંખ્યા ૨.૧ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું. ૧૯૮૩ સુધીમાં આ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં કોરિયા સફળ પણ થયું, પરંતુ ત્યાર પછી જન્મદર સતત ઘટતો રહ્યો અને હાલ તો ૦.૭૨ થઈ ચૂક્યો છે.
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the {{IssueName}} edition of {{MagazineName}}.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
કેવી હશે અમેરિકાની સંભવિત વેપારનીતિ અને એની અસર?
વરસ ૨૦૨૪ પૂર્ણતાના આરે છે ત્યારે આપણી નજર આવતા વરસ પર હોય એ સહજ છે. એમાંય વિશેષ ધ્યાન અમેરિકા અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર હશે. આ વખતે ટ્રમ્પ કંઈક વિશેષ આક્રમકતા સાથે સત્તા પર આવ્યા છે અને એમની નવી નીતિની અસર વિશ્વ-વેપાર પર થવાની શક્યતા ઊંચી છે, જેમાં ભારત માટે ક્યાંક ચિંતા અને ક્યાંક રાહતની ધારણા પણ છે.
બિઝનેસમાં સેફ રહેવું હોય તો એક રહો...
પ્રાચીન ભારતમાં શ્રેષ્ઠી તરીકે ઓળખાતા સનાતની વેપારીઓનો વિશ્વ-વેપારમાં ૩૫ ટકા હિસ્સો હતો, જે કાલાંતરે ઘટીને એક ટકો થઈ ગયો. વૈશ્વિક વેપારમાં ચીન છવાતું ગયું અને વેપાર-ધંધા કરતી પરંપરાગત હિંદુ જ્ઞાતિના પ્રતિભાસંપન્ન યુવાનો મલ્ટિનૅશનલ કંપનીઓના કર્મચારી બનવા માંડ્યા. આ વાસ્તવિકતા વચ્ચે ૧૪ વર્ષ પહેલાં સ્થપાયેલી ‘વર્લ્ડ હિંદુ ઈકોનોમિક ફોરમે’ દુનિયાઆખીના હિંદુ ધંધાર્થી, આન્ત્રપ્રેન્યૉર્સ, ઉદ્યોગપતિ વચ્ચે સાથ-સહકાર વધારવાનું કામ સફળતાથી કર્યું છે.
સ્ત્રીને માતા બનાવતા આ કૌભાંડની જાણ છે તમને?
સંતાનવિહોણી મહિલા અપમાનથી બચવા અજાણતાં અંધશ્રદ્ધાનો આશરો લે ત્યારે...
રોનોર્મલ યુટેરાઈન બ્લીડિંગઃ ચાલીસીની સમસ્યા
પંદરથી પચાસ સુધીની કોઈ પણ સ્ત્રીને આ પીડા થઈ શકે, પણ મેનોપોઝ નજીક આવે એમ એની શક્યતા વધે છે.
શિયાળામાં માણો, લાજવાબ સ્વાદની મજા
ઠંડી જામવામાં છે ત્યારે કરકરી લીલવાની કચોરીની લહેજત લેવા જેવી છે.
આ ગુજ઼રાતી અભિનેત્રી તો છે ખરી નીલમ
ફિલ્મકલાકારોની અંગત જિંદગીમાં ડોકિયું કરીએ તો સમજાય કે એમનાં સંઘર્ષ, સપનાં અને આવશ્યકતા આપણા જેવા કૉમન મૅનથી કંઈ બહુ જુદાં હોતાં નથી. અમદાવાદમાં એક વિધવાની ચારમાંથી સૌથી નાની દીકરી જીદ કરીને ઑડિશન આપવા માટે દૂરના સ્થળે ચાલીને ગઈ. કામ મળે તો પરિવારને આર્થિક ટેકો રહે એ ગણતરી. કામ મળ્યું પણ ખરું અને એ દીકરીએ અભિનયની દુનિયામાં નવાં કીર્તિમાન પણ રચ્યાં.
આખેઆખા દેશનું અસ્તિત્વ જ મટી જાય તો? જ
સાવધાન... જન્મદર ઘટવાને કારણે દક્ષિણ કોરિયા નામશેષ થવાના આરે આવી પહોંચ્યો છે. આમ થવાનાં કારણ વિચારવા જેવાં છે.
જય ગિરનારી, યે ચિનગારી કબ બૂઝેગી?
ભજન, ભોજન અને ભક્તિની પવિત્ર ભૂમિ મનાતા ગિરનાર ક્ષેત્રનાં મંદિરોમાં બે સાધુઓનાં જૂથ વચ્ચે ગાદી માટેની લડાઈએ અનેક પ્રશ્ન સર્જ્ય છે. ભાવિકોથી માંડી સામાન્ય લોકોમાં પણ આ બાબતનો કચવાટ છે. આખા વિવાદમાં એક મહત્ત્વનું પાત્ર છે ગિરનારના સાધુમાંથી દિલ્હીના સંસદસભ્ય બની ફરી ભગવા ધારણ કરનારા મહંત મહેશગિરિ.
પરંપરાગત ખેતીનું સ્થાન લઈ રહી છે નાળિયેરી
બહારથી કડક અને અંદરથી નરમ એવું શ્રીફળ આપતી નાળિયેરી ઓછા જાળવણી ખર્ચે વર્ષો સુધી આવક આપતી હોવાથી હવે દરિયાકિનારા સિવાયના વિસ્તારમાં એની હાઈબ્રિડ પ્રજાતિની મબલક ખેતી થઈ રહી છે. દક્ષિણ ગુજરાતમાં તો કેટલાંક સખી મંડળ સુદ્ધાં આ કલ્પવૃક્ષની ઊપજમાંથી વિવિધ વસ્તુ બનાવી આવક રળી રહ્યાં છે.
બનાવટી બાબુઓનો કેમ ફાટ્યો છે રાફડો?
પોલીસ અને બીજા સરકારી વિભાગના અધિકારી તરીકે ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવવાના કે બીજી કોઈ છેતરપિંડી કરવાના કિસ્સા વધી રહ્યા છે. આવા કેટલાક લેભાગુઓએ તો વડા પ્રધાન કે મુખ્ય મંત્રી કાર્યાલયના ઑફિસર હોવાનો દાવો કરીને સુદ્ધાં લોકોને ઉલ્લુ બનાવ્યા છે.